Saturday, January 25, 2014

ઈન્ટરનેટ દેવ


[આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાચકમિત્ર નિરંજન મહેતાએ ઇમેલ દ્વારા મોકલાવેલ કટાક્ષિકા રજૂ કરી છે.]
ઈન્ટરનેટ દેવ, જય હો! જય હો! જય હો!

આપ ભલે પ્રાચીન દેવ હો. ભલે આપનું સ્થાન ચોર્યાશી કોટી દેવોમાં હોય પણ થોડા સમયમાં આપે લોકોમાં જે સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે જોઈ આપનો સેવક આપને કોટી કોટી વંદન કરે છે.
બીજા બધા દેવોનું સામ્રાજય અમુક વિસ્તાર સુધી સિમિત છે. જેમ કે તિરૂપતિ ભગવાન દક્ષિણમાં બીરાજે છે તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી કિસન મહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.
તો ભારત દેશની વાત થઈ. પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કંઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લીમ દેશોમાં ઈસ્લામ ધર્મ તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખિ્રસ્તી ધર્મનો પ્રભાવ. વળી રશિયા તો કોઈ ભગવાનમાં માને. કોઈ પણનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતાં, જયારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસિમિત છે. આપ તો સર્વવ્યાપિ છો. જયાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપનુ હોવું અનિવાર્ય છે. થોડું ઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવા તેઓ ઉત્સુક હોય છે અને તક મળતાં પોતે તો ભક્ત બને છે પણ સાથે સાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો માટે સહેલું નથી.
આપે થોડા સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઈને આપને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.
અન્ય દેવી દેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતાં વધુ અને ઠેર ઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બીરાજો છો પણ જયાં જયાં સાઈબર કાફે નામની જગ્યા છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતા તેઓ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી.
પુરાતન કાળમાં અસુરો ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતાં. અર્વાચીન કાળમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેર ઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને છેતરીને તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય છે પણ પેલી કહેવત છે ને કે જયાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે. આવા લોકોની સંખ્યા ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂંટવા નહી પણ અન્ય કુકર્મો માટે પણ આપનો ગેર ઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી પણ આપ લાઈલાજ છો આવાઓને આમ કરતાં અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાત દિવસ આવા કુકર્મીઓને સફળ થતાં અટકાવી શકે. પણ હજી તેમાં પૂરેપૂરી સફળતા નથી મળી. પણ મને ખાત્રી છે કે એક દિવસ એવો આવશે જયારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો દુનિયામાં નહી હોય.
પણ આપના ભક્તો જયારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજી રાજી થઈ જાઉં છું, ખાસ કરીને જયારે શિક્ષણનો પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે. વળી સંદેશાની આપલે આપના માધ્યમથી થાય છે અને તેને કારણે સમયનો જે બચાવ થાય છે તેનાથી આનંદિત થયા વગર રહી નથી શકતો. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને યોગ્ય રીતે વાપરે છે તેવા ભક્તો સરાહનીય છે.
પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહયો છે તેની શું વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઈ રહયો છે અને હજી વધુને વધુ બચાવ થશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં સમજદાર ભક્તો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપતા રહે છે.
આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે છતાં તે ક્યાં પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે હોત તો જનતાની શું હાલત થઈ હોત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!
હવે તો નાના ભૂલકાં પણ નાની ઉમ્મરે આપના ભક્ત બની જાય છે અને કેવળ આપના થકી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે પણ સાથે સાથે આનંદ પ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત વર્જયતે તે આમને પણ લાગુ પડે છે અને તેને કારણે આપની વધુ પડતી સેવા તેમના માબાપો માટે માથાનો દુખાવો બની રહે છે જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.
આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલા લાભ મળે છે. પૈસાની લેવડ દેવડ, શોખની ચીજો તેમ ઘરની જરૂરિયાતની ચીજોને ઘેર બેઠાં મેળવવી હવે રોજિંદુ થઈ ગયું છે અને આને કારણે રાત દિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે. આમાં બનાવટ કરવાવાળા અસુરો તો હોય છે પણ તે હાલમાં અનિવાર્ય છે.
આપના ગુણગાન ગાઉ એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણે ખૂણે વસતાં સ્વજનો અને મિત્રોનો ઘડીના છઠ્ઠા ભાગમાં સંપર્ક કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી એવાય તમારા ભક્તો છે જે રાત દિવસ તમારી સેવા કરી તેમના ખોવાયેલા સ્વજનોને મેળવી શકે છે. વાહ દેવા, આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ ગુણગાન કરતાં આપને ફરી એકવાર દંડવત કરતાં હું મારી જાતને રોકી નથી શકતો.
જય હો! જય હો! જય હો!

