Saturday, May 13, 2017

સમયખંડ

ન્યુયોર્કમાં સમય કેલિફોર્નિયા કરતા ત્રણ કલાક આગળ છે એનો અર્થ એવો થતો નથી કે કેલિફોર્નિયા ધીમું છે અને ન્યુયોર્ક ઝડપી. બંને પોતપોતાના સમયખંડ પ્રમાણે કામ કરે છે.
કોઈક હજી કુંવારુ છે તો કોઈકના લગ્નને દસ વર્ષ થયા બાદ તેને બાળક અવતર્યું છે. તો કોઈક ને ત્યાં લગ્નના એક વર્ષમાં પારણુ બંધાયું છે.
કોઈક ૨૨ વર્ષની ઉંમરે સ્નાતક થયું છે પણ તેને સારી નોકરી મેળવવા પાંચ વર્ષ સુધી રાહ જોવી પડી છે તો કોઈક ૨૭ વર્ષની ઉંમરે સ્નાતક થઈ તુરંત નોકરી મેળવી લે છે.
કોઈક ૨૫ વર્ષની ઉંમરે સી... બની ૫૦ વર્ષે ગુજરી જાય છે તો કોઈક ૫૦ વર્ષે સી... બની ૯૦ વર્ષ સુધી જીવે છે.
દરેક જણ પોતપોતાના સમય ખંડ પ્રમાણે કામ કરે છે.
દરેક જણ પોતપોતાની ગતિએ કામ પાર પાડે છે.
તમે પણ તમારા સમયખંડ પ્રમાણે કામ કરો. તમારા સહકર્મચારીઓ,મિત્રો કે તમારાથી જુવાન વયના લોકો ક્યારેક તમને જીવનમાં તમારાથી વધુ ઝડપે આગળ જતા લાગશે. તો કોઈક તમને તમારાથી યે વધુ પાછળ રહી ગયેલા જણાશે. તેમની ઇર્ષ્યા કે મશ્કરી કરશો. તેમના સમયખંડ પ્રમાણે આગળ વધે છેતમે તમારા સમયખંડ મુજબ.
થોભો, મજબૂત બનો અને તમારી ખરી જાત ને વળગી રહો.
સૌ સારાવાના થશે.
તમે મોડા નથી...તમે જલ્દી પણ નથી...તમે સમયસર છો. તમે તમારા સમયખંડ માં છો.
ઇશ્વરની સત્કૃપા તમારા પર વરસતી રહે.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment