Saturday, May 21, 2016

દીકરી બાપના દિલની શાતા...

ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
 તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.
 ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે.
 દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.
 ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે
 દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો વહે છે.
  દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી.
  દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી સચ્ચાઈ છે.
 દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે.
 કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસુ વહે છે.
 નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને મળે છે.


('ઈન્ટરનેટ પરથી')

જાપાની વયસ્ક દ્વારા એક અતિ મહત્વનો પાઠ

એક ભારતીય જાપાન ગયો અને તેની આદત મુજબ ત્યાં ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ તેણે પોતાના પગ સામેની ખાલી બેઠક પર મૂક્યાં.ત્યાં એક અજબ ઘટના બની.એક વયસ્ક જાપાની તેની પાસે આવ્યા અને તેના પગ ઉપાડી પોતાના ખોળામાં લઈ બેસી ગયા. ભારતીય તો ડઘાઈ ગયો.
તેણે વયસ્કને પૂછ્યું ," મહોદય,આપ પોતાની બેઠક છોડી શા માટે અહિ આવી બેસી ગયા અને રીતે મારા પગ તમે તમારા ખોળામાં લઈ લીધા?"
વયસ્કે જવાબ આપ્યો,"શ્રીમાન, તમે અમારી જાહેર સંપત્તિનો દુરૂપયોગ કરી અમારૂં અપમાન કર્યું છે. મને તમારા પર બદલ અતિ ક્રોધ આવ્યો.પણ તમે અમારા દેશમાં મહેમાન છો. આથી હું તમારૂં જાહેરમાં અપમાન કરી શકું નહિ. તમે જે બસ કે ટ્રેનમાં પ્રવાસ કરતા હોવ ત્યાં સામેની બેઠક પર પગ મૂકવા ટેવાયેલા છો. અને હું મારા દેશની જાહેર સંપત્તિનો દુરૂપયોગ થતો જોઈ શક્યો નહિ. આથી અમારી જાહેર સંપત્તિને બચાવવા અને સાથે અમારા મહેમાનને કોઈ પ્રકારની અસુવિધા થાય હેતુથી મેં તમારા પગ લઈ મારા ખોળામાં મૂકી દીધા."
ભારતીયનું માથુ શરમથી નીચું ઝૂકી ગયું અને તેણે તરત જાપાની વયસ્કની માફી માગી.
જાપાની વયસ્કે કહ્યું,"અમે અમારી સરકારી સંપત્તિને અમારી પોતાની સંપત્તિ ગણીએ છીએ કારણ જાહેર જનતાના પૈસામાંથી તો બનાવાઈ હોય છે.અમે અમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો આદર કરીએ છીએ અને તેનો દુરુપયોગ કરતા તેનું જતન કરીએ છીએજો તમે સારી આદત કેળવશો તો તમારે બીજા દેશોની મુલાકાતે જાવ ત્યારે ત્યાં અપમાનિત નહિ થવું પડે."
જાપાની વયસ્કે હળવા ચાબખા દ્વારા ભારતીયને એક અતિ મહત્વનો પાઠ શિખવી દીધો જે આપણે દરેક ભારતીયએ શિખવા જેવો છે.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, May 8, 2016

જિંદગી અને મિત્રો

જિંદગી એટલે ... એક ધૂંધળી સાંજ, મિત્રો, કપ ચા, ટેબલ... :)

જિંદગી એટલે ... ઇનોવા કાર, દોસ્ત અને એક ખુલ્લો,લાંબો પહાડી રસ્તો... :)

જિંદગી એટલે ... દોસ્તનું ઘર, હળવી વર્ષા અને ઘણી બધી વાતો... :)

જિંદગી એટલે ...સ્કૂલ-કોલેજના મિત્રો, બન્ક કરેલું લેક્ચર, કચોરી, સમોસા અને બિલ ભરવા માટે થનારો ઝગડો... :)

જિંદગી એટલે ...ફોન ઉપાડતા સાંભળવા મળતી દોસ્તની મીઠી ગાળો અને 'સોરી' કહેતા સાંભળવા મળતી વધુ એક ગાળ... :)

જિંદગી એટલે ...કેટલાક વર્ષો બાદ અચાનક કોઈક દોસ્તનો એક એસ.એમ.એસ.,ધૂંધળી પડી ગયેલી કેટલીક ભીની યાદો અને આંખોમાં આવેલા ઝળઝળીયા...

