Friday, February 27, 2015

સુવિચારો


· ભગવાનને જે 'left' (બચ્યું) છે તે ન આપો...'right' (યોગ્ય) હોય તે આપો.

· માણસનો માર્ગ 'hopeless end' (નિરાશાભર્યા અંત) તરફ દોરી જાય છે જ્યારે ભગવાનનો માર્ગ 'endless hope' (અનંત આશાવાદ) તરફ...

· જેટલા વધુ ઝૂકશો (નમ્ર બનશો) તેટલા વધુ ઉન્નત બનશો.

· જે ભગવાન સામે ઝૂકે છે તે ગમે તેના સામે ટટ્ટાર ઉભો રહી શકે છે

· જીવન રૂપી વાક્યમાં શેતાન અલ્પવિરામ હોઈ શકે પણ તેને ક્યારેય પૂર્ણ વિરામ બનવા દેશો નહિ

· જ્યાં ભગવાન પૂર્ણવિરામ મૂકે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશો નહિ

· તમારો ચહેરો ચિંતાઓને કારણે કરચલીઓથી ભરાઈ ગયો છે તો તેની સારવાર માટે મંદિર જાવ.

· પ્રાર્થના કરતી વેળાએ ભગવાનને સૂચનાઓ આપશો નહિ,માત્ર તમારી ફરજ પર હાજર થતા હોવ તેમ ત્યાં હાજર થાવ

· રામ નામનાં સ્મરણ માટે ચાર ખભે ચઢી પરમધામે જવાની રાહ જોશો નહિ

· આપણે ભગવાનનો સંદેશ બદલવાનો હોતો નથી,ભગવાનનો સંદેશ આપણને બદલી નાંખે છે.

· મંદિર પ્રાર્થનાનુકૂલિત હોય છે (જેમ ગરમીમા ઠંડક આપનાર ઘર વાતાનુકૂલિત હોય છે)

· જ્યારે ભગવાન કસોટી કરે છે ત્યારે તે જ એમાંથી પાર પણ ઉતારે છે.

· પૂર્વ આયોજન કરતા શિખો...

· મોટા ભાગના લોકોને ભગવાનની સેવા કરવી હોય છે,પણ સલાહકાર તરીકે.

· તમારામાં સચ્ચાઈનો ક્ષય થઈ રહ્યો છે? તમારો ધર્મગ્રંથ વાંચવા માંડો.

· રોજ કસરત કરો...ભગવાન સાથે ચાલો.

· શેતાનને કદાપિ તમારી સાથે સવારી કરવાની પરવાનગી આપશો નહિ, તે તમારા પર હાવી થઈ જઈ તમને હંકારવા માંડશે.

· સત્યને ખેંચ્યા કરશો તો તેનો નાશ થશે.

· દયા કે કરુણા આપી દેવા સહેલાં નથી કારણ તે ફરી તમારી પાસે જ પાછા ફર્યા કરે છે.

· જે તમને ક્રોધાયમાન કરે છે તે તમારૂં નિયંત્રણ કરે છે.

· ચિંતા એવો અંધારીયો ઓરડો છે જ્યાં નેગેટીવ્સ ડેવલપ થઈ શકે છે

· શેતાનને તસુભાર જેટલી પણ જગા આપશો તો તે તમારો શાસક બની જશે

('ઈન્ટરનેટ પરથી')

Friday, February 20, 2015

એક પ્રેમકહાની


રજનીના લગ્ન સુહાસ સાથે થયા. લગ્ન બાદ રજનીની માતાએ તેને એક નવા બચત ખાતાની પાસ બુક આપી જે તેમણે રજની અને સુહાસના સંયુક્ત નામે ખોલાવ્યું હતું અને તેમાં રૂપિયા એક હજાર જમા કર્યાં હતાં.

