Sunday, March 27, 2011

જીવન જીવવાની ૨૯ જડીબુટ્ટીઓ

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉતમ.


૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ થી ૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંઘો.

૪. જોશ,ઉત્સાહ અને કરૂણા આ ત્રણ જીવનના મહત્વના ગુણો છે

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન/યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭ થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. . દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ(ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં હાથે બનેલી વસ્તુઓ વાપરવી વધુ પસંદ કરો.

૧૧.પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિઓના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા,નિંદા કે કૂથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો.રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને રાતે ભિખારી જેટલું જમો!

૧૬. ખાતા પહેલાં મન અવઢવ અનુભવે તો ન ખાઓ. જાજરૂ જવા માટે મન અવઢવ અનુભવતું હોય ત્યારે અવશ્ય

જાજરૂ જાવ.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે જ છો.

૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ.

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતી હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બોસ નહિં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી,નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઇર્ષા સમયનો બગાડ છે.તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઉઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓ સાથે પણ તે વહેંચો.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, March 20, 2011

અભિગમ

જૂતા બનાવતી અને વેચતી એક સફળ કંપનીની વાત છે.એક દિવસ આ કંપનીના મેનેજમેન્ટની એક મિટીંગ બોલાવવામાં આવી જેમાં આ કંપનીનું નવું બજાર આફ્રિકામાં ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો જ્યાં આ કંપનીની કોઈ શાખા કે કોઈ પ્રકારના કામકાજ અત્યાર સુધી નહોતાં.


તેમણે પોતાના એક શ્રેષ્ઠ સેલ્સમેનને ત્યાં ધંધાના અવકાશ અને ઉજળી તકો અંગે સંશોધન કરવા મોકલ્યો.આફ્રિકા પહોંચ્યા બાદ આ સેલ્સમેને નોંધ્યું કે અહિં મોટા ભાગના લોકો ઉઘાડા પગે જ ફરતાં હતાં.તેણે તરત કંપનીમાં ફેક્સ મોકલ્યો:"ખરાબ સમાચાર! અહિં કોઈ જોડા પહેરતું જ નથી." અને પછી તેણે પોતાનો સવિસ્તર રીપોર્ટ મોકલાવ્યો જેનો સાર હતો કે આફ્રિકામાં તેમના ધંધાના વિસ્તરણની બિલકુલ તક નથી.
મેનેજમેન્ટે આ વિષે હજી બીજો મંતવ્ય લેવાનું નક્કી કર્યું અને તેમણે બીજા એક સેલ્સમેનને ફરી આફ્રિકા મોકલ્યો. આ બીજા સેલ્સમેનને પહેલા સેલ્સમેનના અભિપ્રાય અંગે કોઈજ જાણ કરાઈ નહોતી.તેને ફક્ત આફ્રિકામાં તેમના જૂતાના વ્યવસાયની તકો અંગે સંશોધન કરવા તેને મોકલવામાં આવી રહ્યો છે એટલી જ જાણ કરાઈ હતી.તે ત્યાં પહોંચ્યો અને તરત ત્યાંની પરિસ્થિતી જોતા તેણે કંપનીને અતિ ઉત્સાહમાં આવી જઈ ફેક્સ મોકલ્યો:"સારા સમાચાર છે!અહિં કોઈના પગમાં જોડા નથી."

તેણે ઉતાવળે પાછા ફરી મેનેજમેન્ટને સંબોધી કહ્યું,"આપણાં માટે આફ્રિકામાં વેપારની ખૂબ ઉજળી તકો છે.આપણે ખૂબ શ્રીમંત થઈ જઈશું જો આપણે ત્યાંના લોકોને જોડા પહેરવાનાં ફાયદા અને તેની જરૂરિયાત અંગે સાચું શિક્ષણ આપી શકીશું.આપણે જરાય ઢીલ કર્યા વગર બીજી કોઈ હરીફ કંપની ત્યાં પહોંચી જાય એ પહેલાં આપણું કામ શરૂ કરી દેવું જોઈએ."

જીવન આપણે તેના અંગે જેવું ધારીએ તેવું જ બની રહેતું હોય છે.દરેકે દરેક બાબત અને સંજોગની એક હકારાત્મક કે સારી અને એક નકારાત્મક કે ખરાબ બાજુ હોય છે. અડધા ભેરેલા કપને તમે અડધો ભરેલો કે અડધો ખાલી પણ જોઈ શકો છો.પસંદગી તમારા અને માત્ર તમારા હાથમાં જ છે.અને તમારી એ પસંદગી જ તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરશે.


('ઈન્ટરનેટ પરથી')

Sunday, March 13, 2011

થોડી મજેદાર વાતો


૧. અકરમી કોને કહેવાય ?

ઊંટ પર બેઠા હોય છતા જેને કુતરું કરડી જાય એ અકરમી !!

-------------------------------------------


૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો,

કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!

--------------------------------------------


૩. ઘણા પુરુષો સ્ત્રીને ધિક્કાર્રે છે,

કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!

--------------------------------------------

૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા

ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!

--------------------------------------------

૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના

અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી

હોય તો એની પ્રશંસા કરો !!

----------------------------------------------

૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ

પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!

-----------------------------------------------

૭. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે

કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ

બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!

-----------------------------------------------

૮. પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?

જેના કાન લાંબા , આંખ , મોટી અને

જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

--------------------------------------------------

૯. તમારા પપ્પા પૈસાદાર ન હોય તો એ તમારું

દુર્ભાગ્ય ગણાય , પણ જો તમારા સસરા

શ્રીમંત ન હોય તો એ તમારું દુર્ભાગ્ય જ

નહિ, તમારી બેવકૂફી પણ ગણાય !!

