Saturday, August 24, 2013

રાતે સારી ઉંઘ માટે ૧૦ ઉપયોગી નુસખા


*)            એક ચોક્કસ સમયપત્રક બનાવી તેને વળગી રહો.જો તમારો રોજનો સૂવાનો સમય નિશ્ચિત નહિ હોય તો તમારા શરીરની જૈવિક ઘડિયાળને તમારું શરીર નહિ અનુસરે. મમ્મી નાનપણમાં ચોક્કસ સમયે સૂઈ જવાનો આગ્રહ રાખતી તમારા સારા માટે હતું! શનિ-રવિ વારે રાતે પણ નિયત કરેલા સમયે સૂઈ જાઓ નહિતર બીજે દિવસે સવારે તમે મોડા ઉઠશો અને વધુ થાકી ગયા હોવ તેવું અનુભવશો.

*)            માત્ર રાતે સૂઓ.જો શક્ય હોય તો દિવસ દરમ્યાન સુવાનું ટાળો.જો તમે દિવસ દરમ્યાન લાંબુ સૂઈ જશો તો તમારી રાત્રિની ઉંઘના કલાક ઘટી જશે.દિવસ દરમ્યાન વીસેક મિનીટનું ઝોકુ ખાઈ લેશો (જેને "પાવર નેપ" કહે છે) તો પૂરતું છે.

*)            કસરત કરો.તેનાથી તમને સારી ઉંઘ આવે છે એમ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે.તમારું શરીર ઉંઘ દરમ્યાન કસરત પામેલા સ્નાયુઓ અને સાંધાઓને રીકવર કરે છે.રોજ સવારે કે બપોરે વીસ થી ત્રીસ મિનિટની કસરત તમને આરામદાયી ઉંઘ બક્ષશે.પણ કસરત તમારા શરીરને ઉત્તેજીત કરે છે આથી જો સૂતા પહેલા તમે એરોબિક્સ જેવી કસરત કરશો તો ઉલટું તમને ઉંઘ જલદી નહિ આવે.

*)            સૂતા પહેલા ગરમ પાણીથી કરેલું સ્નાન સરસ ઉંઘ લાવે છે કારણ તેમ કરવાથી તંગ થયેલા સ્નાયુઓને આરામ મળે છે.

*)            સૂવાના થોડા સમય અગાઉ ખાવાનું ટાળો.સૂતા પહેલા ભારે કે તળેલો ખોરાક પણ ટાળો.તમારું રાતનું ભોજન સૂવાના બે કલાક પહેલા પતી જવું જોઇએ.આનાથી ખોરાકના પાચનની ક્રિયાનો મોટો ભાગ પૂર્ણ થઈ જાય છે. જેથી તમારા શરીરને જરૂરી આરામ મળી રહે છે.

*)            સૂતા પહેલા કેફેઇન લેવાનું ટાળવું જોઇએ.આપણે બધાં જાણીએ છિએ કે તેનાથી ઉંઘ આવતી નથી.

*)            કોઈક કાલ્પનિક કથાવસ્તુ ધરાવતું પુસ્તક વાંચો.જો તમે ધ્યાન દઈને વાંચો તો તે તમને એક નવી દુનિયામાં લઈ જાય છે.અને પછી સૂતા પહેલાં થોડો સમય તમે જે વાંચ્યું તેના વિષે વિચારવામાં ગાળો.કદાચ પુસ્તક ગમે તે હોય પણ જેટલું તમે વધારે વાંચશો એટલી તમને વધુ સારી ઉંઘ આવશે.


*)            સૂવાનો ખંડ થોડો ઠંડો રાખો.બારી હોય તો તે ખુલ્લી રાખી હવાની અવર્જવર થવા દો.તમારા કક્ષમાં .સી. હોય અને તે તમને આખી રાત ચાલુ રાખવાનું અનુકૂળ આવતું હોય તો સૂતા પહેલા તે થોડી વાર ચાલુ રાખી તમારા શયનકક્ષનું હવામાન ઠંડુ થઈ જવાદો.

*)            શયનકક્ષમાં અને આસપાસ શાંતિ જાળવો.સંગીત કે ટી.વી.ચાલુ રાખ્યા વગર વધુ સારી ઉંઘ આવે છે.કોઈ પણ પ્રકારના અવરોધ કે ખલેલ પહોંચાડનારા સાધન વગર શાંત અને સ્વચ્છ મન વધુ સારી નિદ્રા માણી શકે છે.

*)            સૂતા પહેલા આલ્કોહોલનું સેવન કરો.તે એક દીપ્રેસન્ત તરીકે કામ કરે છે.એનાથી કદાચ તમને ઉંઘ જલ્દી તો આવી જશે પણ તમે અડધી રાતે ઉઠી જશો.જેમ જેમ આલ્કોહોલ તમારા શરીરમાં એકરસ થતું જશે તેમ તેમ તમે અનિદ્રા અને ક્યારેક તો ભયંકર દુસ્વપ્ન કે નાઈટમેર જેવી સ્થિતીનો ભોગ બનશો.

