Saturday, March 25, 2017

ઓશોની દ્રષ્ટીએ આપવું એ જ સાચી પ્રાર્થના

ઈશ્વર સદાયે વધુ ને વધુ આપતા રહે છે. તે આપે છે કારણ તે આપ્યા વગર રહી શકતા નથી, કારણ તેમની પાસે અઢળક છે. સૂર્ય જેમ પ્રકાશ આપે છે અને ફૂલો જેમ ખુશ્બુ આપે છે રીતે આપે છે - આપવું તેમનો સહજ સ્વભાવ છે. સમજાઈ જાય તે દિવસથી મનુષ્ય ઈશ્વર નજીક પહોંચવાનું શરૂ કરી દે છે. પણ આપતા શિખી જાય છે અને ઈશ્વર પાસે પહોંચવાનો સૌથી ટૂંકો માર્ગ છે.
મનુષ્ય સંગ્રહખોર છે. આજ તેની અને ઈશ્વર વચ્ચેનો વિરોધાભાસ છે. માણસ કંજૂસ છે. ક્યારેક કંઈક આપે પણ છે તો તેની પાછળ પરત મેળવવાની આશા હોય છે, વધુ ને વધુ પાછું મેળવવાની અપેક્ષા હોય છે. હંમેશા પોતાના ફાયદા વિશે વિચારતો હોય છે.આપવું તેના માટે આનંદની ઘટના નથી, તેની જરૂરિયાત છે.એનું આપવું વેપાર હોય છે,પ્રેમ નહિ, એમાં વહેંચવાની ભાવના હોતી નથી. દુન્યવી માણસનો સ્વભાવ છે, તેની આપવાની વ્યાખ્યા છે.
આધ્યાત્મિક મનુષ્ય કોણ છે? સાચો આધ્યાત્મિક મનુષ્ય છે જે આપવાનું જાણે છે, જે કશી અપેક્ષા વગર આપે છે, જે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપે છે, જે એમ નથી કહેતો ' તું સારો કે સારી છે એટલે હું તને આપું છું અને તુ ખરાબ છે એટલે હું તને આપતો નથી'. જો તમે આપવામાં ભેદભાવ કરશો તો એનો અર્થ આપવામાં વેપારની ભાવના પ્રવેશી. ભગવાન સાધુ કે શેતાન બધાંને સરખું આપે છે. તે જ્યારે વરસાદ વરસાવે છે ત્યારે માત્ર સારા પર વરસાવે તેવું બનતું નથી. સૂર્ય જ્યારે ઉગે ત્યારે તે માત્ર સદગુણીઓ ને પ્રકાશ આપતો નથી, બધાંને એક સમાન અજવાળું આપે છે.
વહેંચવાની આદત ને તમારો બીજો સ્વભાવ બની જવા દો, એને તમારી જીવનશૈલી બની જવા દો. એને હું પ્રાર્થના ગણું છું. સૌથી મહત્વની પ્રાર્થના છે : કંઈજ પાછું મેળવવાની અપેક્ષા વગર આપવાની સમર્થતા, કોઈ પ્રકારની શરતો વગર આપવાની સમર્થતા, તમારી પાસે જે પુષ્કળ છે તેમાંથી આપવાની સમર્થતા...
-        -   ઓશો


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. હીરલ દવેApril 4, 2017 at 12:45 AM

    ગત બે સપ્તાહ દરમ્યાન ઇન્ટરનેટ કોર્નરમાં છપાયેલ પાસવર્ડ વાળી વાર્તા અને ઓશોની આપવાની વાત ખુબ ગમ્યાં.

    ReplyDelete
  2. ઘનશ્યામ એચ ભરુચાApril 4, 2017 at 12:46 AM

    ઓશોના વિચારો અમલમાં મૂકવા લાયક હતાં. સાચા ભાવથી આપવાની તમન્ના હોવી જોઇએ. મનુષ્યનો સ્વભાવ સંગ્રહખોર હોય છે.આપણે એકબીજાને સાચા હદયથી કંઇક આપીએ અને ભગવાનનાં લાડકાં બની રહીએ. આપણું હાસ્ય, આપણો પ્રેમ અને આપણામાં રહેલી માનવતા પણ એવી ભેટો જે છે આપવાથી કદી ઘટતાં નથી.

    ReplyDelete