Saturday, October 26, 2013

કેટલીક ઉપયોગી ટીપ્સ


તમામ નકારાત્મક સંકટભર્યા, મુશ્કેલીઓના વિચારોને હાંકી કાઢો  - કાન વાટે, પગની એડી વાટે, શરીરના દરેકેદરેક અંગમાંથી, જે રીતે તમને ફાવે રીતે." ~ માર્ક ટ્વેન દ્વારા કહાયેલી વાત ખરેખર વિચારવા લાયક છે.

ખર્ચવા અંગે :

જો તમે એવી ચીજ-વસ્તુઓ ખરીદશો જેની તમને જરૂર હોય,તો ટૂંક સમયમાં તમારે જે ચીજવસ્તુઓની તમને જરૂરિયાત હોય વેચવાનો વારો આવશે.

બચત અંગે :

તમે ખર્ચ્યા બાદ જે વધે છે તેમાંથી બચત કરો છો પણ તમારે ખરી રીતે જે બચત કર્યા બાદ વધે તેમાંથી ખર્ચ કરવો જોઇએ.

જોખમ લેવા અંગે:

નદીનું ઉંડાણ ક્યારેય બે પગે માપો.

રોકાણ કરવા અંગે:

બધાં ઇંડા ક્યારેય એક ટોપલીમાં મૂકો.

અપેક્ષા રાખવા અંગે :

પ્રમાણિકતા એક ખૂબ મોંઘી સોગાદ છે. તેની અપેક્ષા સસ્તા લોકો પાસેથી રાખશો.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, October 19, 2013

હ્રદયસ્પર્શી અંતિમ વિદાય


         આ કોઈ ફિલ્મી વાર્તા નથી પણ એક સાચો કિસ્સો છે.
                પુણેના કોઈક શ્રીમાન ઝવેર પૂનાવાલાની વાત છે. તેમનો ગંગાદત નામે એક ડ્રાઈવર હતો. છેલ્લા ત્રીસ વર્ષથી તે શ્રીમાન ઝવેરની લિમોઝાઈન ગાડી ચલાવતો હતો. કહેવાય છે કે લિમોઝાઈન ગાડી મૂળ ભગવાન રજનીશની હતી જે શ્રીમાન ઝવેરે તેમની પાસેથી ખરીદી હતી.
                જ્યારે ગંગાદત્તનું મ્રુત્યુ થયું ત્યારે શ્રીમાન ઝવેર એક ખાસ અગત્યના કામ માટે મુંબઈ આવ્યા હતા. જેવા તેમણે દુ:ખદ સમાચાર સાંભળ્યા તેવી તરત તેમણે પોતાની બધી મીટીંગ્ઝ રદ કરી નાંખી અને તરત ગંગાદત્તના પરિવારને ફોન કરી તેની અંતિમ વિધિ પોતે પૂના પાછા ફરે ત્યાં સુધી રોકી રાખવા જણાવયું અને તેઓ પોતે તરત હેલિકોપ્ટરમાં પુણે પરત ફર્યા.
                પુણે પહોંચતા વેત તેમણે આખી લિમોઝાઈનને સુંદર ફૂલો વડે શણગારાવી. લિમોઝાઈન હતી જે ગંગાદત્તે આખી જિંદગી ચલાવી હતી આથી શ્રીમાન ઝવેરની એવી ઇચ્છા હતી કે ગંગાદત્તની અંતિમ યાત્રા ગાડીમાં નિકળે. ગંગાદત્તના પરિવારે માટે સંમતિ આપી અને શ્રીમાન ઝવેર પોતે લિમોઝાઈન હંકારી ગંગાદત્તના શબને ઘાટ સુધી અંત્યેષ્ટી માટે લઈ આવ્યા.
                જ્યારે શ્રીમાન ઝવેરને અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ ખૂબ દુખી હતા અને ગંગાદત્તે તેમની રાત દિવસ સેવા ઘણાં વર્ષો સુધી કરી હતી તો તેઓ ગંગાદત્તના ક્યારેય ચૂકવી શકાય એવા રૂણને ચૂકવવા આટલું તો તેના માટે કરી શકે એમ હતા. તેમણે એવી માહિતી પણ આપી કે ગંગાદત્તે તેમના ગરીબીના દિવસો થી અમીરીની યાત્રા સુધી ક્યારેય તેમનો સાથ-સંગાથ છોડ્યો નહોતો. ગંગાદત્તે તેના બે બાળકોને પણ ખૂબ સારી રીતે ઉછેર્યાં હતાં. તેની દિકરી એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતી જે કાબેલે તારીફ ગણાય.
                શ્રીમાન ઝવેરે છેલ્લે જે વાત કરી તે સફળતાને લગતો જીવનનો એક અતિ અગત્યનો પાઠ શિખવી જાય છે. પૈસા તો દરેક જણ કમાય છે પણ આપણી સફળતામાં જેમનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ફાળો  હોય બધાં નો આપણે આભાર પ્રગટ કરવો જોઇએ. આવા સારા સંસ્કાર આપણે નવી પેઢીને આપવા જોઇએ.
                દ્રષ્ટાંત સાચી માનવતાનો પણ નિર્દેશ નથી કરતું?
                જો તમે એમાં વિશ્વાસ ધરાવતા હોવ તો લેખ તમારા મિત્રો,સગા-સંબંધીઓને સૌને વંચાવજો...

