Sunday, December 24, 2017

કુટુંબ ક્ષમાનું ધામ છે

ખ્રિસ્તી ધર્મ ગુરુ પોપ ફ્રાન્સિસે પોતાની નિવૃત્તિ વેળા એ ૩જી ડિસેમ્બર ૨૦૧૭ ના રવિવારે આપેલ આ વક્તવ્ય માણવા લાયક છે. એમાં તેમણે કુટુંબ વિશે સુંદર વિચારો રજૂ કર્યા છે. 
કુટુંબ ક્ષમાનું ધામ છે. 
આદર્શ કે સંપૂર્ણ કુટુંબ જેવું કંઈ હોતું નથી. આપણા માતા પિતા સંપૂર્ણ હોતા નથી, આપણે પોતે સંપૂર્ણ હોતા નથી. આપણા લગ્ન સંપૂર્ણ પાત્ર સાથે થતા નથી કે નથી આપણા સંતાનો સંપૂર્ણ હોતાં. આપણને સૌ ને એકમેક માટે ફરીયાદો હોય છે. આપણે સતત નિરાશા માં રાચતા હોઈએ છીએ. 
ક્ષમા વગર લગ્નજીવન કે કુટુંબ ટકી શકે નહીં. આપણા પોતાના માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે ક્ષમા અતિ મહત્વ ની છે, જરૂરી છે. ક્ષમા વગર કુટુંબ ક્લેશ અને કકળાટનો અડ્ડો બની રહે છે. ક્ષમા વગર કુટુંબ માંદલું બની રહે છે. 
ક્ષમા આત્માની શુદ્ધિ છે, મનને શુદ્ધ કરવાનો માર્ગ છે, હ્રદયની મુક્તિનો ઉપાય છે. જે ક્ષમા આપતો નથી તેને ચિત્તમાં કે ઇશ્વર સાથે ના સંવાદ માં શાંતિ પ્રાપ્ત થતી નથી. 
મનની અશાંતિ એવું ઝેર છે જે માણસ ને ગૂંગળાવી ને મારી નાંખે છે. 
હ્રદયમાં દર્દ સંઘરી રાખવાથી આપણે પોતાનો વિનાશ નોતરીએ છીએ. હ્રદય માં પૂર્વગ્રહો, ઈર્ષ્યા, રોષ વગેરે નકારાત્મક લાગણીઓ સંઘરી રાખવી પોતાની હત્યા કરવા સમાન છે. 
જેઓ માફી આપી શકતા નથી તેઓ શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે બિમાર હોય છે. 
આ કારણો ને લીધે કુટુંબ એવી જગા છે જ્યાં જીવન છે, મૃત્યુ નહીં ; સ્વર્ગ છે, નરક નહીં ; રામબાણ ઇલાજ છે, રોગો નહીં ; ક્ષમા નું મંદિર છે, અપરાધ ભાવ નું પોટલું નહીં... 
ક્ષમા આનંદ લઈ આવે છે જ્યાં દુઃખ અને ગમગીની હોય, જ્યાં દુઃખ અને ગમગીની ના કારણે રોગ નું સામ્રાજ્ય હોય...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment