Saturday, September 28, 2013

આંખો


શું તમે બે આંખો વચ્ચેનો સંબંધ જાણો છો?

 તેઓ ક્યારેય એકબીજાને જોઈ શકતી નથી...

 તેમ છતાં ...

  તેઓ સાથે બંધ થાય છે.

  તેઓ સાથે હલે છે

  તેઓ સાથે રડે છે

  તેઓ સાથે દરેક વસ્તુ જુએ છે

  તેઓ સાથે સૂઈ જાય છે

...આમ તેઓ એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.


 તેમ છતાં...જ્યારે તેઓ કોઈ નારીને જુએ ત્યારે તેમાંની એક મિંચાઈ જાય છે! (જેને આપણે આંખ મારી એમ કહીએ છીએ!)


સાર : નારી ગમે તેવો સંબંધ તોડી શકે છે!

ભગવાન સૌનું ભલું કરો!!!

:) :) :) :) :)
 

('ઈન્ટરનેટ પરથી')

Tuesday, September 24, 2013

આપણે ગુસ્સામાં શા માટે મોટેથી બોલીએ છીએ?


એક સાધુ મહાત્મા તેમના કેટલાક શિષ્યો સાથે ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.ત્યાં તેમણે નદી કાંઠે એક પરિવારના સભ્યોને મોટેથી બરાડા પાડી ઝઘડતાં જોયાં.તેઓ પોતાના શિષ્યો તરફ સ્મિત કરતાં બોલ્યા,"તમને ખબર છે લોકો ગુસ્સામાં હોય ત્યારે મોટે મોટેથી બરાડા પાડીને કેમ એકબીજા સાથે વાત કરે છે?"

શિષ્યોએ થોડો વિચાર કર્યો. થોડી વાર પછી એક શિષ્યે જવાબ આપ્યો,"આપણે મગજ પરનો કાબૂ ગુમાવી બેસીએ છીએ. તેથી બરાડા પાડીએ છીએ."

મહાત્મા બોલ્યા,"પણ સામેની વ્યક્તિ તમારી બાજુમાં હોય છે તો પછી મોટેથી શા માટે બોલવું જોઇએ? તમારે જે કંઈ કહેવું હોય તે ધીમા અવાજે હળવાશથી પણ કહી શકાય ને?"

અન્ય શિષ્યોએ પણ બીજા જવાબ આપવા પ્રયાસ કર્યાં પણ કોઈ મહાત્માને સંતોષકારી ઉત્તર આપી શક્યું નહિ.

છેવટે મહાત્માએ સ્મિત સહ સમજાવ્યું,"જ્યારે બે વ્યક્તિઓ એકમેક પર ગુસ્સો કરે ત્યારે તેમના હ્રદય એકબીજાથી દૂર થઈ જાય છે. અંતરને  લીધે એકબીજા સુધી પહોંચવા,એકબીજાને પોતાનો મુદ્દો સમજાવવા તેમને જોરથી બોલવાની જરૂર પડે છે. જેથી તેઓ એકબીજાને સાંભળી શકે. તેઓ એકબીજાથી જેટલા વધારે ગુસ્સે હશે  તેટલું તેમની વચ્ચે અંતર વધારે હશે અને તેમણે એકબીજાને સાંભળી-સમજી શકવા એટલા વધુ જોરથી બોલવું પડશે.

જ્યારે બે જણ એકબીજાના પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે? તેઓ એકબીજા સાથે બરાડા પાડી વાત નથી કરતાં,એકબીજા સાથે અતિ ધીમેથી બોલે છે. કારણ તેમના હ્રદય એકમેકથી અતિ નજીક હોય છે.તેમની વચ્ચેનું ભૌતિક અંતર પણ નહિવત  હોય છે."

મહાત્મા આગળ બોલ્યા,"જો બે પ્રેમીઓ વચ્ચેનો પ્રેમ ઓર વધી જાય, હજી વધુ ઉત્કટ બની જાય તો શું થાય? તેમણે માત્ર ગણગણવાની જરૂર પડે છે એકમેક સાથે વાત કરવા અને તેમની વચ્ચેનું અંતર ઓર વધુ ઘટી જાય છે...છેવટે પ્રેમ વધતા વધતા એક અવસ્થા એવી આવે છે જ્યારે તેમણે વાતચીત કરવા શબ્દો પર પણ આધાર રાખવો પડતો નથી.તેઓ એકબીજા સાથે માત્ર આંખોના ઇશારાથી  વાતચીત કરી શકે છે. એકબીજાને  ઉત્કટ પ્રેમ કરતી વ્યક્તિઓ એકબીજાથી આટલી બધી નજીક આવી જાય છે."