-------------------------------------------------

૧૦. જૂના ફર્નીચાર્માંથીય જે વ્રુક્ષ્ બનાવે એ કવિ ...

અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ

જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી

------------------------------------------------

૧૧, પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં

વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ

પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા ...!!

---------------------------------------------------

૧૨. ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના :::

હે પ્રભુ, બીજા ભલે અપ્રમાણિક હોય , પણ

મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ

દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય !!

-------------------------------------------------

૧૩ પુરુષને મહાત કરી શકે એવી

બે વિશેષતા સ્ત્રી ધરાવે છે

એક , એ રડી શકે છે અને બે ,

એ ધારે

ત્યારે રડી શકે છે !!!!!

-------------------------------------------------

૧૪. આખી જીંદગી આંકડા તમે માંડો અને

છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય

એનું નામ ( બદ્ ) નસીબ !!!!

------------------------------------------------

૧૫. પત્રકાર હનુમાન જેવો હોવો જોઈએ

મંથરા જેવો નહિ ....!!

આડવાત:: કેટલા પત્રકાર પોતાને હનુમાન

જ માનતા હોય છે , ફરક માત્ર એટલો કે એ

ખોટી લંકામાં આગ લગાડતા ફરે છે !!!!

--------------------------------------------------

૧૬. પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છે :

બન્ને કમાવા મુશ્કેલ છે, પરંતુ બન્નેને

ગુમાવવાનું બહુ સહેલું છે !!!!!!!

------------------------------------------------

૧૭. રૂપાળી અને નમણી સ્ત્રી વચે એક તફાવત છે

પુરુષ જેને નિહાળતો રહે એ સ્ત્રી રૂપાળી

જયારે, સ્ત્રી જે પુરુષને નિહાળતી રહે

એ પુરુષની નજરે નમણી ..!!!!

----------------------------------------------

૧૮. વાણીયાની વ્યાખ્યા શું ?

ધારવાનું ધારે , ન ધારવાનું પણ ધારે અને

ધારવા-ન ધારવાના આધારને પણ ધારે

એનું નામ વાણીયો !!!!

----------------------------------------------

૧૯. બાળક અને મોટેરાં વચે

એક મહત્વનો તફાવત છે

બાળકે પોતાની જાતને છેતરવાની

જરૂર હોતી નથી !!!!!!

-------------------------------------------

૨૦. બાળક આપણને નિર્દોષ બનાવે ,

સ્ત્રી આપણને કવિ બનાવે , પણ

સાસુ-સસરા આપણને

ફિલસુફી બનાવી દે છે ..!!!!


 ('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 5, 2011

જીવન વિષે...

જીવન શું છે ? - ફાધર વાલેસ


જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે. પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહી મળે.જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે. આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજુસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય ? તમે ફરીયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊધડ્યું નહી. જીવન ફળ્યું નહી. તમે છેતરાયા છો, ભરમાયા છો. પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી . ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યુ છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રધ્ધા રાખી છે?

તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી, જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. જીવન જૂઠું બોલતું નથી.



****************************************************************

જીવનના સાત પગલાં



(૧) જન્મ...

એક અણમોલ સોગાદ છે,

જે ભગવાનની ભેટ છે.....



(૨) બચપણ…

મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,

જે ડુબી શક્યો તે તરી ગયો છે....



(૩) તરુણાવસ્થા …

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...

અને અનેક નવી મૂંઝવણો....



(૪) યુવાવસ્થા…

બંધ આંખોનું એ આંધળુ સાહસ છે...

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..

અને કુરબાન થવાની આશા છે.



(૫) પ્રૌઢાવસ્થા…

ખુદને માટે કશુ ન વિચારતા...

બીજા માટે કરી છુટવાની ખુશી છે.

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.



(૬) ઘડપણ…

વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...



(૭) મરણ…

જિંદગીની કિતાબનાં પાનાં ખુલ્લાં થશે...

નાડીએ નાડીએ કર્મ તૂટશે..

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...

ધર્મ-કર્મનો હિસાબ થશે...

સ્વર્ગ-નરકનો માર્ગ થશે....

પોતાનાનો પ્યાર છુટશે.........

અને... સાત પગલાં પૂરાં થશે.....

માટે..

સાત પગલાં પૂરાં થાય એ પહેલાં..પાણી પહેલા પાળ બાંધો....

Thursday, March 3, 2011

પ્રેમાળ પતિ

ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે.
રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં
વાત શરુ કરે છે…

ખેલાડી - “હેલો..."

સામે છેડે - “વ્હાલા, તું ક્લબમાં છો?”

ખેલાડી - “હા”

સામે છેડે - “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે, રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”

ખેલાડી - “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”

સામે છેડે - “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે તો એકાદ લઈ લઉં?”

ખેલાડી -”શું રેંજમાં છે?”

સામે છેડે - “લાખ સવા લાખ સુધી થઈ જશે…”

ખેલાડી - “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે..”

સામે છેડે - “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”

ખેલાડી - ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતું મોડેલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન કરતી”

સામે છેડે - સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”

ખેલાડી - “આઈ લવ યુ ટુ!”
ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યાં હતાં અને વિચારતાં હતાં કે વાહ! આને ખરો પતિ કહેવાય !

 ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું - “આ કોનો મોબાઈલ છે? મારો તો નથી ...!!!”

શીખવા જેવો બોધપાઠ : આપનો મોબાઈલ સાચવો!


('ઈન્ટરનેટ પરથી')