{ તાજેતરમાં ઇન્ટરનેટ પર એક
સુંદર હિન્દી કવિતા વાંચવામાં આવી.મૂળ કર્તાની તો જાણ નથી પણ જિંદગીની સચ્ચાઈ દર્શાવતી
આ કવિતા ગુજરાતીમાં અનુવાદ કરી તમારા સૌ સાથે વહેંચવાનું મન થયું અને આજે એ ઇન્ટરનેટ
કોર્નરમાં રજૂ કરી છે. }
તુ જિંદગી જીવ
એને સમજવાની કોશિશ ન કર
સુંદર
સપનાઓનાં તાણાવાણા ગૂંથ
એમાં ઉલઝાવાની કોશિશ ન કર
વહેતા
સમય સાથે તુ પણ
વહે
એમાં સમેટાવાની કોશિશ ન કર
હાથ ફેલાવ,ખુલીને શ્વાસ
લે
અંદર જ અંદર ઘૂંટાવાની
કોશિશ ન કર
મન માં ચાલી રહેલા
યુદ્ધને વિરામ આપ
ખોટેખોટું પોતાની જાત સાથે
લડવાની કોશિશ ન કર
કેટલીક
વાતો ઇશ્વર પર છોડી
દે
સઘળું પોતે સુલઝાવવાની
કોશિશ ન કર
જે મળ્યું છે એમાં
જ ખુશ રહે
જે શાંતિ હણીલે એ
મેળવવાની કોશિશ ન કર
માર્ગની
સુંદરતાનો લુત્ફ ઉઠાવ
મંઝિલ પર જલ્દી
પહોંચવાની કોશિશ ન કર...
('ઈન્ટરનેટ પરથી')