Saturday, December 24, 2016

ક્રિસમસ સ્પેશિયલ



·         બીજાઓના જીવનને પ્રકાશિત કરવા, અન્યોનો બોજો હળવો કરવો, પારકાઓની સમસ્યાઓ ઉકેલવી અને ભગ્ન હ્રદયને તથા ઉદાસી ભર્યું જીવન જીવતા બદનસીબ લોકોના જીવનને ઉલ્લાસિત કરી દેવું અમારા માટે  ક્રિસમસ નો જાદુઇ મહિમા બની રહે છે. - ડબલ્યુ. સી. જોન્સ

·         ક્રિસમસ ટાણે અંધ માત્ર વ્યક્તિ છે જેના હ્રદયમાં ક્રિસમસ નથી. - હેલન કેલર

·         ક્રિસમસ વર્ષને અંતે ઉમંગપૂર્ણ ઉજવણી કરવાનો ,કોઈકને ખુશી આપવાનો એક દિવસ માત્ર નથી. પણ દરરોજ નિસ્વાર્થપણે કંઈક આપવાનું શિખવે છે. જો આમ થાય તો પૃથ્વી પરનો દરેક દિવસ આપણા માટે ક્રિસમસની ઉજવણી સમાન અને શાંતિપૂર્ણ બની રહે. ક્રિસમસ પ્રભુ દ્વારા આપણને જીવન કઈ રીતે જીવવું દાખવતો માર્ગ છે.   - અજ્ઞાત

·         રોજ નાતાલ
જો તમારું મન બધીજ સારપ અને મીઠાશ સંગ્રહી શકે એવું હોય તો તમારે માટે રોજ નાતાલ છે.
જ્યારે થોડા ઉત્સાહની લ્હાણી કરવા તમારે કોઈક પ્રસંગની રાહ જોવી પડતી હોય અને તમે રોજ થોડી થોડી જાત અન્યોને આપતા હોવ તો તમારે માટે રોજ નાતાલ છે.
જો તમે અન્યની આંખમાં મૈત્રી જોવાનું શિખ્યા હોવ તો તમારા માટે સુંદર આશ્ચર્યોની ભેટ સમાન રોજ નાતાલ છે.
જો તમે થોડી વધુ મહેનત અને થોડી ઓછી ફરીયાદ કરતા શિખી જાવ અને શ્રદ્ધાનો અખૂટ દીવડો અંતરમાં પ્રજ્વલિત રાખો તો તામરા માટે રોજ નાતાલ છે.
જો તમેહું’ અનેમારું’ ની જગાએતું’ અનેતમારું’ શબ્દોનો પ્રયોગ સભાન પણે વધારે કરતા હોવ તો તમારા માટે રોજ નાતાલ છે.
જ્યારે કોઈ પર ઉપકાર કરવો કે કોઈની મદદ કરવી તમને વધુ આનંદ આપતા હોય અને જ્યારે લોકો તમને વધુ સમજે કરતા તમે લોકોને વધુ સમજો તમારા માટે મહત્વનું બની રહે ત્યારે સમજો તમારે રોજ નાતાલ છે.
જ્યારે તમારા માટે તમે પ્રથમ હોવ કે છેલ્લા ગૌણ બાબત હોય, જ્યારે તમે તમારી વિવેકબુદ્ધિનો હસતા હસતા સામનો કરવાની સ્થિતીમાં હોવ અને પોતાની જાતથી ખુશ હોવ,ત્યારે તમારે રોજ નાતાલ છે, ખરી ગાઢ સુંદરતા ભરી નાતાલ જ્યાં નજીક અને દૂર સૌ તમારા મિત્રો છે!
- અજ્ઞાત

('ઈન્ટરનેટ પરથી')

