Sunday, August 20, 2017

એક બોધકથા

               ઘણાં વર્ષો પહેલાં ચીનમાં એક ખેડૂત રહેતો હતો જેનાંપાડોશમાં રહેતા એક શિકારી પાસે ખૂંખાર જંગલી કૂતરા હતાં. શિકારી  તેમને પાળવા છતાં કેળવ્યા નહોતા તે ઘણી વાર વાડકૂદી ખેડૂતના ઘેટાંનો પીછો પકડી તેમને હેરાન કરતા.
                ખેડૂતે  અંગે ઘણી વખત શિકારીને ફરિયાદ કરી હતીપણ શિકારી જાણે  વિષે આંખ આડા કાન કરતો.
                એક વાર તો હદ થઈ ગઈકૂતરાઓ  માત્ર ઘેટાંનોપીછો   કર્યો પણ બે-ચાર ઘેટાં પર હુમલો કરી તેમને બૂરી રીતેઘાયલ પણ કર્યાં.
                હવે ખેડૂત ની ધીરજ ખૂટી ગઈ અને તે તાત્કાલિક એકપીઢ ન્યાયાધીશ પાસે ગયોતેમણે ધ્યાન પૂર્વક ખેડૂત ની આખી વાતસાંભળી અને કહ્યું,"હું શિકારી ને સજા ફરમાવી શકું છું અને તેને તેનાંકૂતરા સાંકળે બાંધી રાખવાં હુકમ કરી શકું એમ છું પણ એમ કરતાં તુંએક મિત્ર ગુમાવીએક શત્રુ બનાવી બેસીશબોલપાડોશમાં તારેએક મિત્ર જોઈએ છે કે એક શત્રુ?"
                ખેડૂતે તરત જવાબ આપ્યો કે તેને એક મિત્ર જોઈએ છે.
                ન્યાયધીશે તરત એક એવો ઉપાય સૂચવ્યો જેનાથીખેડૂતનાં ઘેટાં પણ સુરક્ષિત રહેપાડોશી તરીકે તે એક મિત્ર પામે અનેએક નવો શત્રુ  બનાવી બેસે.
                ઘરે પહોંચી ખેડૂત ન્યાયાધીશનાં જણાવ્યાં અનુસાર તેનાંઘેટાંમાંથી ત્રણ સારા માં સારા ઘેટાં બાજુએ કાઢી  શિકારી નાં ત્રણનાનકડાં પુત્રો ને ભેટમાં આપી આવ્યો.
                શિકારી ના પુત્રો ને તો રૂ ની પૂણી જેવાં ત્રણ ઘેટાંનાસ્વરૂપમાં જાણે સરસ જીવતાં જાગતા રમકડાં મળી ગયાં!  હવેવ્હાલસોયા પુત્રો ને મળેલી નવી ભેટ સાચવવા શિકારીએ પોતે તરત એક મજબૂત પાંજરુ બનાવી કાઢયું પછી ક્યારેય જંગલી કૂતરાઓએ ખેડૂતનાં ઘેટાંને હેરાન કર્યા હોય એવું બન્યું નથી.
                પોતાના પુત્રો પ્રત્યે ખેડૂતે દાખવેલી ઉદારતા બાદ શિકારીઘણી વાર પોતાનાં શિકાર નું માંસ તેને ભેટમાં આપવાં લાગ્યો અનેખેડૂત પણ તેને પોતાને ત્યાં બનતા માખણ-ચીઝ વગેરે આપવાંલાગ્યોટૂંક સમયમાં તો બંને ખૂબ સારા મિત્રો બની ગયાં.
                એક પ્રાચીન ચીની કહેવત છે "ઉદારતા અને દયા લોકોને પ્રભાવિત કરવાનો અને તેમને જીતી લેવાનો શ્રેષ્ઠ માર્ગ છે."
                આવી  એક પશ્ચિમી કહેવત  મુજબ છે : "વિનેગારકરતાં મધ વડે વધુ માખી પકડી શકાય છે."

1 comment:

  1. રોહિત કાપડિયાSeptember 2, 2017 at 3:54 AM

    એક બોધકથામાં ખૂબ સુંદર કથા વાંચવા મળી. ધન્યવાદ. જ્યાં સોયથી સાંધી શકાતું હોય ત્યાં કાતરનો ઉપયોગ ન થાય તેમાં જ શ્રેય છે. મોદીજીએ પણ કાશ્મીરના ઉકેલ માટે એ જ વાત કરી છે ગોળી કે ગાળથી નહીં પણ ગળે લગાડીને આ સમસ્યાનો ઉકેલ લાવશું.

    ReplyDelete