Saturday, January 19, 2013

અમદાવાદીને મળ્યો.... અમદાવાદી

હમણા અમદાવાદ મારા મિત્રને ત્યાં ગ્યોતો.


મારો મિત્ર મને એક હોટલમાં જમવા લઈ ગ્યો.

હોટલમાં બે વિભાગ હતા (૧) એ.સીવાળો અને (૨) નોનએ.સીવાળો

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે?

મે કિધુ એ.સી વાળા વિભાગમાં જ જવાય ને!

અંદર ગ્યા તો પાછા બે વિભાગ (૧) મિઠાઈનો અને (૨) ફરસાણનો

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે?

મે કિધુ ફરસાણ તો દરોજ ખાતા હોય, તો મિઠાઈવાળા વિભાગ માં જ જવાય ને!

અંદર ગ્યા તો પાછા બે વિભાગ (૧) શુધ્ધ ઘી અને (૨) વનસ્પતિઘી

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે?

મે કિધુ ઈ તો શુધ્ધઘીના વિભાગમાં જ જવાયને!

અંદર ગ્યાતો પાછા બે વિભાગ (૧) ઉધાર અને (૨) રોકડા

મારા મિત્રએ મને પુછ્યુ કયા વિભાગમાં જવું છે?

મે કિધુ ઉધારમાં જ જવાય ને!

દરવાજો ખોલી અંદર ગ્યા, તો સીધા હોટલની બારે…

ત્યા બારે મોટુ બોર્ડ માર્યુ’તુ "મહેરબાની કરીને બીજી વાર આવવુ નહી” !!!


('ઈન્ટરનેટ પરથી')

Saturday, January 12, 2013

મા, બાપ અને ભાઈ ને એક દીકરી અને બહેન નો પ્રેમ ભર્યો પત્ર

વાચક મિત્રો, અત્યાર સુધી મેં ઇન્ટરનેટ કોર્નરમાં મને ગમેલી કે મારા વાંચવામાં આવેલી સારી સારી વાતોને જ અનુવાદિત કરી તમારા સૌ સમક્ષ રજૂ કરી છે પણ થોડા સપ્તાહ પહેલા એક અજાણી યુવતિએ ઇમેલ દ્વારા પોતાની વાત તેની સાચી ઓળખ રજૂ કર્યા વગર તમારા સૌ સમક્ષ મૂકવા આજીજી કરી છે અને તેની આ વાત મારા હ્રદયને ચોક્કસ સ્પર્શી છે તેથી તે સાચી છે કે ખોટી તેની ઝાઝી શોધખોળ કર્યા વગર તેના જ શબ્દોમાં થોડા ભાષાકીય સુધારાવધારા સહ રજૂ કરું છું એવી આશા સાથે કે તેનો સંદેશ દરેક મા-બાપ અને ભાઈઓ સુધી પહોંચે...


- વિકાસ ઘનશ્યામ નાયક

મારું નામ સુષમા છે.હું તમને આ લેખ લખી મોકલી રહી છું એવી આશા સાથે કે તમે તે તમારી કોલમમાં છપાવશો અને મારી સંવેદના તમારા હજારો વાચકો સુધી પહોંચાડશો.આમ થશે તો હું તમારો ઉપકાર જિંદગી ભર નહિ ભૂલું.