આપણે દોસ્ત બનાવીએ છીએ...
જેમાંના કેટલાક વ્હાલામાં વ્હાલા મિત્ર બની જાય છે...
કેટલાક ખાસ બની જાય છે...
કેટલાકના આપણે પ્રેમમાં પડી જઈએ છીએ...
કેટલાક વિદેશ ઉપડી જાય છે...
કેટલાક દૂરના કોઈ શહેરમાં ચાલ્યા જાય છે...
કેટલાક આપણને છોડીને ચાલ્યા જાય છે...
તો કેટલાકને આપણે છોડી દેતા હોઇએ છિએ...
કેટલાક સંપર્કમાં હોય છે...તો કેટલાક નથી હોતાં...
અને કેટલાક પોતાના અહમને લીધે આપણો સંપર્ક નથી કરતા તો કેટલાકનો સંપર્ક આપણે આપણા અહમને લીધે નથી કરતાં...
પણ તેઓ જ્યાં ક્યાંય પણ હોય, આપણે સદાયે તેમને યાદ કરીએ છીએ,તેમને પ્રેમ કરીએ છીએ અને તેમની પરવા કરીએ છીએ..કારણ તેમણે આપણી જિંદગીમાં એક મહત્વનો ભાગ ભજવ્યો છે...
ભલે તમે ભાગ્યે વાત કરતા હોવ કે ઘણાં દૂર હોવ, પણ તમારા જૂના મિત્રોને અહેસાસ કરાવો કે તમે એમને ભૂલ્યા નથી અને તમારા નવા મિત્રોને કહી દો કે તમે ક્યારેય તેમને ભૂલશો નહિ...


('ઈન્ટરનેટ પરથી')

Sunday, May 1, 2016

દીપિકા પદુકોણના પિતાએ લખેલો પ્રેરણાત્મક પત્ર

ફિલ્મકલાકારોને પણ સાચી લાગણીનો અનુભવ થતો હોય છે. હાલની ટોચની સિને-અભિનેત્રી દિપીકા પદુકોણ ૬૧મા ફિલ્મફેર સમારોહ દરમ્યાન  તેના પિતાએ લખેલો પ્રેરણાત્મક પત્ર વાંચતા વાંચતા ભાવવિભોર થઈ રડી પડી હતી. પત્ર દિપીકાના પિતા પ્રખ્યાત રમતવીર પ્રકાશ પાદુકોણે તેમની બંને પુત્રીઓ દીપિકા અને અનિષાને સંબોધીને લખ્યો હતો. તેનો ભાવાનુવાદ પ્રમાણે છે:

 વ્હાલી દીપિકા અને અનિષા,
આજે જ્યારે તમે તમારા જીવન પ્રવાસના નિર્ણયાત્મક તબક્કે ઉભા છો ત્યારે મારે તમારી સાથે મેં જીવનમાં શિખેલા કેટલાક અતિ મહત્વના પાઠ વહેંચવા છે. દાયકાઓ અગાઉ બેંગ્લોરમાં ઉછરી રહેલા એક નાનકડા બાળક એવા મેં બેડમિન્ટન સાથેની મારી યાત્રાનો આરંભ કર્યો હતો.
  દિવસોમાં સ્ટેડિયમ્સ કે કોર્ટ નહોતા જ્યાં રમતોત્સુક યુવાનો પ્રશિક્ષણ લઈ શકે.આપણા ઘર નજીક આવેલ કેનેરા-યુનિયન બેન્ક નો લગ્નનો હોલ અમારી બેડમિન્ટન કોર્ટ હતી અને ત્યાં હું રમત વિષે જેં કંઈ પણ જાણું છું તે શિખ્યો. દરરોજ અમે ધ્યાન રાખતા કે આજે હોલમાં કોઈ લગ્ન પ્રસંગ છે કે નહિ અને જે દિવસે કોઈ લગ્ન સમારંભ હોય દિવસે અમે શાળાએથી છૂટી સીધા ત્યાં બેડમિન્ટન રમવા પહોંચી જતાં અને ધરાઈ ધરાઈને અમારી પ્રિય રમત રમતાં!
 પાછું વળી જોતા સમજાય છે કે બાળપણ અને કિશોરાવસ્થાના વર્ષોમાં બનેલી સૌથી મહત્વની વાત હતી કે મેં ક્યારેય જીવનમાં કોઈ અભાવ વિષે ફરીયાદ કરી નહોતી.શટલ કોક વડે અઠવાડીયામાં રમવા મળતા થોડા કલાકોની તક બદલ મેં હંમેશા આભારવશતાની લાગણી વ્યક્ત કરી હતી. મારી કારકિર્દી અને મારા જીવનનો પાયો મેં ક્યારેય ફરીયાદ કરવા કે રોદણા રડવાની વૃત્તિના આધાર પર રચ્યો.
 અને મારી વહાલી પુત્રીઓ, મારે તમને પણ કહેવું છે કે જીવનમાં ખંત અને મહેનત,અડગતા અને તમે જે કંઈ પણ કરો તે પ્રત્યે રોમાંચ અને ચાહ નો કોઈ અન્ય વિકલ્પ નથી.જો તમે જે કંઈ પણ કરો તેને ચાહો તો બીજી બધી બાબતો ગૌણ બની જાય છે - પુરસ્કાર કે વળતર કે તમારો ચહેરો છાપા કે ટી.વી. પર જોવાથી અનુભવાતી મોટાઈની લાગણી બધું ગૌણ બની રહે છે.
હું જ્યારે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપ જીત્યો ત્યારે સમયમાં ઘણી મોટી કહી શકાય એટલી રકમનો પુરસ્કાર મને મળ્યો - ૩૦૦૦£. પણ એનાથી ભારતને બેડમિન્ટનની રમત માટે વૈશ્વિક ઓળખ અપાવવાના મારા જુસ્સા અને આનંદ જરા પણ વિચલિત થયા નહિ. દીપિકા, તેં જ્યારે અઢાર વર્ષની ઉંમરે મોડેલિંગ ક્ષેત્રે તારી કારકિર્દી ઘડવા મુંબઈ સ્થળાંતર કરી સ્થયી થવાની તારી ઇચ્છા જાહેર કરી,ત્યારે ક્ષેત્ર વિષે અમારી જાણકારી શૂન્ય હોવાથી અમને ડર લાગ્યો,લાગ્યું કે તું આવડા મોટા અજાણ્યા શહેરમાં એકલા રહેવા હજી ખૂબ નાની અને અપરિપક્વ છે.
                પણ અંતે અમે નક્કી કર્યું કે તને તારા હ્રદયને અનુસરવાની પરવાનગી આપવી. અમે વિચાર્યું અમારૂં બાળક જે સ્વપ્ન શ્વસે છે,જીવવાની અદમ્ય ખેવના રાખે છે, તેને એમ કરવા દઈશું તો ક્રૂર હશે. તું જો એમા સફળ થશે તો અમે ગૌરવ અનુભવીશું અને કદાચ તું એમા સફળ પણ થાય તો તને વસવસો તો નહિ રહે કે દિશામાં મેં કોઈ પ્રયત્ન કર્યા. દીપિકા, મેં જીવન પાસે થી શીખ્યું છે કે તમે હંમેશા સફળ થાવ એવું બનતું નથી.તમે જીવન પાસે થી જે કંઈ પણ ચાહો બધું તમને સદાયે પ્રાપ્ત થતું નથી. પ્રસંગો તમે જેમ ઇચ્છો પ્રમાણે આકાર લેતા નથી.