તેમણે કહ્યું : "રજની, પાસ બુક લે.તેને તારા લગ્નજીવનની નોંધપોથીની જેમ સાચવજે. જ્યારે તારા નવા જીવનમાં કોઈક સુખદ અને યાદગાર એવી ઘટના બને ત્યારે ખાતામાં થોડા રૂપિયા જમા કરાવી તેની વિગત યાદીમાં લખાવજે. જેટલી ઘટના વધુ સારી હોય એટલા વધુ રૂપિયા તું ખાતામાં જમા કરાવજે. મેં ખાતામાં પહેલી રકમ તારા લગ્ન થયાં એવી નોંધ સાથે જમા કરાવી છે હવે આગળ તારે અને સુહાસે ખાતું સંભાળવાનું છે. વર્ષો બાદ ક્યારેક પાસબુક જોશે ત્યારે તને ખ્યાલ આવશે તે કેટલું સુખદ જીવન જીવ્યું છે અને કેટલી સુખદ અવિસ્મરણીય પળો માણી છે!"

રજનીએ નવા ઘરે આવ્યા બાદ ખાતાની વાત સુહાસને કરી. બંનેને ખાતાની યુક્તિ ઘણી સારી અને નવલ લાગી.તેઓ બંને હવે પછીની રકમનો હપ્તો ક્યારે જમા કરી શકાય ઘડીની આતૂરતા પૂર્વક રાહ જોવા માંડ્યા.

થોડા મહિનાઓ બાદ પાસબુકમાણ કંઈક પ્રમાણેની નોંધો પ્રવેશ પામી.

૧૪ ફેબ્રુ. : રૂ.૧૦૦૦,    રજની અને સુહાસનાં શુભ લગ્ન

૨૭ ફેબ્રુ. : રૂ.૫૦૦,        લગ્ન બાદ સુહાસના પ્રથમ જન્મદિવસની ઉજવણી

માર્ચ : રૂ.૧૦૦૦,           રજનીનો પગાર વધ્યો

૨૦ માર્ચ : રૂ.૨૦૦૦,         અમારો પહેલો સહ-વિદેશ પ્રવાસ - લક્ષદ્વીપ

૧૫ એપ્રિલ : રૂ. ૧૦૦૦૦,  રજની પ્રેગનન્ટ થઈ!

જૂન : રૂ. ૧૦૦૦,           સુહાસને પ્રમોશન મળ્યું

---

---

વગેરે વગેરે

પણ પછી તો સમય વહેતો ચાલ્યો તેમ તેમનાં લાગણીના પ્રવાહમાં ઓટ આવતી ગઈ અને તેઓ નાની નાની વાતોમાં ઝઘડવા માંડ્યા.તેમની વચ્ચે શબ્દોની આપલે ઓછી થવા માંડી.એક સમય તો એવો આવ્યો જ્યારે તેમને એકબીજા માટે લાગ્યું કે તેઓ જગતના સૌથી ખોટા પાત્ર સાથે પરણવાની ભૂલ કરી બેઠા. તેમની વચ્ચેના પ્રેમનું સ્થાન પસ્તાવાએ લઈ લીધું.

છેવટે એક દિવસ રજનીએ તેની માતાને કહ્યું:"મમ્મી હવે મારાથી સહન નથી થતું.અમે સહમતિથી છૂટા પડવાનું નક્કી કર્યું છે.મને સમજાતું નથી મેં સુહાસ જેવી વ્યક્તિ સાથે કઈ રીતે અને શા માટે લગ્ન કર્યાં?"

તેની મમ્મીએ કહ્યું:"તારી ખુશીમાં અમારી ખુશી છે બેટા. જો તારાથી વધુ સહન થતું હોય તો તારો છૂટા પડવાનો નિર્ણય પણ અમે વધાવી લઈશું. પણ તારે પહેલા એક કામ કરવાનું છે. તને મેં તારા લગ્ન સમયે પેલું ખાતુ ખોલાવી આપેલું યાદ છે? ખાતામાંથી બધાં રૂપિયા ઉપાડી લે અને તે વાપરી નાંખ. તારે તારા નિષ્ફળ લગ્નજીવનની એક પણ સ્મૃતિ બાકી રાખવી જોઇએ નહિ."