('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 18, 2014

સુખ અને દુઃખ (ભાગ - ૨)


સુખ શેમાં છે અને દુઃખ શેમાં છે એની સમજ હોય તો જિંદગીને આપણે જેટલી ભારેખમ સમજતા હોઈએ છીએ એટલી હોતી નથી. દુઃખ એક કલ્પના છે, એને તમે જેટલું મોટું માનશો એટલું લાગશે. હકીકતે દુઃખ જેવડું લાગતું હોય છે એવડું મોટું હોતું નથી. આપણે તેને ગ્લોરીફાય કરતાં રહીએ છીએ. દુઃખને હાવી થવા દેવું હોય તો એના વિશે બહુ વિચાર કરો. દુઃખને આપણે બિહામણું બનાવી દેતા હોઈએ છીએ અને પછી એનાથી ડરતાં રહીએ છીએ. નાની નાની વાતમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. દુઃખમાં એવા ઘેરાઈ જઈએ છીએ કે સુખનો અહેસાસ થતો નથી.

એક પતિ-પત્ની હતાં. બંને એક દિવસ એક કાર્યક્રમમાં જતાં હતાં. બંને ખુશ હતાં કે કાર્યક્રમ એન્જોય કરીશું. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જસ્ટ ફોર ફન. બંનેએ એક સ્પર્ધામાં ભાગ લીધો. થયું એવું કે બંને વિજેતા થયાં. દસઊહજાર રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું . પતિએ અનેક કલ્પનાઓ કરી લીધી કે દસહજારમાંથી હું આમ કરીશ અને તેમ કરીશ. કાર્યક્રમ પૂરો થયો અને બંને ઘરે ગયાં.

ઘરે જઈને જોયું તો પતિનું પાકીટ ગુમ હતું. કોઈએ પાકીટ મારી લીધું હતું અથવા તો ક્યાંક પડી ગયું હતું. બહુ મહેનત કરી તો પણ પાકીટ મળ્યું નહીં. પતિને રાતે ઊંઘ આવતી હતી. ઇનામના દસહજાર રૂપિયા ચાલ્યા ગયા. પત્નીએ કહ્યું કે ભૂલી જાવ, જે થવાનું હતું થઈ ગયું. પતિની ઓછી થતી હતી. તેણે કહ્યું કે મેં તો કેટલાંયે વિચાર કરી લીધા હતા. પત્નીએ પછી કહ્યું કે આપણી તકલીફ હોય છે કે આપણે બહુ બધા વિચાર કરી લઈએ છીએ. હજુ ચાર કલાક આપણી પાસે જે હતું નહીં એનું દુઃખ હવે આપણને નડે છે. કાર્યક્રમમાં જતાં પહેલાં આપણે ખુશ હતાં. ઈનામ મળ્યું. ખોવાઈ ગયું અને દુઃખી થઈ ગયાં. જે હતું નહીં એનું દુઃખ શા માટે ? એવું માનો કે આપણે ઈનામ જીત્યા નથી. પતિએ કહ્યું કે તારી વાત તો સાચી છે. ચલો છોડો. ફરગેટ ઇટ. સૂવાની કોશિશ કરતાં હતાં ત્યાં મોબાઈલ રણક્યો. અજાણ્યા માણસે કહ્યું કે તમારું પાકીટ મને મળ્યું છે. તમારા કાર્ડ પરથી તમને ફોન કર્યો. કાલે તમારું પાકીટ તમને મળી જશે. પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે કાશ, સુખ અને દુઃખની તારા જેટલી સમજ મને હોત.

તમે વિચારો કે કઈ વાત તમને દુઃખી કરે છે? વાત તમે જેટલા દુઃખી થાવ છો એટલા દુઃખી થવા જેવી છે ખરી? ના, નથી હોતી. આપણે મોટી માની લેતા હોઈએ છીએ. આપણે બહુ ઓછી વાતને સરળતાથી અને સહજતાથી લેતા હોઈએ છીએ. મોટા ભાગે તો આપણે કોઈના વર્તનને આપણા પર હાવી થવા દઈએ છીએ. જેનાથી છુટકારો જોઈતો હોય એનાથી છુટકારો મળી જાય પછી પણ આપણે વિચારોથી એને છોડતાં નથી. આપણે બધાને પરમેનન્ટ માની લઈએ છીએ. સંબંધને પણ અને સુખને પણ. કંઈ પરમેનન્ટ નથી. સુખ, દુઃખ, સંબંધ કે સ્થિરતા. બધું બદલાતું રહેવાનું છે. વેદના પણ થવાની છે. અમુક હદ પછી દરેક વેદના ખંખેરવી પડતી હોય છે. દુઃખને તમે જેટલું ઘૂંટશો એટલી તેને ભૂંસાતા વાર લાગશે. દોષ કોઈનો હોતો નથી. તો કોઈ વ્યક્તિનો, તો સમયનો કે તો નસીબનો. દોષ વિચારોનો હોય છે, દોષ માનસિકતાનો હોય છે, દોષ દુઃખને પંપાળ્યે રાખવાનો હોય છે. જે છે છે, જે નથી નથી, જે છે એને આપણે બદલી શકીએ એમ હોઈએ ત્યારે જે છે એને સ્વીકારી લેવામાં સુખ છે. આપણે બસ હાથે કરીને દુઃખી થવાની વૃત્તિ છોડવાની હોય છે.


છેલ્લો સીન :
રો રો કે મૌત માંગનેવાલોં કો જીના નહીં સકા તો મરના ક્યા આયે?

 -ફિરાખ ગોરખપુરી
 

(સંપૂર્ણ) 

('ઈન્ટરનેટ પરથી')