Saturday, January 13, 2018

કેટલાક રમૂજી સત્યો

·         * આજે એક માણસે મારા ઘર નો દરવાજો ખખડાવ્યો અને પાસે ખુલનારા નવા સ્વીમીંગ પુલ માટે મારી પાસે નાનકડું ડોનેશન માંગ્યું આથી મેં એને એક ગ્લાસ પાણી આપ્યું!

·        *  મેં બદલી ને મારો પાસવર્ડ 'incorrect' કરી નાંખ્યો જેથી હવે જ્યારે પણ હું ભૂલી જઈશ તો કમ્પ્યુટર સામે થી કહેશે 'તમારો પાસવર્ડ incorrect છે' !

·         * આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નો નેચરલ સ્ટુપિડીટી સામે ગજ ના વાગે!

·        *  હું ઘણાં બધાં કામો એકસાથે કુશળતા પૂર્વક કરવામાં ઘણો સક્ષમ છું. જેમકે સમય વેડફવો, નવરાં કંઈ કર્યાં વગર બેસી રહેવું, કામ પાછું ધકેલ્યા કરવું બધું હું એક સાથે કરવામાં એક્કો છું!

·        *  જ્યારે બધાં પાસા ખોટાં પડે ત્યારે જો તમારાં મોઢા પર સ્મિત રમી રહ્યું હોય તો એનો અર્થ એવો થાય કે તમારી પાસે દોષ નો ટોપલો કોના પર ઢોળવો નામ તૈયાર છે!

·        *  અનપેક્ષિત ની અપેક્ષા રાખવી એનો અર્થ ખરું જોતા તો તે અપેક્ષિત છે એવો થયો ને!

·         * મારી સલાહ લો - હું વાપરતો નથી!

·         * મહેમાનગતિ એટલે મહેમાનોને એવી લાગણીનો અનુભવ કરાવવાની કલા જાણે તેઓ પોતાને ઘેર હોય, જ્યારે તમે પણ અંતરથી તેમના માટે એમ ઈચ્છતા હોવ!

·        *  હું મહિના પહેલા એક વેક્યુમ ક્લીનર લાવ્યો છું અને હજી ધૂળ ખાય છે!

·         * જો તમે તમારા પગ સતત જમીન પર જડેલા રાખશો તો પાટલૂન પહેરવામાં તકલીફ પડશે!

·         * કમ્પ્યુટર મને ચેસ માં તો હરાવી દે છે પણ મારો એને પડકાર છે કિક - બોક્સિંગ માં મને હરાવી જૂએ!

·         * મને દ્વિધા આપો અથવા બીજું કંઈક આપો!

·        *  જે છેલ્લે હસે છે તે સૌથી ધીમે સમજતું હોય છે!

·         * કોઈક વાર સ્ત્રીઓ પુરૂષો ને મૂર્ખ બનાવતી હોય છે અને ઘણી વાર તો એમને તેમ કરવાની જરૂર પણ પડતી નથી!

·         * હું તેને એક ભયંકર 'લૂક' આપવાનો હતો પણ તેની પાસે તો હતો !

·         * ઘાસ હંમેશા સામેની બાજુ વધુ લીલું હોય છે પણ ચાલો સારું છે તમારે એને કાપવું તો નહીં પડે!


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment