Saturday, July 30, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - પ)

આ રીતે જન્મ થયો પ્રિન્સ ડાન્સ ગ્રુપના 'ક્રિષ્ણા ડાન્સ' નો. જેની વિશેષતા હતી સિલ્વર પેઈન્ટથી રંગાયેલા શરીરોના પ્રવાહીના વહેણનો અહેસાસ કરાવતા ડાન્સ સ્ટેપ્સ અને ભૂરા રંગે રંગાયેલ કૃષ્ણા, જે વાંસળી વગાડવાની મુદ્રા પ્રદર્શિત કરી એક અદભૂત અને આકર્ષક દ્રષ્ય મંચ પર ખડુ કરતા.
જ્યારે એલિમિનેશન રાઉન્ડમાં પ્રિન્સ ડાન્સ ગ્રુપે આ પર્ફોર્મન્સ પ્રદર્શિત કર્યું ત્યારે તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થયું. નિર્ણાયક શેખર કપૂરે તેને 'વર્લ્ડ બીટીંગ એક્ટ' કહી બિરદાવ્યું. તેમણે કહ્યું," તમારો આ એક્ટ સાબિત કરે છે કે સાચા કલાકારને સ્રોતોની જરૂર પડતી નથી, પ્રોફેશનલ ટ્રેનિંગની જરૂર પડતી નથી. દિલ ચાહિયે, કલા ચાહિયે! "
પસંદગી પામ્યા બાદ દરેક એક્ટને આગળના રાઉન્ડ માટે તૈયારીનો એક મહિનો અપાયો. હવે પછી કૃષ્ણાએ “સારે જહા સે અચ્છા” ની ધૂન પર, તેનું પ્રખ્યાત થયેલું ધ્વજ નૃત્ય કોરીઓગ્રાફ કર્યું.
આ સિક્વન્સમાં  કેસરી, સફેદ અને લીલા રંગે રંગાયેલા તેના ડાન્સર્સે મનમોહક ફોર્મેશન્સ મંચ પર સર્જ્યાં. આ ડાન્સમાં બે શારીરિક રીતે અક્ષમ ૨૪ વર્ષના પદ્મનાભ સાહુ અને ૧૩ વર્ષની તેલુ તારીણી નો પણ સમાવેશ કરાયો હતો. પરફોર્મન્સ જોઈ નિર્ણાયકો અને દર્શકો બંનેની આંખોમાં આંસુ હતાં.
ગ્રાન્ડ ફિનાલે માટે હવે પ્રિન્સ ગ્રુપ પાસે થી રાખવામાં આવતી અપેક્ષા ઘણી ઉંચી હતી.અને એમાં પણ તેઓ પાર ઉતર્યા. ફિનાલે ના તેમના દશાવતાર એક્ટમાં તેમણે વિષ્ણુના દશ અવતારો પ્રદર્શિત કર્યાં અને આ પર્ફોર્મન્સ 'ઝેન' જેવું અને જુદી જ દુનિયામાં લઈ જવાની અનુભૂતિ કરાવનારું હતું.
આ ત્રણે એક્ટ યુ ટ્યુબ પર તમે 'પ્રિન્સ ડાન્સ ગ્રુપ' નામથી સર્ચ કરી જોઈ શકો છો.
પણ શું આ પૂરતું હતું જનતા પાસેથી એસ.એમ.એસ દ્વારા વોટ્સ લઈ આવવામાં?
સદનસીબે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાઈક નું ધ્યાન પ્રિન્સ ડાન્સ ગ્રુપ પર પડ્યું. તેમણે કૃષ્ણાને સ્પર્ધા પહેલા બોલાવ્યો અને કહ્યું " કૃષ્ણા , તું માત્ર ડાન્સ પર ધ્યાન કેન્દ્રીત કર, આખું ઓરિસ્સા તારા માટે વોટ કરશે."
પટનાઈકે પોતે પ્રિન્સ ડાન્સ ગ્રુપ માટે વોટ માગવા પ્રચાર કર્યો. ઓરિસ્સાના પ્રસાર માધ્યમોએ પણ પ્રિન્સ ગ્રુપને સંપૂર્ણ સહકાર આપ્યો. છેવટે ઇંટ ના ભઠિયારામાં કામ કરતા મજૂર ડાન્સર્સ યુવકોને સૌથી વધારે મત મળ્યાં.
બધી વિષમતાઓનો સામનો કરી પ્રિન્સ ડાન્સ ગ્રુપ “ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ”ની પ્રથમ સિઝનનું વિજેતા ઘોષિત થયું.
અને ઇનામનું શું થયું? પ્રથમ ઇનામ તરીકે મળેલી મારુતિ રિટ્ઝ ગાડી કૃષ્ણાએ આપાત્કાલિન પરિસ્થિતીમાં વાપરવાના વાહન તરીકે વાપરવા અંબોપુર ગામને ભેટ ધરી દીધી. તેમણે કૃષ્ણાને સહકાર આપ્યો હતો, તેનું ધ્યાન રાખ્યું હતું, તેને પોષ્યો હતો, તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. આથી તેમના ઉપકારનો બદલો કૃષ્ણાએ આ રીતે વાળ્યો પોતાની ગાડી તેમને કોઈક રીતે મદદ રૂપ થાય એ માટે, તેમની સેવામાં ધરીને.
જીતેલી ૫૦ લાખની ધન રાશિમાંથી ૨૦ લાખ ચાલ્યા ગયા ટેક્સમાં. કૃષ્ણાએ વીસ જણના તેના ગ્રુપના દરેક સભ્યને એક એક લાખ રૂપિયા આપી દીધા.બાકી વધેલા રૂપિયામાંથી અમુક રકમ તેણે કાળકા મા ના મંદીરના જીર્ણોદ્ધાર માટે આપી જ્યાં તેમણે શરૂઆતમાં ડાન્સ પ્રેક્ટીસ કરી હતી.
કૃષ્ણા માને છે આ બધું ઇશ્વરના આશિર્વાદને કારણે જ શક્ય બન્યું. પહેલા તો તેને ઇશ્વરમાં જરા પણ શ્રદ્ધા ન હતી. પણ તેને ધીરે ધીરે ઇશ્વરનો અહેસાસ થયો. એ વિચારે છે પહેલા પોતે ક્યાં હતો અને આજે ક્યાં છે!
કૃષ્ણા અને તેનું ડાન્સ ગ્રુપ આજે પણ ઓરિસ્સામામ સ્ટાર્સ છે!
કૃષ્ણાને માન સમ્માન અને આદર મળ્યાં.એથી વધુ બીજું શું જોઇએ?
સ્પર્ધા જીત્યા બાદ વધુ કાર્યક્રમો, પર્ફોર્મ કરવા વધુ મંચ પ્રાપ્ત થયા. સોની મ્યુઝિકે તેમની સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. તેમણે પોતાના ક્લાયન્ટ પ્રિન્સ ડાન્સ ગ્રુપને પ્રમોટ કર્યું, તેમના વતી ફી નેગોશિયેટ કરી, કરાર કર્યાં અને તેમની પ્રવાસ અને રહેવા-ખાવા-પીવાની સઘળી વ્યવસ્થા સંભાળી લઈ પળોજણ થી દૂર રાખ્યાં. તેમને પણ કમિશન મળતું અને પ્રિન્સ ડાન્સ ગ્રુપને માસિક ફી મળતી. કૃષ્ણા ખુશ હતો કારણ તેઓ માત્ર પોતાના ડાન્સ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા.
વધારામાં ઓરિસ્સા સરકારે પ્રિન્સ ડાન્સ ગ્રુપ ને એક કરોડ રૂપિયા રોકડાનું ઇનામ જાહેર કર્યું અને તેમને ડાન્સ એકેડેમી સ્થાપવા ચાર એકર જમીન પણ ઇનામમાં આપી.
કૃષ્ણા ખુશ થયો કારણ કે તેના કારણે વીસ પચ્ચીસ લોકોનું જીવન સુધરી ગયું. તે માને છે આપણા ગામડાઓમાં હજી સેંકડો યુવાનો છે જેમની પાસે અપાર કૌશલ્ય છે, જેમનામાં અથાગ ક્ષમતા છે પણ તેમની પાસે પૂરતી તકો નથી. આવા યુવાનો ને રાહ બતાડવાની કૃષ્ણાની નેમ છે.
કૃષ્ણા માને છે - જો તમે વિચારી શકો તો એ શક્ય બની શકે છે.
આ હતી પ્રેમના મજૂર અને હ્રદયના રાજા એવા  કૃષ્ણા રેડ્ડી ની કહાણી.
કૃષ્ણાની યુવા ઉદ્યોગ સાહસિકો ને સલાહ :
માત્ર અને માત્ર તમારો અથાગ પરિશ્રમ તમને જીવનમાં આગળ લઈ જશે.બીજા કોઈ પર તમને જીવનની રાહ બતાડવા માટે આધાર રાખશો નહિ.
પૈસા નડતર રૂપ સાબિત થતા નથી.મહેનત કરવા વાળાને અને દિલથી કામ કરવા વાળાને સઘળું પ્રાપ્ત થાય છે.

 (સંપૂર્ણ)


(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 23, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - ૪)

પણ એ દિવસે જાણે ભગવાને કૃષ્ણાની અરજ સાંભળી લીધી.પ્રિન્સ ડાન્સ ગ્રુપ બુગીવુગીની ફાઈનલ સ્પર્ધા જીતવામાં સફળ ન રહ્યું પણ એ સ્પર્ધાના નિર્ણાયક જાવેદ જાફરી પ્રિન્સ ડાન્સ ગ્રુપના પર્ફોરમન્સથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે આ ગ્રુપને રૂ.૭૫૦૦૦/- રોકડાનું ખાસ આશ્વાસન ઇનામ જાહેર કર્યું. 
વળી બુગીવુગી જેવા પ્રખ્યાત કાર્યક્રમમાં ઝળકવાને લીધે ઘણો ફાયદો થયો. પ્રિન્સ ડાન્સ ગ્રુપ પાસે શો માટેની ઘણી અરજીઓ આવવા માંડી.તેમણે લગ્ન સમારંભોમાં, કોલેજોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મ કરવાનું શરૂ કરી દીધું.અને હવે તેમને સારા પૈસા પણ મળવા લાગ્યાં.
તેમને એક શોના દસથી બાર હજાર રૂપિયા મળવા લાગ્યા.જો કે પ્રવાસ અને ખાવાપીવાનો ખર્ચ તેમણે પોતે ઉઠાવવો પડતો એટલે તેમને ઝાઝો નફો થતો નહિ. નાનકડી એવી સફળતાનો સ્વાદ ચાખ્યા પછી પણ હજી ભાવતાલ કરવા કે મુસાફરીના ભાડાના પૈસા માગવા જેટલો વિશ્વાસ હજી કૃષ્ણાએ હાંસલ કર્યો નહોતો.ઘણાં તેને એમ પણ સંભળાવતા કે તે હજી સ્ટાર બન્યો નથી તો પછી તેને શા માટે વધુ પૈસા ચૂકવવા?આવા લોકોને હજી કૃષ્ણા યોગ્ય જવાબ આપતા શિખ્યો નહોતો.પૈસાની જોઇએ એવી છૂટ ન હોવાને લીધે પ્રિન્સ ગ્રુપે ઘણાં સારા સારા ડાન્સર્સ ગુમાવ્યાં.
કૃષ્ણા તેના ગ્રુપના છોકરાઓને માસિક પગાર આપી શકતો નહિ આથી તેમાના મોટા ભાગના કામ માટે મુંબઈ કે હૈદરાબાદ ચાલ્યા જતા અને કૃષ્ણાને નવેસરથી ડાન્સની ટેલેન્ટ ધરાવતા નવા છોકરાઓની શોધ આદરવી પડતી.
પણ મોટા ભાગની સ્ટાર્ટ અપ કંપનીઓની જેમ કૃષ્ણાએ પણ નોકરી છોડી જતાં કર્મચારીઓ ની સમસ્યાનો સામનો કર્યો અને તે આગળ ધપતો રહ્યો.
બુગી વુગી કાર્યક્રમમાં પ્રિન્સ ડાન્સ ગ્રુપ વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૦૯ ની વચ્ચે દર વર્ષે નિયમિત પરફોર્મ કરતું રહ્યું.બે વાર તેઓ રનર્સ અપ પોઝિશન સુધી પહોંચી શક્યાં. સદાયે તેઓ પોતાના શાનદાર પર્ફોર્મન્સ થી લોકોના હ્રદય જીતતા રહ્યાં.
બુગી વુગીના એક નિર્ણાયક રવિ બહેલ તો પ્રિન્સ ડાન્સ ગ્રુપથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે કૃષ્ણાને “બીજા કોઈને કહેતો નહિ” એમ કહી રહેવા માટે એક ઓરડાની વ્યવસ્થા કરી આપી.
હવે થોડી ઘણી પ્રસિદ્ધી અને સહકાર મળ્યાં હોવા છતાં પ્રિન્સ ડાન્સ ગ્રુપ હજી જોઇએ એવી સફળતા અને પૈસા પ્રાપ્ત કરી શક્યું નહોતું. મુસાફરી-ભાડું,ખાવા-પીવાનો ખર્ચ અને અન્ય પરચૂરણ ખર્ચ મળી દિવસના ૮૦-૧૦૦ રુપિયા હર વ્યક્તિ દીઠ ખર્ચાઈ જતાં જેમાં નાનકડી એવી આવક ધોવાઈ જતી.

અને પાછો તેમના ચળકાટવાળા કોસ્ચ્યુમ્સનો ખર્ચ તો ખરો જ.પણ તેમનું ગાડું ધીમે ધીમે ગબડ્યે જતું હતું.એક દિવસ સવારે કૃષ્ણાએ એક સ્પર્ધા વિશે સાંભળ્યું જે તેનું આખું જીવન પલટી નાખનાર સાબિત થવાની હતી! કલર્સ ટી.વી. નામની નવી ચેનલ પર શરૂ થયેલ કાર્યક્રમ 'ઇન્ડીયા હેઝ ગોટ ટેલેન્ટ' જેમાં ઇનામ હતું પચાસ લાખ રૂપિયા!
કૃષ્ણાને લાગ્યું આ એક ખુબ મોટી તક છે.હવે તો કંઈક કરી જ બતાવવું પડશે...પણ શું?સામાન્ય લટકા-ઝટકાથી કામ નહિ થાય.ત્યાં ઘણાં જુદા જુદા કૌશલ્ય ધરાવતાં અનેક લોકો હશે.તેણે એવું કંઈક કરવું પડશે જે બીજા બધાં કરતાં નોખું હોય.  તેણે આખી રાત બેસી વિચારો કર્યાં.જો મારે પસંદ થવું હોય,જો મારે જીતવું હોય તો આપણી સંસ્કૃતિને લગતું કંઈક કરવું પડશે,આપણાં દેશને લગતું કંઈક.
અને આખરે કૃષ્ણાએ એક તદ્દન જુદાજ પ્રકારના ડાન્સની કલ્પના કરી, જે ક્યારેય કોઇએ જોયો ન હોય. એક એવું ન્રુત્ય જેમાં માત્ર એકલ દોકલ વ્યક્તિ ડાન્સના સ્ટેપ્સ કરતી ન હોય પરંતુ આખું વ્રુંદ ભેગું મળી પોતપોતાના સ્વતંત્ર ડાન્સના સરવાળા કરતાં વધુ કંઈક સર્જે.

 (ક્રમશ:)

(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)


('ઈન્ટરનેટ પરથી')

Sunday, July 17, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - 3)

બેહરામપુરથી તેમનું ટોળું પહેલા હૈદરાબાદ ગયું અને ત્યાંથી તેમણે મુંબઈ આવવા ટ્રેન પકડી.
ત્યારે કૃષ્ણાના મનમાં એવા ભાવ ચાલી રહ્યા હતા કે આટલા વખતથી તે ડાન્સના ક્ષેત્રમાં હોવા છતાં તેને કંઈ હાંસલ થયું નથી. વખતે કંઈ પણ થાય, સ્પર્ધા તો તેણે જીતીને બતાવવી પડશે.
ગાડીમાં તેણે એક પોલીસને પૂછ્યું દાદર ક્યારે આવશે (જ્યાં તેમને ઉતરવાનું હતું)?પોલીસે જવાબ આપ્યો "સવારે વાગે.ચિંતા કરો.સૂઈ જાઓ."
પણ કૃષ્ણાને ઉંઘ આવતી નહોતી.ટ્રેન સવારે ચારેક વાગે એક આંચકા સાથે અટકી.તેણે બારી બહાર જોયું તો ટ્રેન દાદર સ્ટેશન પર હતી!
પછી તો ધમાલ મચી ગઈ અને તેમાં તેનું અડધું ટોળું સ્ટેશન પર ઉતરી શક્યું અને અડધું ટ્રેનમાં રહી ગયું. કૃષ્ણા દોડી દોડી બધાંને ટ્રેનમાંથી નીચે ઉતારી રહ્યો હતો.તેઓ ચાલુ ગાડીમાંથી સામાન નીચે ફેંકી રહ્યા હતા અને કૂદકો મારી નીચે ઉતરી રહ્યા હતાં.છેવટે તે પોતે ટ્રેનમાંથી એમ વિચારી કૂદી પડ્યો કે બધાં ઉતરી ગયા છે. પણ જ્યારે તેણે બધાં માથા ગણ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે બે જણ ગાયબ હતાં.ટ્રેને હવે ગતિ પકડી લીધી હતી.તેણે જોયું કે રહી ગયા હતા તેમાંનો એક છોકરો ટ્રેનનાં દરવાજા પાસેથી નીચે ઉતરવા પ્રયત્ન કરી રહ્યો હતો.બધાંએ બૂમો પાડી તેને નીચે ઉતરવા સૂચન કર્યું પણ તો કૂદી પડ્યો અને બૂરી રીતે ઘવાયો.
એક છોકરો હજી આગળ ઉપડી ગયેલી ટ્રેનમાં હતો. કૃષ્ણા બધાં ને તેઓ જ્યાં ઉભા હતાં ત્યાં રહેવાની સૂચના આપી દિશામાં જઈ રહેલી બીજી ટ્રેનમાં ચડી ગયો. સી.એસ.ટી. સ્ટેશને અન્ય બારેક ટ્રેનો ઉભી હતી.પણ જેમ તેમ કરી તે ટ્રેનમાં રહી ગયેલા તેના ડાન્સગ્રુપનાં  મેમ્બરને શોધી કાઢવામાં સફળ રહ્યો.
તેઓ જ્યારે દાદર પાછા આવ્યાં, તેનું આખું ડાન્સ ગ્રુપ ગાયબ હતું! અન્ય મુસાફરોને પૂછતાં ખબર પડી તેમને પોલીસ લઈ ગઈ હતી.
જુલાઈ ૨૦૦૬માં મુંબઈ લોકલ ટ્રેનમાં ઘટેલી બોમ્બ-વિસ્ફોટની દુર્ઘટનાને એક મહિનો થયો હોવાને લીધે બધાં સ્ટેશનો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો. રેલવે પોલીસે પૂછ્યું કે તેઓ ક્યાંથી આવતા હતાં અને તેમના આઈ.ડી.કાર્ડ તેમની પાસે છે કે નહિ. કૃષ્ણા પાસે કોઈ દસ્તાવેજ હતા નહિ જેથી તે પોલીસ અધિકારીઓને સંતોષકારક ઉત્તર આપી શકે.તેણે બુગી-વુગીના આયોજકોને ફોન કરવા પ્રયત્ન કર્યાં પણ સામે છેડેથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. છેવટે તેણે પોતાને ગામ બહેરામપુરમાં એક મિત્ર ને ફોન જોડ્યો અને પૂછ્યું કે શું તે મુંબઈમાં કોઈને જાણે છે જે તેમને મુસીબતમાંથી ઉગારી શકે?
મિત્રે પોતાની ઓળખાણ કામે લગાડી અને એક વ્યક્તિને પોલીસ સ્ટેશને મોકલી જેણે કૃષ્ણા ના ગ્રુપની સાચી ઓળખાણ આપી અને તેમને છોડાવ્યાં. પણ હજી મુસીબતો ક્યાં તેમનો પીછો છોડતી હતી?
જેમતેમ કરી તેઓ બુગીવુગીની ઓફિસ સુધી પહોંચી તો ગયા પણ તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નહોતી.આયોજકો દ્વારા જે હોટલ બુક કરવામાં આવી હતી તે ખુબ મોંઘી હતી -એક વ્યક્તિ દીઠ એક દિવસનું ભાડું ૫૦૦ રૂપિયા. કૃષ્ણાએ અન્ય જગાએ સસ્તી હોટલ શોધવાના પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. કૃષ્ણાએ  પહેલી વાર એક બસ્તી જોઈ. ત્યાં લોકોફૂટપાથ પર સૂતા હતાં, ફૂટપાથ પર જ ખાતા હતાં. કૃષ્ણા આ બધું જોઈ ભારે ડરી ગયો. તેને લાગ્યું આના કરતા તો પોતાનું ગામ વધુ સારું હતું જ્યાં દરેક જણ પાસે પોતાની માલિકીનું ઘર તો હતું.
તેને એક એવા ઓરડામાં લઈ જવાયો જ્યાં દોઢસો માણસો એકબીજાને અડોઅડ સૂતા હતાં.અહિં તો કેમ રહેવાય? રાતના દસ વાગ્યા સુધી કૃષ્ણા પગે ચાલીને અહિ-તહિં ભટકતો રહ્યો સારી હોટલની શોધમાં. છેવટે તેણે હાર માની લીધી.
તેને લાગ્યું હવે પછી જે ટ્રેન ફરી તેના ગામ લઈ જતી હોય તેમાં પાછા ચાલ્યા જવું.પણ જ્યારે તેણે પોતાના આ વિચાર વિશે બુગીવુગીના આયોજકોને જાણ કરી ત્યારે તેમણે કહ્યું કે માત્ર તેના કારણે બુગીવુગી કાર્યક્રમનું નામ ખરાબ થઈ જશે.શું તેને એ સારું લાગશે?
ભારે હૈયે આખરે તેણે પાંચસો રૂપિયા એક જણ ના એક દિવસના ભાડા વાળો રૂમ ભાડે રાખ્યો - આખા ડાન્સગ્રુપનું એક દિવસ નું ભાડું ૮૦૦૦ રૂપિયા! આઠ દિવસ માટે!
તેઓ પૈસા બચાવવા દિવસમાં એક જ વાર જમતા.પણ ડાન્સ અને જીતવાનાં ઝનૂનને કારણે તેમણે પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી બુગીવુગીના ફાઈનલ માં સ્થાન મેળવી લીધું.
 ફરી એક સમસ્યા ઉભી થઈ.તેમના ડાન્સ કોસ્ચ્યુમ્સ અને સી.ડી. જેના પર તેમણે ડાન્સ પ્રેક્ટીસ કરી હતી એ ધરાવતી પેટી ટ્રેનમાં રહી ગઈ હતી.
સ્પર્ધાની ફાઈનલને દિવસે સવારે કે એ બીજો એક સંગીતનો ટ્રેક તૈયાર કર્યો.કોસ્ચ્યુમની કમી પૂરી કરવા તેણે બધા ડાન્સર્સના શરીર પર સિલ્વર પેઈન્ટ ચોપડવાનું નક્કી કર્યું અને તેઓ આ નવા જ પ્રકારના વેશમાં ડાન્સ કરવા સ્ટેજ પર ગયાં.
હવે કૃષ્ણાની સ્થિતી અતિ ખરાબ હતી.તેની પાસે હોટલનું બાકી રહેલ બિલ ભરવાના કે ખાવાના પણ પૈસ બચ્યા નહોતા.
(ક્રમશ:)
(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)


