Saturday, November 30, 2013

પરિવર્તન - અંત નહિ પણ નવી શરૂઆત

       માર્શલ આર્ટ શિખેલા એક  વિદ્યાર્થીની દંતકથા છે. વર્ષોના અથાગ પરિશ્રમ બાદ તેણે કલામાં સિદ્ધી હાંસલ કરી હતી અને તે એના ગુરુ સેન્સેઇ માસ્ટર સામે સફળતાના સર્વોચ્ચ શિખર સમાન બ્લેક બેલ્ટ મેળવવાના સમારંભમાં શિર ઝૂકાવી ઉભો હતો.

સેન્સેઇ ગુરુએ યુવાનને કહ્યું,"બેલ્ટ મેળવતા પહેલા તારે હજી એક વધુ કસોટીમાંથી પસાર થવું પડશે."
વિદ્યાર્થીએ કહ્યું,"હું તૈયાર છું."
તેને લાગ્યું કદાચ ગુરુ હજી એક વધુ વાર હાથ પગની કરામત દ્વારા લડાઈનો મુકાબલો કરવાનું કહેશે.
પણ ગુરુ તો સવાલ કર્યો,"બ્લેક બેલ્ટનો સાચો અર્થ તારા મતે શો છે?"
" મારા પ્રવાસનો અંત છે. મારી મહેનતનું સુયોગ્ય પરિણામ છે,  જેને હું લાયક છું."  વિદ્યાર્થીએ જવાબ આપ્યો.
ગુરુએ થોડી વધુ વાર રાહ જોઈ. સ્પષ્ટ હતું કે વિદ્યાર્થીના જવાબથી સંતુષ્ટ નહોતા. સેન્સેઇ છેવટે બોલ્યા,"તું હજી બ્લેક બેલ્ટ માટે લાયક નથી.એક વર્ષ પછી પાછો ફરજે."
એક વર્ષ પછી ફરી જ્યારે વિદ્યાર્થી સેન્સેઇ ગુરુ સામે ફરી બ્લેક બેલ્ટ મેળવવાની આશા સાથે ઝૂક્યો ત્યારે ફરી ગુરુએ પ્રશ્ન દોહરાવ્યો,"તારે મતે બ્લેક બેલ્ટનો સાચો અર્થ શો છે?"
યુવાન વિદ્યાર્થીએ જવાબ આપ્યો," આપણી ખાસ વિદ્યા અને કલામાં સર્વોચ્ચ સિદ્ધી અને અન્યોથી  અલગ અને ઉચ્ચ હોવાનું પ્રમાણ છે."
ફરી ગુરુએ થોડી વધુ વાર રાહ જોઈ. હજુ  અસંતુષ્ટ એવા તેમણે વિદ્યાર્થીને ફરી કહ્યું,"તું હજુ પણ બ્લેક બેલ્ટ મેળવવા તૈયાર થઈ ગયો નથી. ફરી એક વર્ષ બાદ પાછો ફર."
વધુ એક વર્ષ બાદ ફરી પાછો પ્રશ્ન. વખતે વિદ્યાર્થીએ જવાબ આપ્યો,"બ્લેક બેલ્ટ અંતનું  સૂચન કરતો નથી પણ એક શરૂઆત છે - શિસ્ત,મહેનત અને ઉચ્ચ પ્રમાણ પ્રાપ્ત કરતા રહેવાની ઝંખનાની અંતહીન યાત્રાની શરૂઆત."

ગુરુ જવાબ સાંભળી પ્રતિભાવ આપ્યો,"હવે તું બ્લેક બેલ્ટ મેળવવા અને તારા કાર્યની શરૂઆત કરવા લાયક થઈ ગયો છે."
તમે કદાચ કોઈ બ્લેક બેલ્ટ મેળવવાની આશા રાખતા નહિ હોવ અને  જીવનના નિર્ણાયક તબક્કે ઉભા હશો. કદાચ જીવનના કોઈ દુ:ખદ પડકારનો સામનો કરી રહ્યા હશો. અથવા તમે અથાગ પરિશ્રમ બાદ કોઈક ધ્યેયની પ્રાપ્તિ ઝંખી રહ્યા હશો - કદાચ સ્નાતક થયાની પદવી, નવી નોકરી, નોકરીમાં બઢતી કે પછી કદાચ નિવૃત્તી.
બધાં ડાહ્યા લોકો સમજે છે કે પરિવર્તન નવી શરૂઆત કરનારૂં હોય છે. તેનાથી ડરવાની જરૂર નથી. આપણે કાયમી આરામદાયી જગાની અપેક્ષા રાખવી જોઇએ નહિ કારણકે પૂર્ણ અને સુખી જીવન ક્યારેય સ્થગિત હોતું નથી. શું તમારા જીવનમાં આવેલ પરિવર્તન એક અંત નહિ પણ નવી શરૂઆત સૂચવે છે? જો પ્રશ્નનો જવાબ હા હોય તો તમે જીવનમાં આગળ વધવા માટે તૈયાર છો.


