Sunday, May 31, 2015

વ્હેલની કૃતજ્ઞતા


ગુરુવાર, ડિસેમ્બર ૧૫, ૨૦૦૫ના દિવસે ' સાનફ્રાન્સિસ્કો ક્રોનિકલ' અખબારના પ્રથમ પાને છપાયેલ સત્ય કથા એક હમ્પબેક વ્હેલ (પીઠ પર ખૂંધ ધરાવતી વિરાટકાય) માછલીની છે. પચાસ ફૂટની વિશાળ કાયા ધરાવતી વ્હેલ કરોળિયાના જાળા જેવી કરચલા પકડવાની જાળમાં બૂરી રીતે ફસાઈ ગઈ હતી અને સેંકડો યાર્ડ લાંબા જાળના તાર તેની પૂંછડી અને પેટમાં વિંટળાઈ ગયાં હતાં તેમજ એક તાર તેના મોઢાની આરપાર પણ અતિ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ભારે વજન ધરાવતી માછલી આમ ફસાઈ જવાને લીધે તરી  કે  છટકી શકતી નહોતી. ગોલ્ડન ગેટ વિસ્તારની બહાર આવેલા ફેરેલોન ટાપુઓના પૂર્વ કિનારા પાસે આમ ફસાયેલી વ્હેલ એક માછીમારની નજરે ચડી અને તરત તેણે પર્યાવરણપ્રેમી એવા એક જૂથનો વ્હેલને બચાવવાના આશયથી સંપર્ક કર્યો. થોડા કલાકોમાં બચાવ ટુકડી ત્યાં પહોંચી ગઈ અને નિરીક્ષણ કરતા માલૂમ પડ્યું કે વ્હેલ એટલી બૂરી રીતે ફસાઈ ચૂકી હતી કે તેને બચાવવાનો એક માત્ર માર્ગ હતો દરિયામાં કૂદી જાળ કાપી, તાર દૂર કરી તેને જાળમાંથી છૂટી કરવાનો.  બચાવવા જતા વ્હેલની પૂંછડીનો એક ઝટકો બચાવવા જનારને સીધો પરમધામે પહોંચાડવા માટે પૂરતો હતો.

પણ ટુકડીએ ડર્યા વગર કલાકો સુધી જહેમત કરીને દાતરડા જેવા સાધન વડે જાળના તારો કાપી વ્હેલને મુક્ત કરી. જ્યારે તે આઝાદ થઈ ગઈ ત્યારે બચાવનાર ટુકડીના જણાવ્યા અનુસાર વ્હેલે ખુશીમાં ચક્રાકારમાં થોડી વાર સુધી તર્યા કર્યું.  પછી તે બચાવ ટુકડીના દરેક સભ્ય પાસે વારાફરતી ગઈ અને તેમના શરીરને તેણે હળવેથી પ્રેમપૂર્વક સ્પર્શ કર્યો અને આમ તેની આગવી અદામાં હળવો ધક્કો મારી તેણે દરેક બચાવનાર સભ્યનો આભાર માન્યો. તેઓ બધાં અનુભવને પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ અનુભવ ગણાવે છે. જે બચાવગીરે વ્હેલના મોઢામાંથી દોરડું કાપ્યું હતું તેણે કહ્યું કે વ્હેલની આંખો સતત તેના પર મંડાયેલી હતી, તે ફરી ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી... અનુભવ તે જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહિ.

તમે અને તમારા સર્વ સ્નેહીજનો તમને બંધનકર્તા એવી બાબતોમાંથી છોડાવનારા સાબિત થાય એવા લોકોથી ઘેરાયેલા રહો એવી શુભ કામના... તમને ઇશ્વરઆપવાનો’ અનેઆભાર પ્રગટ કરવાનો’ જેવા સદગુણ અખૂટ આપે એવી પ્રાર્થના... 

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 23, 2015

રમૂજી ઉક્તિઓ


જો તમે શર્ટનું પહેલું બટન ખોટું બિડશો તો નિ:સંદેહ બાકીના બધાં બટન પણ ખોટા બિડાશે.

- દામુભાઈ દરજી

(જરૂરી નથી બધી સારી વાતો મહાત્મા ગાંધી કે શેક્સપિયરે કહી હોય!)

%%%%%%%%%%%%%%%%%%

જો તમારા માર્ગમાં નાના નાના કાંકરા આવે તો સમજજો કે....

આગળ રોડનું કામ ચાલી રહ્યું છે!!!

- ભંવરલાલ ઠેકેદાર

%%%%%%%%%%%%%%%%%%

જિંદગી મે સિર્ફ પાના હી સબકુછ નહિ હોતા, ઉસકે સાથ નટ બોલ્ટ ભી ચાહીએ..!!!

- મહાદેવ મિસ્ત્રી

%%%%%%%%%%%%%%%%%%

તુમ મુજે ખૂન દો...

મૈ તુમ્હે બજે તક રીપોર્ટ દૂંગા...!!!

- ગુપ્તા પેથોલોજી

%%%%%%%%%%%%%%%%%%

યહાં ખુદા હૈ વહા ખુદા હૈ

આસપાસ ખુદા હી ખુદા હૈ

જહા ખુદા નહિ હૈ વહા કલ ખુદેગા!!!

- નગરપાલિકા

%%%%%%%%%%%%%%%%%%

જિસ ને જલ્દબાજીમે શાદી કી

ઉસને અપના જીવન બિગાડ લિયા

વાહ વાહ

વાહ વાહ .

.. ઔર જિસને સોચ સમજ કર કી

ઉસને કૌનસા તીર માર  લિયા??!!!

 

('ઈન્ટરનેટ પરથી')

Saturday, May 16, 2015

સુખ આપવામાં છે...


એક અતિ શ્રીમંત મહિલા મનોચિકિત્સક પાસે ગઈ અને તેણે ફરિયાદ કરી કે તેને પોતાનું જીવન સાવ ખાલી ખાલી લાગે છે,અર્થહીન લાગે છે.

મનોચિકિત્સકે પોતાને ત્યાં ઓફિસની સાફસફાઈ કરતી બાઈને બોલાવી અને શ્રીમંત મહિલાને તેનો પરિચય કરાવતા કહ્યું," કમળાબેન તમને કહી સંભળાવશે તેમને સુખ કઈ રીતે પ્રાપ્ત થયું. તેમની વાત ધ્યાનથી સાંભળજો."

કમળાબેને ઝાડુ બાજુ પર મૂકી પોતાની વાત કહેવી શરૂ કરી. "મારા પતિનું મલેરિયાને કારણે મ્રુત્યુ થયું અને પછી ત્રણ માસમાં મારા એકમાત્ર પુત્રને હું તે ગાડી નીચે કચડાઈ જતા ખોઈ બેઠી.મારૂં કોઈ નહોતું...મારી પાસે કંઈ બચ્યું નહોતું...હું કંઈ ખાઈ શકતી નહોતી, હું શાંતિથી ઉંઘી શકતી નહોતી. મારા મોઢા પરથી સ્મિત વિલાઈ ગયું હતું. એક સમયે તો મને આત્મહત્યાનો પણ વિચાર આવી ગયેલો.

પછી એક દિવસ કામેથી પાછા ફરતા એક બિલાડીનું  બચ્ચું મારી પાછળ પાછળ આવ્યું. કોણ જાણે કેમ પણ મને એની દયા આવી અને તેના પર વહાલ ઉભરાયું. બહાર ખુબ ઠંડી હતી આથી મેં તેને મારા ઘરમાં અંદર આવવા દીધું અને એક રકાબીમાં તેને થોડું દૂધ ધર્યું. તે ચપોચપ ચાટી ગયું અને રકાબી એણે પહેલા જેવી સ્વચ્છ કરી નાંખી! પછી તેણેમ્યાંઉ… મ્યાંઉ…” કર્યું અને પોતાનું શરીર તે મારા પગે ઘસવા લાગ્યું. મહિનાઓ બાદ પ્રથમ વાર મારા મોઢા પર સ્મિત રેલાયું.પછી હું થોભી અને મેં વિચાર્યું કે જો એક નાનકડા બિલાડીના બચ્ચાને મદદ કરવાથી મારા મોઢા પર સ્મિત આવી શકતું હોય તો કોઈ જરૂરિયાતમંદ માણસને મદદ કરું તો ચોક્કસ મારા હૈયાને ટાઢક મળશે,સાચું સુખ મળશે.

બીજા દિવસે મેં થોડા બિસ્કીટ બનાવ્યાં અને પાડોશમાં એક બિમાર પથારીવશ વ્રુદ્ધને તે ખવડાવ્યાં. પછી તો મને રોજે રોજ કોઈકને મદદ કરવાની જાણે ટેવ પડી ગઈ. હું રોજ કોઈને કોઈ વ્યક્તિને મદદ કરવા માંડી. તેમને સુખી જોઈ હું અનહદ રાજી થતી.આજે કદાચ મારા કરતાં વધુ સારી રીતે કોઈ જમી કે સૂઈ શકતું નહિ હોય. મને સુખ બીજાઓને તે આપીને પ્રાપ્ત થયું છે."

જ્યારે વાત પેલી શ્રીમંત સ્ત્રીએ સાંભળી તેની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા.તેની પાસે પૈસાથી ખરીદી શકાય સઘળું હતું,પણ પૈસાથી ખરીદી શકાય એવું સુખ તે ગુમાવી ચુકી હતી.

....પણ હવે તેને સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ જડી ગયો હતો!