Saturday, March 11, 2017

સદાયે જુવાન રહો

જ્યાં સુધી અહિ દર્શાવેલી ટીપ્સ તમારા જહનમાં ઉતરી જાય ત્યાં સુધી વાંચ્યા કરો!

૧.  માત્ર ઉત્સાહી હોય એવા મિત્રો રાખો
સોગિયા ઉદાસીન મિત્રો તમને પણ નીચા લાવે છે.(તમે પોતે પણ જો સોગિયા કે ઉદાસીન હોવ તો યાદ રાખો!)

ર. મળતી દરેક તકે તમારા સ્નેહી જનોને જણાવવાનું ચૂકશો નહિ કે તમે એમને કેટલું ચાહો છો.

3. શિખતા રહો. કોમ્પ્યુટર વિશે, કલા વિશે, બાગકામ વિશે કે પછી ગમે તે નવા વિષય પર શિખતા રહો. તમારા મગજને ક્યારેય નવરું પડવા દેશો નહિ. પેલી કહેવત યાદ છે ને 'ખાલી દિમાગ શેતાન કા ઘર!' શેતાનનું એક સ્વરૂપ અલ્ઝમીર (ઘડપણ માં ભૂલી જવાનો રોગ) છે.

૪. સરળ વસ્તુઓ માણો

૫. વારંવાર, મોટેથી અને લાંબુ હસો! હસતા હસતા પેટમાં ના દુખે ત્યાં સુધી હસો! જો તમારો કોઇ મિત્ર તમને હસાવી જાણતો હોય તો તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરો.

૬. આંસુઓ વહેવા દો સહનશીલ બનો, રડો અને પછી આગળ વધો! જીવનભર તમારી સાથે રહેવાની હોય એવી એક માત્ર વ્યક્તિ તમે પોતે છો.આથી જ્યાં સુધી જીવંત હોવ ત્યાં સુધી મોજ થી જીવો, જીવન માણો.

૭. તમને વ્હાલી વસ્તુઓથી સદાયે ઘેરાયેલા રહો. પછી ભલે કુટુંબ હોય, પાળેલા પ્રાણીઓ હોય, તમને મળેલી ભેટો હોય, સંગીત હોય, ઝાડ-છોડ હોય, તમારા શોખ હોય કે પછી તમને ગમતી કોઇ પણ ચીજ-વસ્તુ હોય. તમારું ઘર તમારું શરણું છે!

૮. તમારા આરોગ્ય ને માણો. જો તમારું આરોગ્ય સારું હોય તો એને જાળવી રાખો. જો અસ્થિર હોય તો તેને સુધારો. જો તમારા તાબાની બહાર હોય તો મદદ લેતા અચકાઓ.

૯. પસ્તાવાના ઝરણામાં ડૂબકીઓ લગાવો. મોલમાં જાવ, વિદેશ જાવ પણ પસ્તાવાની ગલીની મુલાકાતે જાવ.

૧૦.  દરેક વસ્તુ બે વાર કરો.
એક સ્ત્રીએ એવી ઇચ્છા પ્રગટ કરી કે તેના કબરના પથ્થર પર પ્રકારનું લખાણ કોતરેલું હોય :
"દરેક વસ્તુ બે વાર અનુભવી.અને બંને વાર તેની સરખી મજા  માણી!"

૧૧. જેમણે તમને રડાવ્યા હોય તેમને તત્ક્ષણ માફ કરી દો.કદાચ તમને એમ કરવાનો બીજો મોકો નહિ મળે.

 ...અને જો તમે લેખ બીજા ચાર જણને નહિ વંચાવો તો....તો અહિ કોને પડી છે??!!

યાદ રાખો વિતેલો સમય ક્યારેય ફરી પાછો નથી આવતો.  તમે જેને જેને મળો છો બધા સાથે જરૂરી હોય કરતા પણ વધુ ઉદારતાથી વર્તો કારણ દરેક જણ પોતપોતાની અંગત લડાઈ લડી રહ્યું હોય છે.


('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. ધનજી ગાલાMarch 19, 2017 at 11:47 AM

    સદાયે જુવાન રહો’ લેખ અદભૂત હતો.બધીજ ટીપ્સ સો ટકા અસરકારક હતી!

    ReplyDelete
  2. સુધીર મોદીMarch 19, 2017 at 11:47 AM

    ‘ઇન્ટરનેટ કોર્નર’ શ્રેષ્ઠ અને મારી મનપસંદ કટાર છે. જન્મભૂમિ હાથમાં આવતા સૌથી પહેલા હું તેમાં છપાયેલ લેખ વાંચી જાઉં છું. એમાં છપાતા લેખ સદાયે કોઈક સારો સંદેશ આપનારા,કંઈક જ્ઞાન પીરસનારા, કોઈક પ્રેરણા આપનારા કે જીવનને નવી દિશા આપનારા હોય છે. અભિનંદન!

    ReplyDelete
  3. ઘનશ્યામ એચ ભરુચાMarch 19, 2017 at 11:48 AM

    દરેકમાં 'CAN DO'ની વૃત્તિ હોવી જોઇએ. દરેક જણે પોતાની યુવાની ટકાવવી જોઇએ. આજે પરિવારમાં કે સમાજમાં રહેતા વૃધ્ધજન પોતાની શકિત મુજબ તંદુરસ્તી ટકાવીને અનેક પ્રકારની સેવા આપી શકે. આમ જીવનમાં ઘડપણ, બુઢાપો, બેચેની કે નિરાશા ન લાવતાં પોતે આનંદમાં રહીને બીજાને આનંદમાં રાખીને એકબીજાને મદદરુપ બનીશું જીવન તો સફળ બની રહેશે.

    ReplyDelete