(ઇન્ટરનેટ પરથી)

Friday, November 22, 2013

સુવિચારો


* પ્રાર્થના "સ્પેર વ્હીલ" નથી જેને તમે મુશ્કેલીમાં બહાર કાઢો છો પણ "સ્ટીયરીંગ વ્હીલ" છે જે તમને સદાયે સાચા માર્ગે દોર્યા કરે છે.

* શું તમે જાણો છો કારનું વિન્ડશિલ્ડ આટલું મોટું શા માટે હોય છે અને તેનો રેરવ્યુ મિરર ઘણો નાનો શા કારણે હોય છે?  કારણકે ભૂતકાળ ભવિષ્યકાળ જેટલો મહત્વનો હોતો નથી.હંમેશા આગળ નજર રાખો અને આગળ વધતા રહો.

* મિત્રતા એક પુસ્તક જેવી છે.તેને બળી જતાં માત્ર થોડી ક્ષણો લાગશે પણ લખાતા વર્ષો લાગી જાય છે.

* જીવનમાં દરેક વસ્તુ હંગામી છે.જો સારી જઈ રહી હોય તો તેને માણી લો,તે કાયમી નથી.જો ખરાબ પરિસ્થિતી હોય તો પણ તે સદાયે ટકવાની નથી.

* જૂના મિત્રો સોના જેવા છે. નવા મિત્રો હીરા જેવા છે.જો તમને હીરો મળશે તો સોનાને ભૂલી નહિ જતા.કારણકે હીરાને પકડી રાખવા નીચે સોનાના આધારની જરૂર પડે છે.

* ઘણી વાર જ્યારે આપણે હિંમત ખોઈ બેસીએ છીએ અને વિચારીએ છીએ કે બસ અંત છે ત્યારે ઇશ્વર ઉપરથી હસીને કહે છે,"શાંત થા પ્રિય, માત્ર એક વળાંક છે,અંત નથી."

* જ્યારે ઇશ્વર તમારી સમસ્યાઓ હલ કરે છે ત્યારે તમને તેની ક્ષમતાઓમાં વિશ્વાસ બેસે છે પણ જ્યારે તમારી સમસ્યાઓ ઉકેલતો નથી ત્યારે તેને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ હોય છે.

* એક અંધ વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું : "તમારી આંખોની રોશની ગુમાવવાથી વધુ ખરાબ બીજું કંઈ હોઈ શકે?" તેમણે જવાબ આપ્યો:"હા... તમારી દ્રષ્ટી(વિઝન) ગુમાવવી તે..."

* જ્યારે તમે બીજાઓ માટે પ્રાર્થના કરો છો ત્યારે ભગવાન તમને સાંભળે છે અને તેમને આશિર્વાદ આપે છે અને ક્યારેક જ્યારે તમે સુરક્ષિત અને સુખી હોવ છો ત્યારે યાદ રાખો કે અન્ય કોઈકે તમારા માટે પ્રાર્થના કરી છે.

* ચિંતા કરવાથી આવતી કાલની મુશ્કેલીઓ જતી નથી રહેતી પણ આજની શાંતિ ચાલી જાય છે.                
 
  ('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 17, 2013

દિવાળી પછી..!


[

દિવાળીનો તહેવાર હજી હમણાં જ પૂરો થયો અને ફરી એક નવું સંવત વર્ષ શરૂ થયું. કવયિત્રી રેણુકા દવેની દિવાળી પરની અને તેની ઉજવણી સાથે નાનપણની યાદો, આજે તેની ઉજવણીની રીતમાં પ્રવેશેલી યાંત્રિકતા અને આપણી મોટાઈ પર પ્રશ્ન કરતી આ એક સુંદર કવિતા ઇન્ટરનેટ પર વાંચવામાં આવી તે આજે 'ઇન્ટરનેટ કોર્નર'માં માણીએ.

]

દિવાળી આવી ને જતી રહી

 ને વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે

 કેટલી મોટી લાગતી હતી..

ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ.!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી

 ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી મળે

 પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી

 એટલે તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં.

ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં.?’

આજે જુદા જુદા રંગની. જુદા જુદા પ્રાંતની. નામેય આવડે એવી

 આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,

અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ

 હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી

 પછી કોનું સ્વાગત કઈ રીતે કરશુંએવા ઉમળકાના ચોસલા પાડતી.

કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો

 કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો

 એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો

 માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો?

આજે પાંચ દિવસની રજામાંઆઉટ ઑફ સ્ટેશનનું આયોજન કરી

  બધીયેઝંઝટમાંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર

  રંગ કેવી રીતે ચડાવવો.?

બોનસ, ડી.. ડિફરન્સ કે એરિયર્સકશું નહીં

 માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની

 પણ તોય કોઈ બેરિયર્સ નહીં.

દિવાળીની રાત્રે જાતે ધોઈને. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો

 ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,

તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે

સમજાતું નથી.

ખરેખર. આપણે મોટાં થઈ ગયાં. અને આપણી દિવાળી નાની થઈ ગઈ.!


('ઈન્ટરનેટ પરથી')