Saturday, November 26, 2016

આપણે ગુજરાતીઓ …(ભાગ - ર)

ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલા આ લેખના મૂળ લેખક કોણ છે એની ખબર નથી પણ એક ગુજરાતીની લાક્ષણિકતાઓને તેમણે એટલી બખૂબી વર્ણવી છે કે એ દરેક ગુજરાતીને ચોક્કસ ગમશે!

પરદેશી, પરદેશી ભાષા અને તેની સાથે પરદેશના ખોરાકનું પણ ગુજરાતીઓને અજબ-ગજબનું વળગણ છે. આપણે ત્યાં જે ચાઈનીઝ ખવાય છે તેવું જો કોઈ પણ ચીનો ચાખી લે તો આપઘાત જ કરી લે ! સવાસો કરોડ ચીનાઓમાંથી કોઈએ ક્યારેય ના ખાધી હોય તેવી એક ચાઈનીઝ વાનગી અહીંયા મળે છે. એ છે 'ચાઈનીઝ ભેળ'. આપણે ઈટાલીના પિઝાના પણ આવા જ હાલ કરી નાખ્યા છે. મજાની વાત એ છે કે આપણે ત્યાં ઈટાલિયન પિઝાની સાથે જૈન પિઝા અને ફરાળી પિઝા મળે છે! અને તમને કહી દઉં બોસ, હવે મેક્સિકન અને થાઈ ફૂડનો વારો છે! થોડા જ વખતમાં આપણે ત્યાં મેક્સિકન મેંદુવડા અને થાઈ ઠંડાઈ મળતી થઈ જશે. (ટૂંકમાં આપણે વિશ્વની કોઈ પણ વાનગીનું ગુજરાતીકરણ કરવા માટે સક્ષમ છીએ, હોં ભઈ !)
સૌથી વધારે તેલથી લથબથ વાનગીઓ આરોગવાન??
શોખીન ગુજરાતીઓ ખાવાની સાથે 'પીવા'ના પણ શોખીન છે. આ 'પીવા'નું એટલે શું તે કોઈને સમજાવવાની જરૂર નથી. દારૂબંધી હોવા છતાં પણ અહીંયા ખૂબ 'પીવાય' છે. દૂધવાળા અને શાકવાળાની જેમ દરેક પીનારાનો પોતાનો અંગત સપ્લાયર હોય છે; જે હોમડિલિવરી કરી જાય છે.. પીવું એ ગુજરાતીઓ માટે મોટું થ્રીલ છે, જેની સાથે આપણે વીરતાનો ભાવ જોડી દીધો છે. ધોનીને આઠ લિટર દૂધ પીધા પછી જેટલો ગર્વ ન થાય તેટલો આપણને બે પેગ પીધા પછી થતો હોય છે. ગુજરાતીઓ અને તેમના પીવાના શોખ પર લખવા બેસીએ તો એક અલગ લેખ લખવો પડે એટલે આ મુદ્દાને અહીંયા જ બોટમ્સ અપ કરી દઈએ.
ગુજરાતીઓનો જીવનમંત્ર છે ખઈ-પીને સૂઈ જવું. ઘણા તો બપોરે ખાધા પછી ચાર કલાક માટે કામ-ધંધા બંધ કરીને આડા પડખે થઈ જતા હોય છે. ગુજરાતીઓની રાતની સૂવાની એક ખાસિયત તો અદ્દભુત છે. આપણે ધાબે-અગાશીમાં સૂવાના શોખીન છીએ.
ઉનાળો શરૂ થતાં વેંત રાત્રે સાડા આઠ-નવ વાગ્યે ગાદલાંના પિલ્લાઓ લઈ ધાબે ધસી જતા ગુજરાતીઓને નિહાળવા એક લહાવો છે. એવું ના માનશો કે આપણે ઉનાળામાં નવ વાગ્યામાં સૂઈ જઈએ છીએ, આ તો આપણે બે કલાક માટે પથારી ઠંડી કરવા મૂકીએ છીએ. ધાબે ઠંડી પથારીઓમાં સૂવાનું કલ્ચર માત્ર આપણા ગુજરાતમાં જ છે એવું અમારું દઢ પણે માનવું છે. (મકાનમાં ઘરફોડ ચોરી થઈ જાય એનો વાંધો નહીં,પણ લાખ રૂપિયાની ઊંઘ ના બગડવી જોઈએ, હોં ભઈ!) આટલું ખઈ-પીને સૂઈ જઈએ એટલે શરીર વધી જ જાય ને! ફાંદાળા પુરુષો અને બરણી આકારની બહેનો ગુજરાતની ધરતીને ધમરોળતી જોવા મળે છે તેનું કારણ આપણા આ શોખ જ છે. એટલે જ આપણે લેંઘા-ઝભ્ભા અને સાડીઓ જેવા 'ફ્લેક્સિબલ' ડ્રેસ અપનાવ્યા છે જેથી શરીર વધે તો પણ કપડાં ટાઈટ પડવાની ચિંતા નહીં.
વધેલા શરીરે ટીવી સામે બેસી રમતગમત જોવાનો પણ આપણે ખૂબ શોખ છે. (આ વાક્યમાં રમતગમત એટલે ક્રિકેટ...ક્રિકેટઅને માત્ર ક્રિકેટ) 18 વર્ષની ઉંમર પછી ગુજરાતીઓ શારીરિક શ્રમ પડે તેવી કોઈ રમતો રમતા જ નથી. તેમ છતાંય દરેક બાપ એના દીકરાને અચૂક કહેતો જોવા મળે કે'અમે, અમારા જમાનામાં બહુ રમતા'તા હોં ભઈ!'
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.' ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'ખલ્લાસ'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર કભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ.
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાત?ઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ ધપાવો.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 19, 2016

