Saturday, February 23, 2013

થોડી રમૂજ!

[૧] નિયમિત ઝોકા ખાવાની આદત તમને ઘરડા થતા અટકાવે છે,ખાસ કરીને જો એ તમે ડ્રાઈવ કરતી વખતે ખાધાં હોય!

[૨] બાળક એક હોય તો તે તમને માતા કે પિતા બનાવે છે જ્યારે બે બાળકો તમને રેફરી બનાવે છે!

[૩] લગ્ન એવો એક સંબંધ છે જેમાં એક પક્ષ હંમેશા સાચો હોય છે અને બીજો પક્ષ પતિ!

[૪] હું માનું છું કે આપણે બધાએ ટેક્સ સ્મિતથી ભરવો જોઇએ.મેં એમ કરવા પ્રયત્ન પણ કર્યો, પણ તેમને એ રોકડા રૂપિયામાં જ જોઈતો હતો!

[૫] બાળકનો સૌથી વધુ શારીરિક વિકાસ એ પછીના એક મહિનામાં જ થાય છે જ્યારે તમે તેના માટે નવો યુનિફોર્મ સિવડાવ્યો હોય!

[૬] ખરાબ ન લગાડશો,(તમે જ નહિ)ઘણાં બધાં (અન્ય )લોકો (પણ) કોઈ જ પ્રકારની આવડત વગર જીવતા હોય છે!

[૭] એવી વ્યક્તિ સાથે પરણશો નહિં જેની સાથે તમારે જીવન વ્યતિત કરવું હોય.પણ એવી વ્યક્તિ સાથે લગ્ન કરજો જેના વગર તમે જીવન વ્યતિત ન કરી શકો.જો કે એમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરો, બાદમાં તો તમારે પસ્તાવાનું જ છે!

[૮] તમે પ્રેમ ક્યારેય ખરીદી શકો નહિં પણ તેની ભારે કિંમત તમારે જરૂર ચૂકવવી પડે છે!

[૯] ખરાબ અધિકારીઓ, એવા સારા નાગરિકો દ્વારા ચૂંટાઈ આવે છે જેઓ મતદાન કરતાં નથી!

[૧૦] આળસ એટલે બીજું કંઈ નહિ પણ તમે થાકી જવાના હોવ એ પહેલા આરામ કરી લેવાની આદત!

[૧૧] લગ્ન એક પ્રકારની આપલે છે. પતિએ બિચારો માની જઈને શાંતિથી આપી દે તો ઠીક નહિતર પત્ની ગમે તેમ કરીને જે જોઇએ તે લઈ જ લે છે!

[૧૨] મારી પત્ની અને મારી વચ્ચે હંમેશા સહમતિ સધાઈ જતી હોય છે.હું માની લઉં છું કે હું ખોટો છું અને તે મારી સાથે સહમત થઈ જતી હોય છે!

[૧૩] જેઓ પોતાના પર હસી શક્તા નથી તેઓ તે કામ અન્યોને સોંપી દે છે!

[૧૪] મહિલાઓ પ્રથમ. સુંદર મહિલાઓ તો પ્રથમથીયે આગળ!

[૧૫] એક લગ્ન સફળ બની રહે એ માટે તમારે વારંવાર પ્રેમમાં પડવું પડે,એકની એક વ્યક્તિ સાથે.

[૧૬] જ્યારે વસ્તુઓ કરવા કરતાં તમને એ યાદ રાખવી વધુ ગમવા માંડે ત્યારે સમજવું કે તમે ઘરડાં થવા માંડ્યા છો!

[૧૭] એ મહત્વનું નથી કે પરિણીત પુરૂષ કેટલી વાર નોકરી બદલે છે,તેનો બોસ તો એ નો એ જ રહે છે! (કહેવાની જરૂર ખરી એ બોસ એટલે તેની પત્ની!)

[૧૮] સાચા મિત્રો એ છે જેમના નામ અને સંપર્ક વિગતો ,જૂની એડ્રેસ બુકમાંથી નવી એડ્રેસ બુકમાં કોપી થયા કરે!

[૧૯] બચત સૌથી સારી વસ્તુ છે.ખાસ કરીને જ્યારે તમારા માબાપે એ તમારે માટે કરેલી હોય!

[૨૦] શાણા માણસો બોલે છે કારણકે તેમની પાસે બોલવા માટે કંઈક હોય છે.મૂર્ખાઓ બોલે છે કારણકે તેમને (સદાયે) કંઈક કહેવું હોય છે.

[૨૧] આપણી ભાષાને માત્રુભાષા કહેવામાં આવે છે કારણકે પિતા બિચારા ભાગ્યે જ બોલવા પામે છે.

[૨૨] માણસ : લાંબુ જીવવાનો કોઈ માર્ગ?

ડોક્ટર : પરણી જાઓ.

માણસ શું એનાથી ફાયદો થશે?

ડોક્ટર : ના, પણ પછી ક્યારેય લાંબુ જીવવાના વિચાર નહિ આવે!

[૨૩] લગ્ન કરતી વેળાએ પતિ પત્ની એકમેકનો હાથ શા માટે પકડે છે?આ એક વ્યવહાર છે જેમ બે બોક્સર્સ બોક્સિંગની લડત પહેલા એકમેક સાથે હાથ મેળવે છે.

[૨૪] પત્ની : ડાર્લિંગ આજે આપણા લગ્નની વર્ષગાંઠ છે.આપણે શું કરવું જોઇએ?

પતિ : ચાલો બે મિનિટનું મૌન પાળીએ.

[૨૫] લોકો લવમેરેજ અને અરેન્જ્ડ મેરેજ ની સરખામણી કરી ચર્ચાઓ કરે તે ખૂબ રમૂજી બાબત છે.આતો એવી વાત થઈ જાણે નક્કી કરવું કે આત્મહત્યા સારી કે ખૂન થઈને મરી જવું સારૂં?

[૨૬] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ બાળક હોય છે અને તે દરેક માતાનું હોય છે!

[૨૭] જગતમાં એક અને માત્ર એક જ આદર્શ પત્ની હોય છે અને તે પાડોશીની હોય છે!

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, February 19, 2013

હકારાત્મક વિચારો

એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.


તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે? તેનું શું થશે?

શું હરણી બચી જશે?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે?

શું તેનું બચ્ચુ બચી શકશે?

કે પછી

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?

શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને ટાની જઈ શકે એમ હતું.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને,એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે.

એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર,તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે.એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.જો તમે ધાર્મિક હોવ,અંધશ્રદ્ધાળુ હોવ,નાસ્તિક હોવ,આધ્યાત્મિક હોવ, અજ્ઞેય હોવ કે ગમે તે હોવ,આ એક ક્ષણને આમાંની કોઈ પણ એક રીતે મૂલવી શકો છો – ઇશ્વરનો ચમત્કાર, શ્રદ્ધા, સદનસીબ, યોગાનુયોગ, કર્મ કે પછી ‘ખબર નહિ કઈ રીતે (આમ બનવા પામ્યું)’

એ ક્ષણે હરણી માટે સૌથી વધુ અગત્યની બાબત હતી બચ્ચાને જન્મ આપવો કારણ જિંદગી એક અતિ મૂલ્યવાન ચીજ છે.

ચાલો આપણે સૌ ઇશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં આપણને આવી હકારાત્મક દ્રષ્ટી પ્રાપ્ત થાય અને કોઈ પણ નકારાત્મક કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે…

('ઈન્ટરનેટ પરથી')

Saturday, February 9, 2013

પ્રેમ - તેનું લાંબુ અને ટૂંકુ

મારી નાનકડી વહાલસોયી ભત્રીજી બ્રૂક આમ તો મારાથી ઘણી દૂર રહે છે પણ અમારી વચ્ચે સ્નેહનો એક અનોખો સેતુ રચાયેલો છે.


તે જ્યારથી બે વર્ષની હતી ત્યારથી દર અઠવાડિયે મેં એને એક પત્ર લખ્યો છે! આ પત્રોને અમે 'ગુરૂવાર પત્રો' કહેતાં કારણકે મારે ગુરૂવારે રજા રહેતી અને તેથી હું ગુરૂવારે સૌ પ્રથમ કામ બ્રૂકને આ પત્રો લખવાનું કરતી.તે હવે દસ વર્ષની છે અને ઘણી સમજુ થઈ ગઈ છે. પણ તેને પત્રો લખવું મને સદાયે ખૂબ ગમ્યું છે. પાછલા છ વર્ષોમાં હું માત્ર છ ગુરૂવાર, આ પત્રો લખવાનું ચૂકી છું - એક વાર ટપાલખાતાની લાંબી હડતાલને કારણે અને બીજી વાર હોસ્પિટલમાં દાખલ થવાને કારણે.

જ્યારે બ્રૂક ચાર વર્ષની હતી ત્યારે તે એક વાર મારી માતા સાથે વાતચીત કરી રહી હતી.તેણે કહેલું : "બા, સ્ટીફ આન્ટી દર અઠવાડિયે મને એક પત્ર લખે છે."

મારી માતાએ પૂછ્યું : " એ તો ઘણાં બધાં પત્રો કહેવાય! તે શું લખે છે એ પત્રો માં?"

બ્રૂકે થોડી વાર વિચાર્યું અને પછી તે બોલી,"તેઓ લખે છે કે તેઓ મને ખૂબ ચાહે છે. ઘણી વાર તેઓ એ ખૂબ લંબાણમાં લખે છે અને ઘણી વાર ખૂબ ટૂંકાણમાં!"

તે બિલકુલ સાચી હતી! તેને એ પ્રેમ તે પત્રોમાં, તેના પરબિડીયામાં, તેના પર લગાડેલી સ્ટેમ્પ્સમાં દેખાતો હતો અને તે પત્રો માંનું લાંબુ કે ટૂંકુ લખાણ તેને સમજાયું હોય કે નહિં પણ તેના હ્રદય સુધી જરૂર પહોંચી ગયું હતું.!

(‘ઇન્ટરનેટ પરથી’)

Saturday, February 2, 2013

~* સુવર્ણ વાક્યો *~


• 

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...



• 

પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા
 લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ.


• 

આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે
 ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા.


• 

‎"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી
 ક્યારેય ઉપર આવી શકતો નથી...


• 

દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ
 આપેલો પ્રેમ ઉધાર છે....


• 

‎'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો,
 વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'


• 

પ્રસાદ એટલે શું ? ...




પ્ર -એટલે પ્રભુ




સા -એટલે સાક્ષાત




દ -એટલે દર્શન




 માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ, અને પ્રસાદ આરોગતી
 વેળાએ હૃદયમાં પ્રભુના

મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
‎"


• ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે
 દુઃખ પણ નથી આપતો.....


• 

પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??


• 

કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,
 જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..


• 

કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને
 ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ?


• 

કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી
 દેખાતું..!!


• 

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
 તારું જ બધું હોય તો છોડી બતાવ તું....


• 

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....
 આટલું માનવી કરે કબુલ, તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...


• 
કોણ કહે છે "સંગ એવો રંગ "માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે,
 માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છે,
 અને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....


• 
‎"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"...



('ઈન્ટરનેટ પરથી')