Saturday, December 17, 2016

સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે

એક દિવસ બધા શિષ્યો તેમના ગુરુ પાસે ગયા અને તેમણે કહ્યું ," ગુરુજી, અમને આશિર્વાદ આપો. અમે બધા જાત્રા એ જ​ઈએ છીએ."
ગુરુ : તમારે શા માટે જાત્રા એ જ​વું છે?
શિષ્યો : જેથી અમે અમારી એકાગ્રતા અને સમર્પણ ભાવ સુધારી શકીએ.
ગુરુ : ઠીક છે. મારું એક કામ કરજો. આ કારેલું લેતા જાવ અને તમે જે જે મંદીરે જાવ ત્યાં ત્યાં ભગ​વાનના મૂર્તિકક્ષમાં આ કારેલું મૂકી પ્રાર્થના કરજો, આશિર્વાદ માંગજો અને તેને તમારી સાથે પાછું લાવજો.
પછી તો કારેલું પણ બધા શિષ્યો ભેગુ જાત્રાએ ગયું અને અનેક મંદિરોમાં ફર્યું.
છેવટે જ્યારે બધા શિષ્યો જાત્રા કરી પાછા ફર્યા ત્યારે ગુરુએ પેલા કારેલાનું શાક કરી તેમને ખ​વડાવ​વા જણાવ્યું.
શિષ્યો એ ગુરુની આજ્ઞા મુજબ કર્યું અને એ શાક નો પહેલો કોળિયો ભરતા જ ગુરુજી બોલ્યા​," આશ્ચર્ય !"
શિષ્યો :"આમાં શું આશ્ચર્યજનક લાગ્યું ગુરુજી?"
ગુરુજી : "જાત્રાએ જઈ આવ્યા બાદ પણ કારેલું તો કડ​વું જ રહ્યું. એમ કેમ?"
શિષ્યો: “પણ કડ​વાપણું એ તો કારેલાનો મૂળભૂત સ્વભાવ છે, ગુરુજી "
ગુરુજી : આજ મારો તમને સૌને સંદેશ છે. તમે તમારો સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે.
આથી તમારામાં કે મારામાં જ્યાં સુધી બદલાવ નહિ આવે ત્યાં સુધી કોઈ ગુરુનો અર્થ નથી.
જો તમે હકારાત્મક અભિગમ સાથે વિચારશો તો...
અવાજ તમારા માટે સંગીત બની રહેશે...
હલચ​લ નૃત્ય બની રહેશે...
સ્મિત હાસ્ય બની રહેશે...
અને મન ધ્યાન અને એકાગ્રતા શિખી જશે
અને જીવન બની રહેશે એક ઉત્સ​વ !


(‘ઇન્ટરનેટ પરથી)

Sunday, December 4, 2016

વિચારકણિકાઓ

01. કોઇપણ વસ્તુ કે માણસની એટલી બધી અપેક્ષા રાખવી કે તેના વગર જીવી ના શકાય.

02. પાંપણો પર જો પાળ બાંધી હોત ને  તો.... આંખો સાતેય દરિયાની માલિક હોત..

03. અફવા એવું ઝડપી ગતીવાળું  પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા' લાગતો નથી.

04. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે... સન્માન તમારું નહિ, તમારા સ્થાન  અને સ્થિતિનું થાય છે.

05. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં આપણને વધુ  દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

06. દુનિયાની સાચી હકીકત : જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

07. સિંહ અને વાઘ ખુબ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતું.

08. બસ દિલ જીતવાનો હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને  પણ સિંકદર ખાલી હાથે ગયો....

09. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે.

10. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો .. "જિંદગીના વૃક્ષ" પર કુહાડી ના વાર છે..!

11. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો  એવા હશે જે તમારા જેવું જીવન જીવવા તરસતા હશે.

12. કોઇને ' સારા ' લાગશો, કોઈને  ' ખરાબ ' લાગશો, પણ ચિંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા તેના ' મૂલ્યાંકન ' હોય છે.

13. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વ્હાલા... કારણ કે સાચા મિત્રોના ક્યાંય 'સેલ' ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

14. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી શકે પરંતુ હાથી નહિ; ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો, ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..


('ઈન્ટરનેટ પરથી')