આપણે ગુજરાતીઓ …(ભાગ - ૧)

ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલા આ લેખના મૂળ લેખક કોણ છે એની ખબર નથી પણ એક ગુજરાતીની લાક્ષણિકતાઓને તેમણે એટલી બખૂબી વર્ણવી છે કે એ દરેક ગુજરાતીને ચોક્કસ ગમશે!

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) 'કેર-ફ્રી' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) 'ચાલુ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) 'ચિત્ર-વિચિત્ર' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ 'મહાન' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે 'ગુજરાતી' !
આખી દુનિયામાં 'વર્લ્ડ બેસ્ટ વેપારી'નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – 'ગુજરાતીઓ', પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી 'બે પૈસા' કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
'મનીમાઈન્ડેડ' તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે 'કંઈ પણ' કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા 'કંઈ પણ' કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી 'કબૂતર' બનવા તૈયાર થઈ જાય છે.. આ 'કબૂતરો'નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓકખેગાય્ઝ એન્ડ ગાલ્ઝ.હું છુંત...મારો... દોસ્તઍન્ડહો..સ્ટ વિનુવાહિયાત. ઍન્ડતમે લિસન કરી રહ્યા છોરેડિયો ચારસો વીસ. ઈરોકિં)
આવી રીતે ગુજરાતી ભાષાના 'સિસ્ટર મેરેજ' કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 12, 2016

પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે...

"...અને રાજકુમારીએ જોયું કે તે એક ઉંચા મકાનમાં કેદ થઈ ગઈ હતી જેની આસપાસ દુર્ગંધથી ઉભરાતું તળાવ હતું જેમાં સેંકડો મગર હતાં અને મકાનની ચોકી મોઢામાંથી આગ ઓંકતું એક ડરામણુ રાક્ષસી પંખી કરી રહ્યું હતું..." માતા પહોળી આંખો સાથે અને ગંભીર અવાજે પોતાની નાનકડી દિકરી સામે વાર્તાનું આગળનું પાનું વાંચતા બોલી. પછી થોડો ઉદાસ ચહેરો બનાવી બોલી," ..અને રાજકુમારી પોતાના સોહામણા રાજકુમારની વાટ જોતી રહી...જોતી રહી.."
"પણ મમ્મા રાજકુમારી રાજકુમારની વાટ શા માટે જોતી રહી?" નાનકડી દિકરી અકળામણ અને અધીરતા સાથે પૂછ્યું.
"જેથી આવી ને તેને બચાવી લે… એટલે ગાંડી!" માતાએ જવાબ આપ્યો.
દિકરી હવે પૂછ્યું," પણ રાજકુમારી ને બચવા માટે રાજકુમારની રાહ શા માટે જોવી પડે મમ્મા?" તરત દિકરી નવો સવાલ કર્યો.
" તો.... તો..." માતા જવાબ આપવા શબ્દો શોધી રહી...
માતા કંઈ જવાબ આપે પહેલા દિકરી ગર્વ અને હિંમતભેર બોલી,"જો રાજકુમારીની જગાએ હું હોત તો મેં વર્ષોના વર્ષો સુધી રાજકુમારની રાહ જોવાને બદલે પેલા ડરામણા રાક્ષસી પંખી સાથે દોસ્તી બાંધી લીધી હોત અને હું તેની પર બેસી જલ્દી ત્યાંથી ભાગી છૂટી હોત! મેં પોતે મારી જાતને રીતે બચાવી લીધી હોત. રાજકુમારી મૂરખી કહેવાય!"
આટલું કહી ઉભી થઈ પાણી પીવા ચાલી ગઈ. પણ તેના જવાબે અને વિચારોએ તેની માતાના મોઢા પર સ્મિત લાવી દીધું અને મનોમન બોલી,"લાગે છે હવે નવા યુગની પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે..."
ચાલો આપણે આપણી દિકરીઓને સ્વનિર્ભર અને સ્વતંત્ર બનતા શિખવીએ જેથી તેમણે તેમના પોતાના કલ્યાણ માટે કો રાજકુમાર કે ચમત્કાર ની રાહ જોવી પડે...