અને આ ઇમેઇલ હું તમને મારા 'ડમી' આઈડી પરથી મોકલી રહી છું. મારા ઘર માં છોકરીઓ ને જીમેલ કે ફેસબુક વાપરવાની છૂટ નથી.હું તમને મારા ફેમિલી ની એક સાચી વાર્તા કહેવા માંગું છું જે હકીકત છે.અમે લોકો ગુજરાતના પાલનપુર બાજુના છીએ.પણ મુંબઈ શહેર માં રહીએ છીએ.હું ૧૬ વર્ષની છું. અને હું જે કહેવા માંગુ છું એ આ દુનિયા ના દરેક મા,બાપ અને ભાઈ માટે છે.એ એક એવી વાત છે જે હું આટ્લી નાની ઉંમરે ફક્ત એક ડાયરી વાંચી ને સમજી ગઈ પણ મારા પરિવારજનો હજુ સુધી નથી સમજી શક્યા.એટલે હું ઇચ્છું છું કે તમે આ લેખ ને શિર્ષક 'મા, બાપ અને ભાઈ ને એક દીકરી અને બહેન નો પ્રેમ ભર્યો પત્ર' હેઠળ છાપો.અમે ૪ ભાઇ બહેન છીએ.હું સૌથી નાની.મારા થી મોટી મારી એક બહેન હતી જે ખૂબ જ સુંદર હતી. હતી એટલા માટે કારણકે હવે એ આ દુનિયા માં નથી.ઘર ના બધા લોકો નું એ ખૂબ જ ધ્યાન રાખતી.બહુ જ પ્રેમાળ હતી એ........અને એટલેજ ભગવાને તેને કદાચ જલ્દી પોતાની પાસે બોલાવી લીધી.માફ કરજો હું મારા પરિવારજનોની સાચી ઓળખ નહિ આપી શકું.મારી એ બહેન જેને હું પ્રેમ થી સ્વીટી દીદી બોલાવતી, તેમના થી એક ભૂલ થઈ ગઈ.એ કોઇ ને પ્રેમ કરી બેઠા.અને એ પણ ત્યારે જ્યારે એ ભણતા હતા.એક દિવસ અચાનક એમના આ પ્રેમ ની ઘરમાં બધા ને ખબર પડી ગઈ.અને દીદી ને સખત ચેતવણી આપી દેવાઈ કે તેઓ એ છોકરા ને ક્યારે પણ ન મળે અને ક્યારેય ફોન ના કરે.ભાઇ તો હંમેશા દીદી ની હરકતો પર ધ્યાન રાખતો અને મારી બીજી મોટી દીદી તો હંમેશા સ્વીટી દીદી ને ટોણા મારતી.મારા ઘરવાળાઓએ એક વાર પણ એ ના પુછ્યું કે એ છોકરો શું કરે છે? ક્યાં રહે છે ? વગેરે. અને જો દીદી કંઈ પણ કહેત તો પણ મારા ઘરવાળાઓ એ ના જ સાંભળત કારણ કે અમારા ઘરમાં અને સમાજમાં પ્રેમ લગ્ન અને પરગ્ન્યાતિમાં લગ્ન મંજૂર નથી.એ દિવસ પછી દીદી તે છોકરા ને ક્યારેય ન મળી.થોડો સમય બધું ઠીકઠાક ચાલ્યું.બે વર્ષ પછી મારી મોટી દીદી ના છૂટાછેડા થઈ ગયા. તેઓ પોતાના બે છોકરાઓ સાથે અમારે ઘેર પાછા ફર્યા. મારા ભાઈ નું સગપણ ત્રણ વાર થયું અને તૂટી ગયું.ઘરવાળા એમ સમજતા હતા કે નસીબ માં જે હશે એ જ થશે પણ એમને એ ન દેખાયું કે મારી દીદી ના પ્રેમ ને તેમણે રૂંધ્યો હતો. હંમેશા તેઓ હીટલર જ બની ને રહેતા.ક્યારેય મારી દીદી સાથે પ્રેમ થી વાત નથી કરી કે એક વાર એમ નથી પૂછ્યું કે શું એ છોકરાને તું સાચે ચાહે છે.....

