Saturday, October 18, 2014

દિવાળીનો શુભ સંદેશ


જો તમે દીવો પ્રગટાવશો તો તેની જ્યોત સદાયે ઉપર તરફ જશે. પાણી ભલે નીચે તરફ વહે પણ પ્રકાશ હંમેશા ઉપરની દિશામાં ગતિ કરે છે. આથી પ્રકાશ કે જ્યોત આધ્યાત્મિક માર્ગનો નિર્દેશ કરે છે જેને આપણે બ્રહ્મ માર્ગ કહીએ છીએ. ઉર્ધ્વ દિશા દિવ્ય માર્ગે લઈ જાય છે. માણસે સદાયે ઉર્ધ્વ દિશામાં આગળ વધી નરમાંથી નારાયણ બનવાનું હોય છે, પરમાત્મામાં એકાકાર થવાનું હોય છે. આત્મામાંથી પરમાત્મા બનવા તેણે ઉપરની દિશામાં ગતિ કરવી પડે છે - સદાયે ઉપર તરફ ગતિ કરતા પ્રકાશનો સંદેશ છે, દિવાળીનો સંદેશ છે.

- શ્રી સત્ય સાઈ બાબા

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  * 

પ્રેમ અને સમર્પણના દિવા તમારા હ્રદયમાં પ્રકાશમાન થાય...

 
સમજણનો પ્રકાશ તમારા મનને અજવાળે...


સુસંવાદિતાથી તમારૂં ઘર ઝળહળે...


તમારા હાથોમાંથી સેવાના તેજોમય કિરણો સદાયે પ્રકાશિત થયા કરે...


તમારૂં સ્મિત,તમારાં શબ્દો અને તમારાં કર્મો પર્વની મીઠાઈ જેટલા મીઠાં બની રહે...


મા મહાલક્ષ્મી તમારા જીવનમાં સુખ,શાંતિ,સારૂં સ્વાસ્થ્ય અને પ્રેમ લઈ આવી એવી દિવાળીની શુભેચ્છા...


('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 11, 2014

પરીવાર એટલે…


"પરીવાર" એટલે શું ?

 

જેમાં બંધારણ હોય પણ વ્યવસ્થા હોય...

 

સૂચન હોય પણ સમજણ હોય...

 

કાયદો હોય પણ અનુશાસન હોય...

 

ભય હોય પણ ભરોસો હોય

 

શોષણ હોય પણ પોષણ હોય

 

આગ્રહ હોય પણ આદર હોય

 

સંપર્ક નહિ પણ સંબંધ હોય

 

અર્પણ નહિ પણ સમર્પણ હોય

 

"સાચો પરિવાર"

 

('ઈન્ટરનેટ પરથી')

Monday, October 6, 2014

તમારી નબળાઈને જ તમારી તાકાત બનાવો


ભયંકર અકસ્માતમાં પોતાનો ડાબો હાથ ગુમાવી બેસેલા એક દસ વર્ષના બહાદુર બાળકે એક હાથ હોવા છતાં જુડો શિખવાનું નક્કી કર્યું. બાળકે એક વયસ્ક જાપાનીસ જુડો માસ્ટરને પોતાના ગુરૂ બનાવ્યા.બાળક શારીરિક મર્યાદા છતાં સારી રીતે જુડો શિખી રહ્યો હતો.પણ ત્રણ મહિના બાદ ગુરૂએ તેને હજી એક દાવ શિખવાડ્યો હતો પાછળનું કારણ તેને સમજાતું નહોતું. છેવટે તેનાથી રહેવાતા તેણે ગુરૂને પૂછી નાંખ્યું 'સેન્સેઈ, શું મારે હજી વધુ નવા દાવ શિખવા જોઇએ?' સેન્સેઈએ કહ્યું,'તુ ભલે એક દાવ જાણતો હોય પણ એક દાવ તારે શિખવાની જરૂર છે.' બાળકને ગુરૂનો જવાબ સમજાયો નહિ પણ તેમનામાં પૂર્ણ શ્રદ્ધા હોવાથી તેણે એક દાવ પર ધ્યાન કેન્દ્રીત કરી જુડો શિખવાનું ચાલુ રાખ્યું.

થોડા મહિનાઓ બાદ સેન્સેઈ પોતાના નાનકડા શિષ્યને તેની પહેલી ટૂર્નામેન્ટમાં લઈ ગયા.બાળક પોતે આશ્ચર્ય ચકિત થઈ ગયો પોતાની પ્રથમ બંને મેચો સહેલાઈથી જીતી જઈને, પણ ત્રીજી મેચ થોડી કપરી હતી. રસાકસી ભરી મેચમાં થોડા સમય બાદ હરીફે ધીરજ ગુમાવી દીધી અને તે સીધો બાળક પર જાણે ધસી ગયો.પરંતુ પોતાને આવડતા એક માત્ર દાવ ના આધારે આખરે બાળક ત્રીજી મેચ પણ જીતી ગયો અને ફાઈનલમાં પહોંચી ગયો. તેને પોતાની સફળતા અને કુશળતા પર હજી વિશ્વાસ બેસતો નહોતો.

વખતે હરીફ મોટો,વધુ શક્તિશાળી અને અનુભવી હતો અને બાળક તેનો સામનો કઈ રીતે કરશે પ્રશ્ન સૌના મનમાં ડોકાતો હતો. એક સમયે તો રેફરીએ પણ ક્યાંક બાળક વધુ જખમી થઈ જાય ડરથી ટાઈમ-આઉટ જાહેર કરી દીધું અને તે મેચ પૂરી થયાની ઘોષણા કરવાની તૈયારીમાં હતો ત્યાં સેન્સેઈએ તેમ કરવાની સૂચના આપતા મેચ ચાલુ રાખવા જણાવ્યું.

જ્યારે મેચ ફરી શરૂ થઈ હરીફે એક મોટી ભૂલ કરી. તેણે પોતાના ગાર્ડ ઉતારી નાંખ્યા. તરત બાળકે પોતાને આવડતા એક માત્ર દાવથી તેને ભીંસમાં મૂકી દીધો. બાળક ફાઈનલમાં પણ જીત મેળવી આખી ટૂર્નામેન્ટનો વિજેતા બનવા પામ્યો. ખરેખરો 'ચેમ્પિયન' સાબિત થયો.

પાછા ફરતી વેળાએ બાળક અને સેન્સેઇ દરેક મેચના બધા દાવોની સમીક્ષા કરી. બાળકે છેવટે પોતાના મનમાં ઘણા સમયથી ઘૂમરાઈ રહેલી વાત પૂછી નાંખી,'સેન્સેઇ, માત્ર એક દાવ ના આધારે હું આખી ટૂર્નામેન્ટ જીતી ગયો વાતનું રહસ્ય શું છે?'

સેન્સેઇ જવાબ આપ્યો,'તુ બે કારણોસર જીતી ગયો.એક કે આખા જુડોનો સૌથી અઘરામાં અઘરો દાવ તે માત્ર શિખ્યો નહિ પણ તેમાં તે સર્વશ્રેષ્ઠ કુશળતા હાંસલ કરી. અને બીજું દાવ નો સામનો કરવાની એક માત્ર તરકીબ કોઈ પણ હરીફ અજમાવી શકે તારો ડાબો હાથ ઝાલીને.'

આમ ડાબો હાથ હોવાની નબળાઈ બાળકની સૌથી મોટી તાકાત બની રહી.

('ઈન્ટરનેટ પરથી')