('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 6, 2016

વિચારકણિકાઓ

·         જ્યારે પૂર આવે છે ત્યારે માછલીઓ કીડીને ખાય છે અને જ્યારે પૂરના પાણી ઓસરી જાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. માત્ર સમયનું મહત્વ છે. ધીરજ ધરો. ઇશ્વર સૌને મોડી વહેલી તક આપે છે.

·         થિયેટરમાં નાટક જોવા જાવ ત્યારે સૌથી આગળની સીટ મેળવા માટે પ્રયત્ન કરો છો અને ફિલ્મ જોવા જાવ ત્યારે સૌથી પાછળની. રીતે તમારું જીવનમાં સ્થાન સાપેક્ષ છે. ચોક્કસ કે સ્થિર નહિ.

·         સાબુ બનાવવા માટે તેલ વપરાય છે. પણ તેલ સાફ કરવા સાબુ નો ઉપયોગ થાય છે. આવી વિષમતા ક્યારેક જીવનમાં પણ જોવા મળે છે.

·         દરેક સમસ્યાના ( + ) હલ હોય છે.જેમાં '' સમસ્યાના એટલા હલ છે જે તમે અજમાવી ચૂક્યા હોવ છો અને હલ છે જે તમે અજમાવ્યો નથી.

·         જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એમ વિચારો કે અંત આવી ગયો છે, જીવનનો એક વળાંક માત્ર હોય છે.

·         માત્ર બે પ્રકારના લોકો જીવનમાં સુખી હોય છે - એક પાગલ અને બીજા બાળક. નિર્ધારીત લક્ષ્યને હાંસલ કરવા પાગલ બની જાવ અને જે મેળવ્યું છે તેને માણવા બાળક જેવા બની જાવ.

·         સફળતાનું કોઈ એસ્કેલેટર નથી હોતું, મેળવા પગથિયા ચડવા પડે છે.

('ઈન્ટરનેટ પરથી')


Tuesday, November 1, 2016

દિવાળી વિષે કેટલીક ઓછી જાણીતી વાતો

સર્વે વાચક મિત્રોને દિવાળીની હ્રદયપૂર્વકની  શુભકામનાઓ !!!

દિવાળી વિષે ઓછી જાણીતી એવી કેટલીક રસપ્રદ વાતો આજે ઇન્ટરનેટ કોર્નરમાં જોઇએ.

એક માન્યતા પ્રમાણે શબ્દ 'દિવાળી /દીપાવલી' સૌ પ્રથમ વાર આચાર્ય જિનસેને તેમના હરિવંશ પુરાણમાં સ્વાતિ નક્ષત્ર દરમ્યાન કાર્તિક કૃષ્ણ ચૌદશે (અમાવસ્યાની સાંજે) વાપર્યો હતો.શક સંવત ૭૦૫માં તેની રચના થઈ. આમ ભારતવાસીઓ દર વર્ષે પ્રખ્યાત દિપાલિકાયાની ઉજવણી કરી જિનેન્દ્રના નિર્વાણને આદર પૂર્વક યાદ કરી તેમની પૂજા કરે છે. વાલ્મિકી રામાયણ ,મહાભારત્, પુરાણો કે તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી.આથી કદાચ એમ ધારી શકાય કે દિવાળી એક જૈન​ પરંપરા હતી જે પછીથી ભારતીય રંગે રંગાઈ અને લગભગ દરેક ભારતીય દ્વારા તે આજે ઉજ​વાય છે.