તો તેમને દીદી ની બદદુઆ તો લાગવાની જ હતી અને ભલે દીદી તેમને બદદુઆ ન આપે પણ તેમના પ્રેમ ને દૂર કરી દીધો તેની સજા તો ભગવાન આપવાના જ ને...ભાઈ ઘણી છોકરીઓ જોડે ફોન પર વાત કરતો પણ જો મારા સ્વીટી દીદી કોઇ પણ છોકરા સાથે વાત કરતા તો હજાર પ્રશ્નો ચાલુ થઈ જતા ઘરવાળાઓના. એટલું જ નહિ એમના ફોન માં પણ એકેય છોકરાનો નંબર સ્ટોર થયેલો હોવો જોઇએ નહિ.મારા મમ્મી ભાઈ માટે છોકરીઓ જોવાનું બંધ કરતા જ નહોતા.અને જે કોઈ માગા આવતા હતા એ 'સાટા' માંજ આવતા હતા એટલે કે સામે વાળા ની છોકરી આપણા ઘરે આવે અને આપણી છોકરી એમના ઘરે જાય.મારા દીદી ફાર્મસી નું ભણેલા.અને જે પણ માગા આવતા હતા એ બધા ગામડામાં જ રહેવાના આવતા એટલે કે દીદી એ લગ્ન પછી હંમેશા ત્યાંજ રહેવાનું અને એમની કારકિર્દી ત્યાંજ પૂરી થઈ જાય.પણ મારા માતાપિતા તો એના માટે પણ તૈયાર હતા કે જો ભાઈ ને સારી છોકરી મળે છે તો બધું ચાલશે પછી દીદી માટે ભલે ને છોકરો ગમે તેવો હોય.દીદી આ બધી વાત થી ખૂબ જ દુ:ખી થતા.એક દિવસ અચાનક દીદી નું અભ્યાસનું ફાઈનલ એક્ઝામનું પરીણામ આવ્યું. અને એ એમાં નાપાસ થયા.ઘરવાળાઓ એ દીદીને એવા જ મહેણાટોણા માર્યા કે હજુ એ છોકરા ના વિચારોમાં અને તેની જોડે ફોન પર સમય વેડફતી હશે એટલે જ આવું પરિણામ આવ્યું. એ દિવસે દીદી બહુ રડ્યા.એ નાપાસ થયા એ માટે નહિ પણ તેમનો પોતાનો પરિવાર,તેમના સગા મા-બાપ અને ભાઈ બહેન તેમને સમજી શકતા નહોતા.એ ક્યારે પણ પોતાના મનની વાત કોઇ ને ન કહેતા.એટલે જ એમને ડાયરી લખવાની આદત હતી.અને એ ડાયરી મા મેં વાંચ્યુ કે દીદીએ તે દિવસે એમ લખ્યું હતું કે બધાને એમ જ લાગે છે કે હું એને હજુ પણ મળતી હોઈશ એને લીધે જ આ પરીણામ આવ્યું છે,પણ હકીકત તો એ છે કે મને એના થી દૂર કરી એની અસર મારા અભ્યાસ પર પડી છે.હું એને મળતી નથી.પણ જો મને તેની યાદ આવે તો હું શું કરી શકું?પ્રેમ કર્યો છે, કેવી રીતે ભૂલી જઉં? અને પ્રેમ હંમેશા મળે એ જરૂરી નથી પણ આપણા મન માં થી એને કઈ રીતે દૂર કરી શકાય?

એમણે એ પણ લખેલું કે હું લગ્ન કરી દેશમાં જવા નથી ઇચ્છતી.મારી મંઝિલ તો પહેલેથી જ અહિં શહેર માં છે જેને હું પ્રેમ....પણ આ વાત હું મારા પરિવાર ને તો કહી જ ન શકું અને કંઈ કહ્યા વિના તેઓ કંઈ સમજી શકશે નહિ...અને જો હું કહી પણ દઈશ તો તેઓ એમનો અહમ ક્યારેય નહિ ત્યજે. અને હું જાણું છું કે ભૂલ મારી જ છે. પ્રેમ કરવાની ભૂલ...જેની સજા મને ઘરવાળાઓ એ આપી.જે નસીબ માં હોય એ કબૂલ.

ડાયરીના પછીના પાને દીદી એ લખેલું કે હું જ્યા ક્યાંય પણ જા ઉં છું ભાઈ માટે હંમેશા દૂઆ કરું છું કે ભાઈ એક વાર કોઇ ને પ્રેમ કરે અને એ અનુભવે કે પ્રેમ એ કેટલી સુંદર ભેટ છે. જે બધાનાં નસીબમાં નથી હોતી...અને પ્રેમ કરવો એ કોઇ પાપ નથી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ પ્રેમ કર્યો હતો રાધાજી ને...તો આવા પવિત્ર પ્રેમ ને તમે પાપ કેવી રીતે કહી શકો?અને હા ભાઈ તને આ દુનિયા ની સૌથી સારી છોકરી મળશે. આ મારી દૂઆ છે તારા માટે. મમ્મી માટે લખેલું કે મમ્મી મારો શું વાંક હતો કે ભાઈ માટે સારી છોકરી પસંદ કરવા માટે તમે મારો સોદો કરવા પણ તૈયાર થઈ ગયા?મને ગમે તેવા ગામડાના છોકરા સાથે પરણાવી દેવા રાજી થઈ ગયા?પપ્પા માટે કહેલું કે પપ્પા તમને તો હું મારા શ્રેષ્ઠ મિત્ર સમજતી હતી,જેમની સાથે હું મારી બધી વાતો શેર કરતી હતી..પણ આ વાત તમને ન કહી શકી કે પપ્પા હું જેને પસંદ કરું છું, તેને એક વાર જોઈ લો અને મારા લગ્ન તેની સાથે જ કરાવજો..પપ્પા, એ મને આ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરે છે..હું નહિ જીવી શકું એના વિના..કાશ આ બધું તમને કહેવાનો મને એક મોકો મળે..

