Thursday, October 12, 2017

જગત ને આનંદ આપનારો માણસ


એક વ્યક્તિ નું સ્વાસ્થય સારુ રહેતું નહોતું,એટલે ડોક્ટર પાસે ગયા...
ડોકટરે એને ટ્રીટમેન્ટ આપી અને બે પુસ્તકો ના નામ લખી આપ્યા...
" પુસ્તકો તમે વાંચજો ખૂબ રમુજી વાતો અને હાસ્યરસ થી ભરપૂર છે તમે ખુશ થઈ જશો ને તમારુ સ્વાસ્થ્ય સુધરી જશે "
દર્દી પુસ્તકો ના નામ વાળી ચબરખી હાથ મા લીધી...
વાંચી ને ડૂચો વાળી બાજુ ની કચરા પેટી મા નાખી ચાલવા લાગ્યા..
ડોક્ટર ને તો બહું ગુસ્સો આવ્યો... બોલ્યા,
માફ કરજો મીસ્ટર પણ તમે તો મારુ અપમાન કરો છો..
પેલી વ્યક્તિ પાછી ફરી ડોક્ટર ને કહ્યુ
"તમે જે પુસ્તકો ના નામ લખી આપ્યા કોણે લખ્યા છે...ખબર છે..?"
"હા...માર્ક ટ્વેઈન"
ડોક્ટરે જવાબ આપ્યો...
પેલી વ્યક્તિ કહ્યુ
" માર્ક ટ્વેઈન હું પોતે છું.."

જગત ને આનંદ આપનારો માણસ ધણીવખત પોતાની જાત ને આનંદ નથી આપી શકતો.....

(ઈન્ટરનેટ પરથી


No comments:

Post a Comment