('ઈન્ટરનેટ પરથી')

Tuesday, July 12, 2016

પ્રિન્સ ડાન્સ ગ્રુપની પ્રેરણાત્મક કહાણી (ભાગ - ર)

૨૦૦૫માં કૃષ્ણાનો ભેટો આખરે એક તદ્દન જુદા પ્રકારના ચોક્કસ લોકો સાથે થયો.તેણે મજદૂર અથવા દૈનિક મજૂરી કરી પેટીયું રળતા મજૂરોનું એક ગ્રુપ બનાવી તેમને ડાન્સ શિખવાનું શરૂ કર્યું.પણ કેમ્?
તે બાળપણથી સખત મજૂરી કરતા લોકોને જોતો આવ્યો હતો.તેઓ વારથી માંડી સાંજ સુધી તનતોડ મહેનત કરતાં.પણ છતાં તેઓ પોતાની મસ્તીમાં મસ્ત રહેતાં.જો તેમની ખુશી માટે કંઈક કરી શકે તો તેને પોતાને પણ ગમશે એવો વિચા તેને આવ્યો.
કૃષ્ણાએ અમ્બોપુર ગામના એક મજદૂરોના જૂથને જઈ પૂછ્યું કે શું તેઓ તેની પાસે ડાન્સ શિખશે?તેઓ તરત તૈયાર થ્ ગયાં!
રોજ રાતે અંધારૂ થયા બાદ જ્યારે તેમની દિવસ ભરની મજૂરી પૂરી થ્ જાય તે પછી તેઓ એક કાલી માતાના મંદીરમાં કૃષ્ણાને મળવા લાગ્યાં.બાજુની એક નાનકડી ઓરડીમાં કૃષ્ણા સાથે તેમણે ડાન્સ ની સાધનાને સમર્પિત વાનું શરૂ કરી દીધું.
તેઓ રાતે બે-ત્રણ વાગ્યા સુધી ડાન્સ ની પ્રેક્ટીસ કરતાં.જેવો ડાન્સ આવડે તેઓ કૃષ્ણા તેમને શિખવતો. અને યુવાનો આદર્શ વિદ્યાર્થીઓ હતાં.તેઓ કૃષ્ણાની બધી વાત સાંભળતાં.તેમને ડાન્સ અંગે કોઇ પ્રકારનું જ્ઞાન તો હતું નહિ આથી તેઓ ક્યારેય કૃષ્ણા સામે કોઇ દલીલ પણ કરતાં નહિ.
પણ  ડઝનેક યુવાનો શા માટે રાતે ઉજાગરો કરી પગ થપથપાવે ઝૂમતા ઝૂમતા? વારે તો ફરી તેમણે ઉઠી કન્સ્ટ્રક શન સાઈટ પર સખત મહેનત જ કરવાની હતી.
કારણકે કૃષ્ણા રેડ્ડી તેમનામાં ઉજ્જવળ ભવિષ્યની આશાનો સંચાર કર્યો હતો.ભવિષ્ય જે તેણે પોતાને માટે પણ કલ્પ્યું હતું જ્યારે જ્યારે તે પ્રખ્યાત ટી.વી.શો 'બુગીવુગી'ના સ્પર્ધકોને નાચતા જોતો.
શો તેનો મનપસંદ ડાન્સ શો હતો અને જોઈ જોઈને તે ડાન્સનાં ઘણાં નવા નવા સ્ટેપ્સ શીખતો અને તે એમ પણ સતત વિચારતો કે પોતે કઈ રીતે સ્પર્ધકો સાથે સ્પર્ધામાં ઉતરી તેમને હરાવશે!
