Saturday, August 23, 2014

બા સાવ એકલાં જીવે...


બા એકલાં જીવે

બા સાવ એકલાં જીવે 

એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું

રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું

દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં

ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા

સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે

ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે

સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ

કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ

સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં

બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં

સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘી રેડે

બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે

ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે


કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ

નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ

ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે

ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે

શબરીજીને ફળી ગયાં બોર અને નામ

બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ

જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે


('ઈન્ટરનેટ પરથી')

Tuesday, August 19, 2014

બે વરૂઓ


એક સાંજે ઘરડા દાદીમા પોતાના પૌત્રને જીવન વિષે અગત્યનો પાઠ અતિ સરળ રીતે સમજાવતા સમજાવતા કહી રહ્યા હતા કે કઈ રીતે આપણાં સૌમાં એક આંતરવિગ્રહ ચાલતો હોય છે.

દાદી બોલ્યા,"બેટા, યુદ્ધ આપણી અંદર રહેલા બે વરૂઓ વચ્ચે સતત ચાલતું હોય છે."

"એક છે - શેતાની વરૂ - ક્રોધ, અદેખાઈ, વેરઝેર, દુ:, પસ્તાવો, લોભ, ઉદ્ધતાઈ, પોતાના પર દયાની લાગણી, અપરાધ ભાવ, લઘુતાગ્રંથિ, અસત્ય, મિથ્યાભિમાન, ગુરુતાગ્રંથિ અને અહમ બધી નકારાત્મક વૃત્તિઓ રૂપી વરૂ."

"બીજું વરૂ છે - સારૂ વરૂ - જે આનંદ, શાંતિ, પ્રેમ, આશા, સૌહાર્દ, માનવતા, ઉદારતા, પરોપકાર, સ્નેહમાયા, સહિષ્ણુતા, દયા, સત્ય, કરુણા અને શ્રદ્ધા રૂપી વરૂ છે."

પૌત્રે બે ઘડી વિચાર કર્યો અને ત્યાર બાદ પૂછ્યું ," બેમાંથી કયા વરૂની જીત થાય છે?"

દાદીમાએ સરળતા પૂર્વક જવાબ આપ્યો ," જે વરૂને તમે પોષો છો,ઉત્તેજન આપો છો તે વરૂ જીતે છે."


('ઈન્ટરનેટ પરથી')

Sunday, August 10, 2014

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - ર)


શ્રીરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે.
[11] ટૂંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે જોશો કે તમારું મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. કાં તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અંગે ક્રોધિત યા ઉદાસ હશે, કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ નથી કે ભવિષ્ય માટે આયોજન કરવું. ટૂંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ બંનેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઈ જશે.

[12] પ્રાર્થના એક મહત્વનું શસ્ત્ર છે : જિંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતિમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખૂબ આભારવશ થઈ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશાં યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો રહેશે અને હંમેશાં સારા માટે હશે.

[13] જરૂર પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ પર પડદો પડે છે ત્યારે દુઃખ આવે છે. અને વિવેકબુદ્ધિ શું છે ? જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે જાણવું વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરૂર લાગે ત્યારે કરવાની હિંમત દાખવો.

[14] તમારી મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે જ્યારે નારાજ હો છો કે લાચાર હો છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને કહો કે હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઈ જશો.

[15] તમારા મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં ભૂલો બધાથી થતી હોય છે. ભૂલો બતાવવાની ભૂલ કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે ભૂલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.

[16] સંપૂર્ણતાનો આગ્રહ રાખો : દુનિયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ હોઈ શકે. ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઈક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. સ્વાભાવિક છે. કમનસીબે આપણા મનને સંપૂર્ણતા પકડીને બેસી જવાની ટેવ હોય છે. અને પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.

[17] આપણે મશીન બનીએ : આપણે ઘણી વાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઈ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છૂટ હોવી જોઈએ.

[18] રમૂજવૃત્તિ કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય છે. રમતિયાળપણાને જીવંત રાખો. રમૂજ આકરી સ્થિતિને હળવી બનાવી દે છે. રમૂજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઊતરે છે. રમૂજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી દુનિયામાં રમૂજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ. તેનો અતિરેક થાય તો ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે છે.

[19] ભૂલ થવાનો ડર રાખો : ભૂલ થઈ ગઈ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હો ત્યારે થાય છે. જે કોઈ ભૂલ થઈ માટે પોતાની જાતને પાપી ગણો, કેમ કે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુદ્ધ છો. ભૂલો કરવાનો ડર રાખો. પણ હા, એક ને એક ભૂલ ફરી કરો.

[20] તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઈની સામે પૂર્વગ્રહ રાખો. સાથે , તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં રહો. પૂર્વગ્રહને અતિક્રમીને તમે સહજ બની શકશો અને તમારી જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.

[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે નહીં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ છે. જ્યારે અવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.

[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની પ્રવૃત્તિ મિકેનિકલ હોવી જોઈએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.

[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.

[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ દુનિયામાં કશુંક અદ્દભુત અને અનોખું કરવા આવ્યા છીએ. તકને સરકી જવા દેતા. મોટાં સપનાં જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.

[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો, ભૂલવા જેવું ભૂલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષમાં એક વાર નવું વર્ષ ઊજવે છે. અમીર માણસ દરરોજ ઊજવે છે. પણ સૌથી સમૃદ્ધ તો છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેના તરફ નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો. તમારું હોમવર્ક છે અને તમારા વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશાં સ્મિત કરતા રહેજો. હૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને. જિંદગી બંને બાબતોનું મિશ્રણ છે

(સંપૂર્ણ) 

('ઈન્ટરનેટ પરથી')