આ તહેવાર જૈન દેવતાઓના સન્માનમાં ઉજ​વ​વામાં આવે છે અને જૈન ધર્મના ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામી ના જીવનચક્રમાંથી અંતિમ મુક્તિ કે મોક્ષ મળ્યાની યાદમાં ઉજ​વાય છે. તેઓ ૭૨ વર્ષની વયે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પામ્યા હતા.

કાર્તિક વદ ચૌદસ​, કાર્તિક પૂર્ણિમા અને કાર્તિક વદ એકમ આ ત્રણ દિવસ પૌષાઢ, ઉપ​વાસ , ચોક્કસ મંત્રોના સતત જાપ અને ધ્યાનયોગ સાથે ઉજ​વ​વામાં આવે છે. જૈનો આ ત્રણ દિવસ ખાસ ઉપ​વાસ રાખે છે અને ઉત્તરાધ્યાયન સૂત્રનું શ્ર​વણ કરે છે જેમાં મહાવીર સ્વામી નો અંતિમ સંદેશ છે.

દિવાળીની આખી રાત પ​વિત્ર મંત્રો ઉચ્ચારી અને શ્રમણ ભગ​વાન મહાવીરના ધ્યાનમાં ગાળ​વી જોઇએ એમ જૈનો માને છે. ન​વા વર્ષના પ્રથમ પરોઢિયે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય​ ગણધર ગૌતમ સ્વામીને સંપૂર્ણ જ્ઞાન ,બોધ પ્રાપ્ત થયા હતા.

જૈનો ન​વા વર્ષની શરૂઆત ભગ​વાન ગૌતમ સ્વામીની પૂજા  સાથે, સમર્પિત ભાવ સાથે તેમના પવિત્ર ગ્રંથમાંથી ન​વ સ્તોત્ર સાંભળી અને ગૌતમ સ્વામીના રસ (પ​વિત્ર પૌરાણિક કાવ્ય​) ને તેમના ગુરુ મહારાજ પાસેથી સાંભળી કરે છે.

આ દિવસે મહાવીર સ્વામીની મધ્ય રાત્રિએ અને બીજા દિવસની વહેલી સ​વારે પૂજા થાય છે. પ​વિત્ર મંત્રો બોલ​વામાં આવે છે અને આખું ઘર સુંદર રીતે શણગારી પ્રકાશિત કરાય છે. ગુજરાતના ગિરનારમાં તો આ ઉત્સ​વ એક અનોખા ઉત્સાહ અને ભારે જોશ સાથે ઉજ​વાય છે. આખા દેશમાંથી જૈન ભક્તો પાવાપુરી ખાતે ભેગા મળે છે અને મીઠાઈઓ વહેંચાય છે. ખેડૂતો પશુધન પાસે કામ કરાવતા નથી અને ખેતી માટે પોતાની માલિકીના બળદ ખરીદે છે.

દિવાળી શીખો માટે પણ એક સૌથી મહત્વનો તહેવાર છે.  તેમના માટે એક પવિત્ર દિવસ છે. ૧૫૭૭માં, દિવાળીને દિવસે શીખોના સૌથી અગત્યના પવિત્રધામ સુવર્ણ મંદીરનો પાયાનો પથ્થર મૂકાયો હતો. ત્રીજા શીખ ધર્મ ગુરુએ પોતાના બધાં શિષ્યોને ગુરુના આશિષ મેળવવા એક જગાએ ભેગા મળવા જણાવ્યું. દિવાળીસૌ પ્રથમ વાર છઠ્ઠા શીખ ધર્મગુરુ હરગોવિંદ સાહેબના જીવનકાળ દરમ્યાન મનાવાઈ હતી. સમયે મોગલ બાદશાહ જહાંગીરનું રાજ હતું. તેણે છઠ્ઠા ધર્મગુરુ અને અન્ય૫૨ હિન્દુ રાજાઓને જેલમાં પૂરી દીધાં. પણ ભારતનાં તેમજ ભારતની બહારના અનેક લોકોની વિનંતીઓને માન આપી તેણે દિવાળીને દિવસે ગુરુ હરગોવિંદ સાહેબનેમુક્ત કર્યા.   દિવસે ગુરુ હરગોવિંદ સાહેબના આગ્રહને માન આપી જહાંગીરે અન્ય ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્ત કરી દીધાં. શીખો ખુબ ખુશ હતા કારણ તેમનાનેતા , તેમના ધર્મગુરુ આઝાદ થઈ ગયા હતાં. ગુરુ હરગોવિંદજી મુક્ત થયા બાદ દિવાળીને  દિવસે સુવર્ણ મંદીર દર્શન કરવા ગયા હતા. ગુરુની માતા ઘણી ખુશ હતીઅને તેણે સૌને મીઠાઈ વહેંચી હતી. શ્રદ્ધાળુઓએ  દિવસે સુવર્ણ મંદીરના જળાશયમાં રંગીન પ્રકાશિત દીવા તરતા મૂક્યાં. રાતે પણ ભવ્ય આતશબાજી દ્વારા તેદિવસની ઉજવણી કરવામાં આવી.   દિવસે ૫૨ હિન્દુ રાજાઓ પણ મુક્ત થયા હોઈ અખંડ ભારત ભરમાં રંગો,ઉત્સાહ સાથે અને ફટાકડા ફોડી દિવાળીનો દિવસઉજવવામાં આવ્યો. શક્ય છે  પછી ભારતભરમાં દિવાળીનો તહેવર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ.