તેમણે શિષ્યો તરફ ફરી સ્મિત કર્યું અને બોલ્યા,"આથી હવે તમે જ્યારે એકબીજા સામે દલીલ કરો ત્યારે એકબીજાના હ્રદય વચ્ચે અંતર વધવા દેશો.એવા વેણ કાઢશો જે તમને એકમેકથી વધુ દૂર લઈ જાય, નહિતર એક દિવસ એવો આવશે જ્યારે તમારી વચ્ચેનું  અંતર એટલું બધું વધી ગયું હશે કે તે સ્થિતીમાંથી પાછા ફરવાનો માર્ગ નહિ બચ્યો હોય."


 ('ઈન્ટરનેટ પરથી')

Sunday, September 15, 2013

ત્યારે દુ:ખની શરુઆત થાય


તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

  દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

 સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

  સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

 આવક કરતા જાવક  વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

 વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

 કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

 કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

 ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

 મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.

 મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય,

 ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુ:ખની શરૂઆત થાય.
 

('ઈન્ટરનેટ પરથી')

Saturday, September 7, 2013

વર્ષ ૧૭૫૨ના સપ્ટેમ્બર મહિનાનો રસપ્રદ ઇતિહાસ


તમને કદાચ જેના વિશે ખબર નહિ હોય એવી એક રસપ્રદ માહિતી આજે  ઇન્ટરનેટ કોર્નર’ થકી તમારી સાથે શેર કરવી છે.  ..૧૭૫૨ ના સપ્ટેમ્બર માસનું કેલેન્ડર જુઓ.

 
જો તમે ધ્યાનથી કેલેન્ડર જોયું હશે તો તમે નોંધ્યું હશે કે તેમાં ૩થી ૧૩ તારીખ સુધીના ૧૧ દિવસો ગાયબ છે!
(હવે તમને માહિતી સાચી લાગતી હોય તો તમે ગૂગલ પર ઓનલાઈન જઈ અથવા તમને જે સ્થળ કે માધ્યમ યોગ્ય લાગે ત્યાં જઈ અંગે સંશોધન કરી તમારી જાતે તેની ચકાસણી કરી શકો છો)
આ વિશેની સમજૂતી પ્રમાણે છે :
મહિનો હતો જ્યારે ઇંગ્લેન્ડે પોતાનું કેલેન્ડર રોમન જુલિયન કેલેન્ડરમાંથી ગ્રેગોરિયન કેલેન્ડરમાં પરિવર્તિત કર્યું હતું.
હવે જુલિયન વર્ષ ગ્રેગોરિયન વર્ષ કરતાં ૧૧ દિવસ લાંબુ હોય છે.આથી ઇંગ્લેન્ડના તત્કાલીન રાજાએ ચોક્કસ મહિનાના કેલેન્ડરમાંથી તે વર્ષ માટે ૧૧ દિવસ કાઢી નાંખવાનું ફરમાન કર્યું. (એક રાજા તો ભલા ગમે તે આદેશ આપી શકે ને ભાઈ?)
આથી વર્ષે સપ્ટેમ્બર માસમાં દરેક જણે ૧૧ દિવસ ઓછું કામ કર્યાં છતાં આખા મહિનાનો પગાર મેળવ્યો હતો! પરથી "પેઈડ લીવ" (પગાર કપાયા વગરની રજા)ના કન્સેપ્ટનો  જન્મ થયો. રાજાનું  ભલુ  થજો!
રોમન જુલિયન કેલેન્ડરમાં,એપ્રિલ વર્ષનો પ્રથમ મહિનો ગણાતો.પણ ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થતી. ઇંગ્લેન્ડે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવી લીધા બાદ પણ કેટલાક રૂઢીચુસ્ત લોકોએ પરંપરાગત રીતે પહેલી એપ્રિલથી નવું વર્ષ ગણવાનું ચાલુ રાખ્યું.
જ્યારે સરળ આદેશથી કામ ચાલ્યું ત્યારે રાજાએ રાજવી વટહૂકમ જારી કર્યો કે જેઓ હજી પહેલી એપ્રિલને નવા વર્ષનો દિવસ ગણશે તેઓ "ફૂલ્સ" (મૂર્ખાઓ) કહેવાશે.ત્યારથી પહેલી એપ્રિલ ને "એપ્રિલ ફૂલ ડે" અર્થાત મૂર્ખાઓના  દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છે ને રસપ્રદ ઇતિહાસ???
(નોંધ : 'અપ્રિલ ફૂલ' દિવસ શા માટે મનાવવામાં આવે છે તે પાછળનું મૂળ કારણ ગણાતી અનેક વાર્તાઓ ઇન્ટરનેટ પર વાંચવા મળે છે.તેમાંનું એક કારણ ૧૭૫૨નો સપ્ટેમબર મહિનો ગણાય છે.)
(ઇન્ટરનેટ પરથી)