કૃષ્ણા તેમને કહેતો " ડાન્સ દ્વારા તમે પણ કંઈક બની શકશો...પણ માટે મહેનત કરવી પડશે." અને તેમણે કૃષ્ણાનો વિશ્વાસ કર્યો.તેના પરિવારની જેમ , જેમણે તેને સી.ડી.પ્લેયર કે ટી.વી.પર મહત્તમ અવાજે ડાન્સ પ્રેક્ટીસ કરવાની છૂટ આપી દીધી હતી!
મારા બધાં ભાઈઓ નોકરીધંધો કરતા હતા. હું સૌથી નાનો પણ હતો આથી મારે માથે નોકરી શોધવા જવાનું ટેન્શન નહોતું. ખાલી કોઈ કોઈ વાર તેની મા તેને ટોકતી ”આ ડાન્સના વળગણથી શું વળશે? કંઈ કામ ધંધો શિખ્યો હોય તો વેળા-કવેળાએ કામ લાગે.”
પણ કૃષ્ણા ને પોતાનામાં ભરોસો હતો કે એક દિવસ ડાન્સ ક્ષેત્રે તે કાઠુ કાઢશે.અને તે પોતાનામાં રહેલી કળાને સુધારતો ચાલ્યો.અંબોપુરના છોકરાઓ સાથે તેણે અન્ય ગામોમાંથી ખોળી કાઢેલા કેટલાક કૌશલ્ય ધરાવતા યુવાનિયાઓને ડાન્સ શિખવવાનું ચાલુ રાખ્યું.
તેમને બસનું ભાડુ ચૂકવતો અથવા તેઓ પોતપોતાની સાયકલ પર આવતા. તેઓ - મહિને નાનામોટા કાર્યક્રમો પણ કરી લેતા. જેમાં પાંચસો-હજાર રૂપિયા પણ મળી રહેતા. તેમના માટે ઘણી મોટી-મહત્વની વાત હતી.
વર્ષ ૨૦૦૬માં કૃષ્ણા બુગી વુગીમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને તે નીકળી પડ્યો પોતાના ૧૬ ડાન્સ મેમ્બર્સના ટોળા સાથે કોલકાતા બુગી વુગી ઓડિશન્સ માટે. પૈસાની વ્યવસ્થા માટે તેણે પોતાનું બાઈક વેચી નાંખ્યું. દોઢ હજાર સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી પ્રિન્સ ડાન્સ ગ્રુપ નેક્સ્ટ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ ગયું! પણ જવાનું હતું મુંબઈ.
ફરી પાછું કૃષ્ણા યાત્રા માટે પૈસા જોડવા આકાશ-પાતાળ એક કરવા પડ્યા. વખતે તેણે સાથે એક યુવતિ અને તેની માતાને પણ સાથે લીધા કારણ કોઈકે તેને એમ કહ્યું કે ડાન્સગ્રુપમાં યુવતિની હાજરી જીતની શક્યતાઓ વધારી દે છે.

 (ક્રમશ:)


(રશ્મિ બન્સલ લિખિત પુસ્તક Connect The Dotsમાંથી સાભાર)

('ઈન્ટરનેટ પરથી')