અને એના બીજાજ દિવસે દીદી એ આત્મહત્યા કરી લીધી ટ્રેન નીચે આવી જઈ ને...કેટલું દુ:ખ અને કેટલી ખ્વાહિશો મારા દીદી એમની સાથે જ લઈ ને જતા રહ્યા અને એ તો તમે સમજી શકશો કે એ કેટલા પીડાયા હશે એ વાત થી કે એમને સમજવાવાળી એક વ્યક્તિ પણ એમના ઘરમા નહોતી. એટલે જ એમણે આવું અંતિમ પગલું પસંદ કર્યું હશે...

મારી હાથ જોડીને વિનંતિ છે આ દુનિયાના દરેક મા-બાપ ને કે મહેરબાની કરીને એક વાર પોતાની દીકરી ને તેના દિલ ની વાત પૂછ જો એના લગ્ન ગમે ત્યાં કરાવતા પહેલા.એની મરજી પૂછ જો એક વાર.અને જો એ કોઈ ને પ્રેમ કરતી હોય તો એના પ્રેમ ને માન આપ જો અને એક વાર એ છોકરાને મળી જો જો કે એ કેવો છે,શું કરે છે,કેટલો લાયક કે હોંશિયાર છે..વગેરે વગેરે..પછી જ વાત આગળ વધાર જો.પણ પહેલા જ ના પાડી ને તમારી દીકરીઓ ને જીવતી જ ન મારી નાંખશો.અને આટલું કહ્યા પછી પણ જો કોઈ મા બાપ મારી વાત નથી સમજી શકતા કે નથી સમજ્વા માગતા તો એમના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા કરતા તો એ મા-બાપ સારા જે છોકરી જન્મતા કે એના પહેલા જ એને મારી નાખે છે.આખી જિંદગી તેને દુ:ખ આપવા કે રડાવવા કરતા તો એ સારુ છે.એ નહિ ભુલો કે એક દીકરી કે બહેન ના દિલ ને દુ:ખી કરી ને કે ઠેસ પહોંચાડી ને આ દુનિયામાં કોઈ સુખી નથી થઈ શકવાનું...


Saturday, January 5, 2013

ગાંઠે બાંધી રાખવા જેવી વાતો

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી 'જેકસન બ્રાઉન'ની કલમે લખાયેલી વાતો :


૦૧. 'કેમ છો' કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

૦૨. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

૦૩. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

૦૪. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

૦૫. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

૦૬. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

૦૭. મહેણું ક્યારેય ન મારો.

૦૮. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

૦૯. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

૧૦. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.

૧૧. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

૧૨. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

૧૩. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

૧૪. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

૧૫. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

૧૬. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

૧૭. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

૧૮. જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

૧૯. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

૨૦. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

૨૧. ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

૨૨. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

૨૩. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

૨૪. પત્તા રમીને સમય વેડફો નહીં.

૨૫. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

૨૬. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

૨૭. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

૨૮. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

૨૯. મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

૩૦. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

૩૧. શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

૩૨. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

૩૩. બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

૩૪. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો :

1. I am the BEST

2. I can do it

3. GOD is always with me

4. I am a WINNER

5. Today is my DAY.

૩૫. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

૩૬. તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

૩૭. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

૩૮. ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

૩૯. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

૪૦. બચત કરવાની શિસ્ત પાળો.

૪૧. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

૪૨. ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

૪૩. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં. અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

૪૪. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

૪૫. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

૪૬. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

૪૭. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

૪૮. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

૪૯. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

૫૦. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

૫૧. ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

૫૨. મત તો આપવો જ.

૫૩. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

૫૪. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

૫૫. પાણી ને ખુબજ કરકસરથી વાપરો. પાણી અમૂલ્ય છે.

('ઈન્ટરનેટ પરથી')