Saturday, March 3, 2018

હાથીઓની તેમના માનવમિત્રને અંતિમ વિદાય


લોરેન્સ એન્થની દક્ષિણ આફ્રિકાના એક મહાન પ્રકૃતિવિદ અને પ્રાણીપ્રેમી તરીકે જાણીતા છે જેમણે ત્રણેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમાંનું 'the elephant whisperer' બેસ્ટ સેલર રહી ચૂક્યું છે. તેમણે બહાદુરી પૂર્વક અનેક પ્રાણીઓ નાં જીવ બચાવ્યાં છે જેમાં હાથીઓ મોખરે છે. વિશ્વભરમાં હાથીઓને નોંધ પાત્ર સંખ્યામાં તેમણે માનવીના ક્રૂર પંજા માંથી છોડાવી તેમનું ઉચિત સુરક્ષિત જગાએ સ્થળાંતર કરાવ્યું હતું. વર્ષ ૨૦૦૩માં જ્યારે અમેરિકાએ આક્રમણ કર્યું હતું ત્યારે બગદાદ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીઓને વીરતા પૂર્વક તેમણે સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતાં.
માર્ચ ૭મી, ૨૦૧૨ને દિવસે લોરેન્સ એન્થની મૃત્યુ પામ્યા. તે પોતાની પાછળ પત્ની, બે પુત્રો, બે પૌત્રો અને અસંખ્ય હાથીઓને વિલાપ કરતા છોડી ગયા.
તેમના મૃત્યુના બે દિવસ બાદ જંગલી હાથીઓનું એક ટોળું તેમના ઘેર આવી ચડયું. ટોળાનું નેતૃત્વ બે મોટી હાથણીઓ કરી રહી હતી. પછી પણ છૂટાછવાયા ઘણાં જંગલી હાથીઓનાં ટોળાં પોતાનાં વહાલસોયા માનવમિત્રને છેલ્લી અંજલિ આપવા આવી પહોંચ્યા હતાં.
કુલ ૩૧ હાથીઓ શાંતિથી બારેક કલાક ચાલીને દક્ષિણ આફ્રિકાના તેનાં ઘેર આવી ચડ્યા હતાં.
અભૂતપૂર્વ દ્રશ્ય જોઈ ત્યાં માનવો ને માત્ર નવાઈ નહોતી લાગી પણ તેઓ કુદરતની અદ્ભુત કરામત સામે વાહ પોકારી ઉઠયા. હાથીઓએ ચમત્કારિક કૃત્ય દ્વારા પોતાની અસાધારણ બુદ્ધિમત્તા અને લોરેન્સના અવસાન ની તેમને સમયાનુચિત થઈ ગયેલી જાણ છતી કરી હતી અને સાથે પોતપોતાના જંગલમાં આવેલા રહેઠાણથી ધીમે ધીમે કતારબદ્ધ ચાલીને તેના ઘર સુધી આવી પહોંચી તેમની અગાધ સ્મૃતિ શક્તિ અને તેના પ્રત્યેના તેમનાં અમાપ પ્રેમનું પણ અનોખું પ્રદર્શન કરાવ્યું.
ઘટનાએ લોરેન્સની પત્ની ફ્રેંકોઈસના હ્રદયને ને હચમચાવી મૂક્યું કારણ તે જાણતી હતી કે હાથીઓ છેલ્લા પંદર વર્ષમાં ક્યારેય તેમનું ઘર જોયું નહોતું. પણ તેઓ કેટલે દૂર થી અહીં સુધી બરાબર પહોંચી ગયા હતાં. હાથીઓને પોતાના પ્રાણ બચાવનાર માનવમિત્ર ને અંતિમ આદર આપવાની તીવ્ર ઇચ્છા થઈ આવી હશે કે તેઓ બે દિવસ અને બે રાત સુધી કંઈ ખાધા પીધા વિના ત્યાં રહ્યાં. બે દિવસ બાદની સવારે તેઓ પાછાં ચાલ્યાં પોતાને ઘેર જવા, લાંબી મજલ કાપી ને જે તેઓ આવ્યાં હતાં પોતાનું રૂણ અદા કરવા પોતાની અનોખી રીતે!
બ્રહ્માંડમાં મનુષ્યની બુદ્ધિ જેનો તાગ પામી શકે, જેને સમજી શકે કરતાં મોટું અને અગાધ, અકળ એવું ઘણું છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment