Saturday, February 17, 2018

જાતને આપવા જેવા ૨૧ વચન


હમણાં 'પ્રોમિસ ડે' ગયો. પ્રોમિસ એટલે વચન આપવુંબીજા ને વચન આપતાં પહેલાં પોતાની જાતને આપવા જેવાં ૨૧ વચનો આજે ઇન્ટરનેટ કોર્નર માં જોઈએ :
   
. હું મારી ભાષા સારી અને સ્વચ્છ રાખીશ. ગાળો નહીં બોલું. નમ્ર બનીશ.
. હું દરરોજ વાંચીશ. ગમે તે, મારું મનપસંદ, પણ વાંચીશ ચોક્કસ.
. હું મારા માતા પિતા સાથે ક્યારેય ઉદ્ધતાઈથી વર્તીશ નહીં. કોઈ પણ સંજોગોમાં તેઓ સાથે એવું વર્તન કરવું યોગ્ય નથી.
. હું આસપાસનાં લોકોનું નિરીક્ષણ કરીશ અને તેમના સદગુણો અને સારપનું મારામાં આવર્તન કરીશ.
. હું દરરોજ કુદરતના સાંનિધ્યમાં થોડો સમય ગાળીશ.
. હું રસ્તે રઝળતાં પ્રાણીઓને ખાવાનું ખવડાવીશ. ભૂખ્યા ને ભોજન આપ્યા બાદ થતી સારી લાગણી કરવા જેવી છે.
. હું મનમાં ક્યારેય અભિમાન આણીશ નહીં, સદાયે અભ્યાસુ બની રહીશ.
. હું મન માં રહેલી શંકા દૂર કરતાં ક્યારેય ખચકાઈશ નહીં. જે પ્રશ્ન પૂછે છે પાંચ મિનિટ માટે મૂર્ખ બની રહે છે, પણ જે પ્રશ્ન પૂછતો નથી તે સદાને માટે મૂર્ખ બની રહે છે.
. હું જે કંઈ પણ કરીશ તે પૂરી સમર્પિતતા સાથે કરીશ, તો સાચું મેડિટેશન છે.
૧૦. હું જે લોકો નકારાત્મક ભાસે તેમનાથી અંતર જાળવીશ, પણ ક્યારેય મનમાં પૂર્વગ્રહો રાખીશ નહીં.
૧૧. હું મારી જાતની સરખામણી કોઈ સાથે કરીશ નહીં. અન્યો સાથે સરખામણી કરવામાં આપણે આપણું પોતાનું ખરું કૌવત યોગ્ય આંકી શકતા નથી.
૧૨. હું ક્યારેય પ્રયત્ન કરવાનું ચૂકીશ નહીં. જીવનની સૌથી મોટી નિષ્ફળતા પ્રયત્ન કરવામાં છે.
૧૩. હું ફરીયાદો કર્યાં કરીશ નહીં. જેની પાસે જૂતા નથી તેણે ફરિયાદ કરતી વખતે જેની પાસે પગ નથી તેનો વિચાર કરવો જોઈએ.
૧૪. હું દિવસભર માટેનું આયોજન કરીશ. થોડી મિનિટ લેશે પણ ઘણો મૂલ્યવાન સમય બચાવશે.
૧૫. હું રોજ થોડી ક્ષણો મૌનમાં બેસીને ગાળીશ, માત્ર પોતાની જાત સાથે, એકાંતમાં. રોજ રીતે થોડી ક્ષણો પોતાની જાત સાથે પસાર કરવાથી ચમત્કાર સર્જી શકાય છે.
૧૬. હું આરોગ્યપ્રદ ખોરાક ખાઈશ, આચરકૂચર ખાવાનો ત્યાગ કરીશ. યાદ રાખવું કે તંદુરસ્ત મન તંદુરસ્ત શરીરમાં વાસ કરે છે.
૧૭. હું એક પૂરો મહિનો માત્ર ઘર નો ખોરાક ખાઈશ.
૧૮. હું દિવસ નાં આઠ થી દસ ગ્લાસ પાણી પીશ.
૧૯. હું દરરોજ ઓછા માં ઓછી એક વાર કાચા શાકભાજીનું સલાડ ખાવાનો નિયમ રાખીશ.
૨૦. હું મારી તબિયતનું ખૂબ ધ્યાન રાખીશ. જેની પાસે સારું સ્વાસ્થ્ય છે તેની પાસે આશા છે અને આશા છે તેની પાસે સર્વસ્વ છે.
૨૧. હું સદાયે હસતો રહીશ. જીવન ટૂંકુ છે, સરળ છે, તેને સંકુલ નહીં બનાવું.

(
ઇન્ટરનેટ પરથી)