('ઈન્ટરનેટ પરથી')

Friday, October 11, 2013

બસમાં મદદ અને પ્રશંસા


મારે એરપોર્ટ જવા માટે જે શટલ બસ લેવાની હતી તે ખરાબ સેવા માટે કુખ્યાત હતી. પણ મારી જેમ ઘણાં પ્રવાસીઓને અન્ય કોઈ પર્યાય પ્રાપ્ય હોવાને લીધે બસ સેવાનો ઉપયોગ કર્યા સિવાય છૂટકો નહોતો.
હું બસમાં મારી બેઠક પર બેઠો બેઠો વિશે વિચાર કરતો હતો ત્યાં એક યુવાન સૈનિક બસમાં ચડ્યો. તે પોતાના લશ્કરી ગણવેશમાં હતો અને તેણે ખભે પોતાના સામાનનો ઝોલો ભરાવ્યો હતો અને હાથમાં ટીકીટ પકડેલી હતી.પણ ડ્રાઈવરે તેની ટીકીટ સ્વીકારી નહિ.
બન્યું એમ હતું કે ટીકીટની ફોર્મેટ બરાબર નહોતી. બનાવનારે તેમાં પૂરી વિગતો યોગ્ય રીતે ભરી નહોતી આથી પેલા ડ્રાઈવરે બિચારા સૈનિકને બસમાંથી ઉતારી મૂકવાનો જાણે નિર્ણય લઈ લીધો અને તે કેમેય કરીને તેને બસમાં પ્રવાસ કરવા દેશે નહિ એમ લાગ્યું. સૈનિક પાસે ભાડા માટે જરૂરી રોકડા પૈસા નહોતા અને શટલ સેવા પણ સરકારી સેવા હોવા છતાં સૈનિકની ટીકીત કોઈ ભોગે પેલા પરવાના પરથી મંજૂર થઈ જાય એમ લાગતું નહોતું.
હું બધો ઘટનાક્રમ નિહાળી રહ્યો હતો અને મેં ડ્રાઈવર અને સૈનિક વચ્ચેનો બધો સંવાદ સાંભળ્યો. મારાથી રહેવાયું નહિ અને હું સીધો ઉભો થઈ ડ્રાઈવર જ્યાં સૈનિક સાથે જીભાજોડી કરી રહ્યો હતો તેની એકદમ નજીક જઈ પહોંચ્યો. મેં અન્ય પ્રવાસીઓ તરફ મોઢું ફેરવી તેમને સંબોધીને મોટેથી કહ્યું," એક અતિ ખરાબ અને વાહિયાત બાબત છે. યુવાન જે આપણા સૌની સુરક્ષા કાજે પોતાનું સર્વસ્વ ત્યજી દઈ દેશની સેવા કરવા ફરજ પર જઈ રહ્યો છે, તેણે આવી પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. મારે મતે આપણે સૌએ મળીને તેનું સાડત્રીસ ડોલરનું  બસ ભાડુ ચૂકવી દેવું જોઇએ. કોણ કોણ આમાં મને સહકાર આપશે?"
મેં મારા ખિસ્સામાંથી દસ ડોલર બહાર કાઢ્યાં અને સૌ સમક્ષ દેખાય તેમ દર્શાવ્યા.અન્ય વીસ મુસાફરોએ તરત પોતપોતાના પાકીટમાંથી પૈસા કાઢ્યા અને મારા તરફ મોકલ્યાં.
બધી રકમ હાથમાં લઈ હવે હું ડ્રાઈવર તરફ ફર્યો. તે બધું નિહાળી સહેજ છોભીલો તો પડી ગયેલો, છતાં તેણે સૈનિકના ભાડાના સાડત્રીસ ડોલર ગણી બાકીના લગભગ સોએક ડોલર મને પાછા આપ્યા. મેં બધા વધેલા પૈસા આશ્ચર્યચકિત સૈનિકને આપ્યા અને તેને એક આલિંગન આપ્યું.
પછી હું પાછો મારી જગાએ આવીને બેસી ગયો. પણ બસ તો તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી!
હું જ્યારી બસમાં ચડેલો ત્યારે મારો મૂડ કંઈ વધુ સારો નહોતો પણ કોઈની મદદ કરીને, ખાસ કરીને એને લાયક એવા યુવાન સૈનિકની મદદ કરીને મારું હ્રદય ખૂબ ખૂબ આનંદ અનુભવી રહ્યું હતું.
('ઈન્ટરનેટ પરથી')