Sunday, October 15, 2017

રત્નકણિકાઓ

પૂ.મુનિશ્રી અનંતબોધિ વિજય  મહારાજશ્રી  ની રત્ન  કણિકા જરૂર વાંચો :

🔴આતો રંગ બદલતી દુનિયા છે દોસ્તો..તમારા દુઃખો તમને રડી રડીને પૂછે છે..અને બીજાને તે હસી હસીને બતાવે છે..!
🔴 મળેલા સમય ને યોગ્ય બનાવો સાહેબ..
યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..!
🔴જીદંગી ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો..
🔴કીંમતી માેતી ની માળા તુટી જાય તાે માેતી વીંણવા માટે નીચે નમવા માં કઈ વાંધાે નથી.... બસ ! સંબંધાે નું પણ કંઈક એવું છે...
🔴હું નીકળ્યો સુખ ની શોધ માં રસ્તે ઉભા દુ:ખો બોલ્યા..
અમને સાથે લીધા વગર કોઇને સુખનુ સરનામુ મળતુ નથી..!
🔴કોઇકે પૂછ્યું..
તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો..?મે કહ્યું..
કેટલાકનું સાંભળી લઉં છું..
કેટલાકને સંભાળી લઉં છું..!
🔴ઘણીવાર સારું જીવન જીવવા માટે..
ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભુલી જવામાં મજા છે..!
🔴સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય છે..
આપણ ને કેટલા ઓળખે છે મહત્વ નું નથી..
શા માટે ઓળખે છે મહત્વનું છે..!
🔴પ્રેમ ની જરૂરિયાત તો દરેક ને હોય છે..
પણ પ્રેમની કદર માત્ર કોઇક ને હોય છે..!
🔴જેને મળવાથી જીંદગીમાં ખુશી મળતી હોય છે..
તેવા લોકો, શા માટે જીવનમાં ઓછા મળતા હોય છે..?
🔴પોતાની જીંદગીમાં બધા એટલા મશગૂલ થઈ ગયા છીએ..કે કોને ભૂલી ગયા છીએ પણ યાદ નથી..!
🔴 નફરતોને બાળશો તો, પ્રેમની રોશની થશે..
🔴બચપન આખું ગણતા રહ્યા દાખલા ત્રિકોણ-ચતુષ્કોણના..કાશ..!
કોઇએ સમજાવ્યા હોત પ્રમેયો દ્રષ્ટિકોણના..!
🔴 જિંદગીમાં જ્યાં સુધી તમે યાદ રાખો છો,
ત્યાં સુધી ગઈકાલ જીવે છે.અને જ્યાં સુધી તમે આશા રાખો છો,ત્યાં સુધી આવતીકાલ તમારી રાહ જુએ છે..!
🔴કોઇના સમય ઉપર હસવાની હીંમત ના કરતા..
સમય હંમેશા ચેહરો યાદ રાખે છે..!
🔴સમર્પણ નું ખાતર નાખ્યા વગર સબંધ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી , ભૂલ મારી છે સમજવું સાચો સબંધ છે..!
🔴નાના માણસોના હાથ પકડી રાખજો પછી
મોટા માણસના પગ પકડવાની જરૂર નહિ પડે.!
🔴કાશ, સડકોની જેમ જીંદગીના રસ્તાઓ પર પણ લખાયેલુ હોય કે,
"
આગળ ભયજનક વળાંક છે.જરા સાચવીને.
🔴 જીંદગીમાંથી જેટલું સારું લઇ શકાય એટલું લઇ લેજો સાહેબ, કેમકે જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!
🔴તમારા અને મારા વચ્ચે કેટલી સમાનતા..
તમે અંતર રાખો છો અને હું અંતરમાં રાખુ છુ..!
🔴 ફળ પરિપક્વ થયા પછી પડી જાય છે..અને
માણસ પડ્યા પછી પરિપક્વ થાય છે..!
🔴 હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો..
શક્ય છે રૂમાલ ભીના મળે..!
🔴જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને..
ત્યારે સમજવું કે પ્રગતિ ની શરુઆત થઇ ચુકી છે..!
🔴તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..
કારણ કે તમારા કરતાં લાંબુ જીવવાની છે..!
🔴 જિદગી મા સુખી થવાની રીત,હસવું ,હસાવવું અને
હસી કાઢવું.
🔴 યાદ કરશો તો યાદો માં મળશુંનહિ તોફરિયાદો માં તો છું .

(ઇન્ટરનેટ પરથી)


No comments:

Post a Comment