ક્યારેક કંઈક જીતવા માટે તમારે કંઈક હારવું પણ પડે છે.જીવનની ચડતીપડતીને સહજ રીતે સ્વીકારી લઈ આગળ વધતા શીખી જવું જોઇએ. મેં મારી પ્રથમ રમત થી માંડી હું નિવૃત્ત થયો ત્યાં સુધીની મારી છેલ્લી રમત એક સરખા જોમ અને જોશ થી રમી છે. મારા જીવનના સૌથી કપરા કાળ માં પણ મેં મારી પાસે શું નથી તેનો હિસાબ માંડવા ને બદલે મારી પાસે જે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.સૌથી પ્રતિકૂળ સંજોગોને પણ શ્રેષ્ઠ અનુકૂળ સંજોગોમાં બદલી નાંખવાની મારી કાબેલિયત ને કારણે હું મારા ધ્યેયો સામે અડગ રહી શક્યો છું.
 તમને બંને ને યાદ છે હું સતત તમને ટોક્યા કરતો હતો કે માતા પિતા ના સહારા વગર આપબળે જગતમાં આગળ વધતા, ઉપર ચડતા શીખો. હું દ્રઢપણે માનું છું કે બધા   બાળકોએ પોતાના સ્વપ્નો સ્વબળે સિદ્ધ કરવા જોઇએ, માતાપિતાઓએ સંતાનોને તૈયાર ભાણે બેસવાની ટેવ પાડવી જોઇએ નહિ.મને યાદ છે દીપિકા હજુ પણ તું જ્યારે આપણાં ઘરે આવે છે ત્યારે સૂતા પહેલા પોતે તારી પથારી તૈયાર કરે છે,જમ્યા બાદ પોતે પોતાનું ભાણુ ઉપાડે છે,ટેબલ સ્વચ્છ કરે છે અને ઘરે મહેમાન આવ્યા હોય તો જરૂર પડ્યે ઘરમાં જમીન પર સૂઈ જાય છે.
 જો તને વિચાર આવતો હોય કે શા માટે અમે તને એક 'સ્ટાર' જેવી ટ્રીટમેન્ટ આપતા નથી તો એનું કારણ છે કે તું પ્રથમ અમારી દિકરી અને ત્યાર બાદ સ્ટાર છે.અત્યારે સતત તારી આસપાસ ઘૂમતા કેમેરા અને રોશની ભરી ઝાકઝમાળ એક દિવસ ગાયબ થઈ જશે અને તારી સામે હશે માત્ર વાસ્તવિક જગત.ભલે મસમોટા જગતમાં પરિવર્તન લાવવા માટે તમે ખુબ નાના અને નવા હોવ,તમારે તમારી આસપાસ હકારાત્મકતાનું એક વર્તુળ રચવાના પ્રયાસ કરતા રહેવું જોઇએ.
 તું કારકિર્દીના એક એવા ક્ષેત્ર માં છે જ્યાં પુષ્કળ પૈસાની રેલમછેલ હશે,પણ હું માનું છું પૈસાની પરવા કર્યા વગર તમે જે કંઈ પણ કરો તેમાં તમારે શ્રેષ્ઠતા હાંસલ કરવી જોઇએ. જીવનમાં જો કોઈ અગત્યની બાબતો હોય તો છે સંબંધો,પ્રમાણિકતા તેમજ તમારા માતાપિતા અને અન્ય વડીલો પ્રત્યે આદરભાવ. ભૌતિક દ્રષ્ટીએ સફળતા, સુખ અને મનની શાંતિ માટે અગત્યની હશે પણ માટેની મૂળભૂત જરૂરિયાત નથી.
 પ્રાર્થના અને થોડી શ્રદ્ધાની નવસર્જનાત્મક તાકાત કદાચ હું શબ્દોમાં વર્ણવી શકીશ નહિ. રોજ થોડો સમય તારી આંખો બંધ કરી ધ્યાન ધરજે,ઇશ્વર માં ચિત્ત પરોવજે અને તું પોતે અનુભવીશ કઈ રીતે તેની તાકાતમાં તે મૂકેલી શ્રદ્ધા તને મજબૂત બનાવશે.જ્યારે તમારી કારકિર્દી પાછળ છૂટી જાય છે ત્યારે તમારી પાસે બચે છે માત્ર પરીવાર અને તમે બનાવેલા મિત્રો.
 એવું જીવન જીવજે જે તંદુરસ્તીભર્યું હોય અને જે તને તારી વિવેકબુદ્ધિ સાથે જીવવા દે.બીજું બધું ક્ષણિક છે.અને સદાયે યાદ રાખજે અમે તો તારી સાથે,તારે પડખે હોઇશુ.
સપ્રેમ,
તમારા પિતા


('ઈન્ટરનેટ પરથી')