ભાઈ મણીસિંઘ એક ભારે વિદ્વાન હતા અને તેમણે ૧૭૦૪માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કહાયેલ ગુરુ ગ્રંથસાહેબ ની છેલ્લી આવ્રુત્તિ લખી હતી.૧૭૦૮માં તેમણેહરમંદીર સાહેબનું વ્યવસ્થાપન હાથમાં લીધું.દિવાળી તે સમયે સુવર્ણ મંદીરમાં નહોતી ઉજવાતી.૧૭૩૭માં પંજાબ પર રાજ કરતા મોગલ રાજા ઝકારીયા ખાને તેમને ભારેમોટા કરની બદલે દિવાળી સુવર્ણ મંદીરમાં ઉજવવાની પરવાનગી આપી.કોઈક કહે છે  કર રૂપિયા પાંચ હજાર હતો તો કોઈક કહે છે રૂપિયા દસ હજારસમગ્રભારતના શીખોને  'બંદી છોડદિવસની ઉજવણી માટે હરમંદીર સાહેબમાં પધારવા આમંત્રણ પાઠવાયા.ભાઈ સિંઘે વિચાર્યુ હતું કે  દિવાળી ઉજવણીમાં આવનારદરેક શીખ પાસેથી નાનકડી રકમ ફી પેઠે સ્વીકારતા તેઓ કર તરીકે ચૂકવેલી મસમોટી રકમ ભરપાઈ કરી શકશેપણ ભાઈ મણી સિંઘને પાછળ થી જાણ થઈ કેઝાકરીયા ખાને ભેગા થનાર સર્વે શીખોની સામૂહિક હત્યાનુ છૂપું ષડયંત્ર રચ્યું હતુંતેમણે તરત શીખોને  ઉજવણીમાં  આવવાના સંદેશાઓ મોકલી દીધાંભાઈમણી સિંઘજી કર માટે ચૂકવવાની રકમ એકઠી કરી શક્યા નહિઝાકરેયા ખાન ના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું આથી તે રોષે ભરાયો અને તેણે મણી ભાઈ સિંઘનીલાહોર ખાતે શરીરના ટુકડે ટુકડા કરી હત્યા કરવાનો ઘાતકી આદેશ આપ્યોત્યારથીશહીદ મણી ભાઈ સિંઘજીના  મહાન બલિદાન અને સમર્પણ ને યાદ કરીનેબન્દી છોડ દિવસ (દિવાળીતરીકે ઉજવવામાં આવે છે.

 પ્રકાશનું પર્વ છેદીપક જલાવવો  સાચા અર્થમાં દિવ્ય જ્ઞા પ્રાપ્ત કરવા અને સદગુણો (ઉદાર,નમ્ર,નરમ,સહનશીલ,નિસ્વાર્થ અને સારા શબ્દોબોલનાર બનવુંપ્રાપ્ત કરવાના પ્રતીક સમાન છેગુરુ ગ્રંથ સાહેબજીમાં ૩૫૮માં પાને કહ્યું છે કે ભગવાનનું નામ કહેવું (દિવ્ય સમર્પણ મારો દીપક છે (મનમાંપ્રગટાવવાનો); મેં દુર્ગુણ રૂપી વેદનાઓનું તેલ એમાં પૂર્યું છે (અહમઇર્ષ્યાક્રોધવાસનાલાલચ દીપકની જ્યોત  તેલને બાળી નાખશે અને હું વાહેગુરુમાંએકાકાર થઈ જઈશ.


('ઈન્ટરનેટ પરથી')