('ઈન્ટરનેટ પરથી')

Monday, August 19, 2013

રક્ષાબંધન


તમારે કાંડે આજે પવિત્ર સૂત્ર શોભે છે. બહેને બાંધેલી સૂક્ષ્મ રાખડી બળેવને દિવસે દર વર્ષે બાંધે છે તેમ. બહેન અને ભાઇ વચ્ચેના સંબંધનું પ્રતીક આજે તમારે હાથે શોભતી રાખડી  છે. તમારા ને બહેનના નિર્મળ પ્રેમની સાક્ષી છે.
રક્ષાબંધનને પ્રસંગે તમે તમારી સગી બહેનને કોઇ ભેટ આપી કે પૈસાની કોઇ રકમ એના હાથમાં મૂકી એટલે તમારી જવાબદારી પૂરી થઇ ગઇ એમ નથી.  જવાબદારી ફક્ત સગી બહેન માટે નહીં પણ બધી બહેનો માટે છે. અને તે એક દિવસ માટે પણ નહીં પણ તમારે કાંડે સૂત્ર હોય ત્યાં સુધી, અને સૂત્ર તૂટે-છૂટે ત્યારે પણ આખી જીંદગી માટે છે. તમારા આખા જીવનમાં તમારા સંપર્કમાં આવનાર બધી સ્ત્રીઓ માટે પ્રેમ, આદર ને  રક્ષણ આજનો મંત્ર ને આદેશ છે.
રાખડીને દિવસે આપણા હાથમાં કોઇ રાખડી બાંધે કે  બાંધે, પણ રક્ષ્ય વર્ગનું હિતનું ચિંતન કરવું જોઇએ દિવસનો સંદેશ છે.
- કાકા સાહેબ કાલેલકર અને ફાધર વાલેસ


(ઇન્ટરનેટ પરથી)

Saturday, August 10, 2013

સમય


સમયની વ્યાખ્યા કોઈકે બહુ સુંદર રીતે કરી છે...

તમે રાહ જુઓ ત્યારે તે ધીમો હોય છે!

તમે જ્યારે મોડા હોવ ત્યારે તે ઝડપી હોય છે!

તમે જ્યારે દુ:ખી હોવ ત્યારે તે મારકણો કે પીડાદાયી હોય છે!

તમે જ્યારે સુખી કે આનંદમાં હોવ ત્યારે તે ટૂંકો હોય છે!

તમે જ્યારે પીડા કે વેદનામાં હોવ ત્યારે તે અનંત હોય છે, અખૂટ હોય છે!

તમને કંટાળો આવતો હોય ત્યારે તે લાંબો હોય છે!

આમ જીવનમાં ઘણી વાર સમય તમારી લાગણીઓ અને તમારી મનોસ્થિતી દ્વારા નક્કી થતો હોય છે, ઘડીયાળના કાંટા દ્વારા નહિ...

આથી હંમેશા ખુશ રહો, તમારો સમય સારો છે એવું સતત માનતા રહો, અનુભવતા રહો..!

 * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

યાદ રાખો  : સમય દરેકને એક સરખી તક આપે છે.

દરેક મનુષ્ય પાસે દરરોજ એક સરખો સમય,એક સરખાં કલાક,એક સરખી ક્ષણો હોય છે.ધનવાન પૈસા ખર્ચી વધુ ક્ષણો ખરીદી શકતા નથી.વૈગ્ન્યાનિકો નવી ક્ષણો શોધી શકતા નથી.તમે આવતી કાલે ખર્ચવા માટે આજે ક્ષણો બચાવી શકતા નથી.

આમ છતાં,સમય દરેક માટે સરખો ન્યાયી અને ઉદાર છે.ભલે તમે ભૂતકાળમાં,અત્યાર સુધીમાં ગમે એટલો સમય વેડફી નાખ્યો હોય,આખી આવતી કાલની ભેટ સમય તમને આપશે .

તમે એનો શાણપણપૂર્વક અને કુનેહથી ઉપયગ કરશો તો સફળતાને વરશો. માટે તમારે આયોજન કરવું પડશે,કઈ બાબતને કે કયા કામને અગ્રતા ક્રમ આપવો નક્કી કરવું પડશે જેને 'પ્રાયોરીટી સેટીંગ' કહે છે.

સમય પૈસા કરતાં અનેક ગણો વધુ શક્તિશાળી છે અને તેને વેડફી તમે પોતે તમારી સફળતાના દ્વાર બંધ કરી દેતા હોવ છો.


(ઇન્ટરનેટ પરથી)