રજનીને થયું મમ્મીની વાત સાવ સાચી છે.તેણે તે ખાતુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો.તે બેન્કમાં ગઈ. પૈસા ઉપાડવા માટેની લાંબી કતારમાં ઉભી ઉભી  સમય પસાર કરવા તે પોતાની પાસબુકની નોંધો વાંચવા માંડી. તે એક પછી એક નોંધ વાંચતી ગઈ અને ભૂતકાળની મીઠી મધુરી સ્મૃતિઓ તેની આંખ સામે ફિલ્મ ના દ્રષ્યની જેમ તાજી થવા માંડી. તેનું મન અનેરી પ્રસન્નતાથી છવાઈ ગયું. તેની આંખના ખૂણા હર્ષાશ્રુથી ભીના બન્યાં.તે કતારમાં ઉભી રહી શકી અને દોડીને ઘેર આવી ગઈ.તેણે ઘરે આવી પાસબુક સુહાસને આપી અને તેણે છૂટાછેડા પહેલાં ખાતાની બધી રકમ તેને વાપરી નાંખવાની સૂચના આપી.

બીજા દિવસે સુહાસે રજનીને તે પાસબુક પાછી આપી.તેણે જોયું તો એમાં પાંચ હજાર રૂપિયાની નવી એન્ટ્રી હતી જેની સામે નોંધમાં લખ્યું હતું : દિવસ જ્યારે મને સમજાયું કે બધાં વિતેલા વર્ષોમાં આપણે કેટલો પ્રેમ એક બીજાને કર્યો હતો અને એક બીજાના જીવનમાં કેટલી ખુશી આણી હતી.

તેઓ એકબીજાને ભેટી પડ્યાં. બંને ની આંખોમાં અશ્રુઓ હતાં. ફરી તેમણે પાસબુક સાચવીને સલામત જગાએ મૂકી દીધી. ખબર છે છેવટે ખાતામાં કેટલી રકમ જમા થઈ હતી? જાણવું અગત્યનું નથી,અગત્યનું છે કે ખાતા અને તેની પાસબુકની નોંધોએ તેમની વચ્ચે પ્રેમ ફરી જીવિત કરી દીધો હતો અને પછી વર્ષો સુધી પ્રેમ અને સુખપૂર્વક એકમેક સાથે રહ્યાં.

જ્યારે તમે પડી જાવ છે ત્યારે જગાએ જુઓ જ્યાં તમે પડ્યા પણ જ્યાંથી તમારા પડવાની શરૂઆત થઈ હતી ધ્યાનમાં લો. જીવનમાં થયેલી ભૂલો સુધારી શકાય છે. પ્રેમમાં ફરી પડી શકાય છે


('ઈન્ટરનેટ પરથી')

Saturday, February 7, 2015

એવા Maths નાં Teacher ની જરૂરત છે ...


Maths નાં Teacher ની જરૂરત છે ...
➕➖✖➗
સંપત્તિનો ગુણાકાર કરવામાં આપણને સફળતા તો મળી પણ સફળતા મેળવવા જતાં જીવનમાંથી ગુણોનો ભાગાકાર થઇ ગયો ખબર પડી...!

જીવનમાં રહેલ અગવડોની બાદબાકી કરવામાં સફળતા તો મળી પણ  સફળતાએ આપણા મનમાં નિઃસત્વતાનો જે ઝડપથી સરવાળો કરી દીધો એનો આપણને ખ્યાલ પણ આવ્યો.

એવા Maths નાં Teacher ની જરૂરત છે કે જે આપણને
સદ્ ગુણોનો ગુણાકાર,
દુશ્મનાવટ વ્રુતિનો ભાગાકાર,
શ્રધ્ધાનો સરવાળો,અને
દોષોની બાદબાકી કરતાં રહેવાનું શીખવાડી દે.
પગાર મોં માંગ્યો...!

('ઈન્ટરનેટ પરથી')