Saturday, August 20, 2011

ગર્વ થી કહો 'હું ભારતીય છું...'

હજી થોડાં દિવસો અગાઉ જ આપણે ભારતનો ૬૫મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો પણ આપણાં આ મહાન દેશનો ગૌરવપૂર્ણ ઇતિહાસ કદાચ આપણે વિસરી ગયાં છીએ.આવો આજે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં આ ગૌરવપૂર્ણ ઇતિહાસની ડોકિયું કરીએ...

નીચેનામાંના કેટલાક સત્યો કદાચ તમે જાણતા હશો. થોડા સમય અગાઉ તે એક જર્મન સામયિકમાં છપાયા હતા જે ભારત વિષેના ઐતિહાસિક સત્યો ઉપર આધારિત છે:

૧. 'પાઈ' (π) ની કિંમત સૌ પ્રથમ ગણનાર ભારતીય બુદ્ધાયન હતાં જેમણે પાયથાગોરસના સિદ્ધાંત તરીકે પ્રખ્યાત ભુમિતિના એક અતિ મહત્વના સિદ્ધાંતને પણ સૌ પ્રથમ વાર સમજાવ્યો હતો.બ્રિટીશ નિષ્ણાતોએ ૧૯૯૯માં સત્તાવાર જાહેરાત કરી હતી કે બુદ્ધાયનનું કામ છઠ્ઠી સદી જેટલું પુરાણું છે જે યુરોપિયન ગણિતજ્ઞો કરતાંયે પહેલાનું છે.

૨. અંકગણિત (Algebra), ત્રિકોણમિતિ(Trigonometry) અને કલન(Calculus) ભારતે વિશ્વને આપેલી ભેટ છે. વર્ગાત્મક સમીકરણો ૧૧મી સદીમાં શ્રીધરાચાર્યે શોધ્યા હતાં.ગ્રીક અને રોમન લોકો વાપરતા હતાં એ સૌથી મોટી સંખ્યા ૧૦૬ હતી,જ્યારે એ સમયે ભારતીયો ૧૦૫૩ જેટલી મોટી સંખ્યાનો ઉપયોગ કરતા હતાં.

૩. અમેરિકાના જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ મુજબ,ઈ.સ. ૧૮૯૬ સુધી,પૂરા જગતમાં હીરાઓનો એકમાત્ર સ્રોત ભારત દેશ હતો.

૪. અમેરિકા સ્થિત IEEE એ સાબિત કર્યું છે કે સદીઓથી મનાતી વાત કે મારકોની વાયરલેસ કમ્યુનિકેશનના પ્રણેતા હતા એ તથ્ય નથી. બિનતાર સંદેશવ્યવહાર(Wireless communication)ના ખરા પ્રણેતા ભારતીય વૈજ્ઞાનિક જગદિશચંદ્ર બોઝ હતાં.

૫. સિંચાઈ માટે પાણી સંગ્રહવાની ટાંકી અને બંધ સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં બંધાયા હતાં.

૬. શતરંજની શોધ ભારતમાં થઈ હતી.

૭. સુશ્રુત શસ્ત્રક્રિયાના પિતા ગણાય છે.આશરે ૨૬૦૦ વર્ષ પહેલા તેમણે તે સમયના તેમના આરોગ્ય વૈજ્ઞાનિક સાથીઓ સાથે મળીને સિઝેરિયન, મોતિયા,ફ્રેક્ચર અને મૂત્રાશયની પથરી જેવા ઓપરેશન સફળતાપૂર્વક કર્યા હતાં. એનેસ્થેશિયાનો પ્રયોગ પણ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતો.

૮. જ્યારે જગતની ઘણી સંસ્કૃતિઓ જંગલમાં ભટકતી જનજાતિઓ,આદિવાસીઓની જ બનેલી હતી ત્યારે અંદાજે ૫૦૦૦ વર્ષ પહેલાં,ભારતીયોએ સિંધુના ખીણપ્રદેશમાં હડપ્પાની સંસ્કૃતિ વિકસાવી હતી.

૯. ઈ.સ. પૂર્વે ૧૦૦માં, અંકની સ્થાનિક કિંમત,દશક સંખ્યા પદ્ધતિની શોધ ભારતમાં થઈ હતી.




હવે અર્વાચીન ભારતની કેટલીક મહાન વિભૂતિઓ વિશે પ્રશ્નોત્તરી.જોઇએ તમને કેટલી ખબર છે!

સન માઈક્રોસિસ્ટમ્સ ના સહસંસ્થાપક કોણ છે?
જ. વિનોદ ખોસલા

૯૦ ટકા જેટલા કમ્પ્યુટર જેના પર ચાલે છે એ પેન્ટિયમ ચિપના સર્જક કોણ છે?
જ. વિનોદ ધામ

વિશ્વની સાતમા અને આઠમા ક્રમે આવતી સૌથી વધુ ધનિક વ્યક્તિ કોણ છે?
જ. ફોર્બ્સની યાદી પ્રમાણે રીલાયન્સના મુકેશ અંબાણી વિશ્વના સૌથી વધુ ધનિકોની યાદીમાં સાતમું અને લક્ષ્મી મિત્તલ આ યાદીમાં આઠમું સ્થાન ધરાવે છે.

ઈમેલ ને સૌથી વધુ પ્રખ્યાત બનાવનાર એક સમયે વિશ્વની નંબર-૧ વેબસાઈટ હોટમેલના સ્થાપક અને સર્જક કોણ છે?
જ. સબીર ભાટિયા

C, C++,યુનિક્સ જેવી સોફ્ટ્વેર લેંગ્વેજીસ નું જ્યાં સર્જન થયેલું એ A T & T બેલ લેબ્સ ના ભૂતપૂર્વ ભારતીય અધ્યક્ષ કોણ હતા?
જ. અરુણ નેત્રવલ્લી

હ્યુલેટ પેકાર્ડ ના જનરલ મનેજર રહી ચૂકેલા, E-speak ના સહસંસ્થાપક અને ૪૫ પેટન્ટ ધરાવનાર ભારતીય કોણ કોણ છે?
જ. રાજીવ ગુપ્તા

વિન્ડોઝ ૨૦૦૦ ના માઈક્રોસોફ્ટ ટેસ્ટીંગ ડિરેક્ટર કોણ છે?
જ. સંજય તેજરિકા

સિટીબેન્ક હાલનાં , મે-કિન્સી ના ભૂતપૂર્વ અને સ્ટાનચાર્ટના ભૂતપૂર્વ ભારતીય અધ્યક્ષ કોણ ?
વિક્રમ પંડિત , રજત ગુપ્તા અને રાના તલવાર

ભારતીયો વિષેની બીજી કેટલીક રસપ્રદ આપણને ગર્વ થાય એવી માહિતી:

આપણે ભારતીયો અમેરિકાના બધાં જ વંશજૂથોમાં સૌથી ધનાઢયોમાં સ્થાન ધરાવીએ છીએ, ત્યાંના ગોરાઓ અને સ્થાનિકો કરતાંયે વધારે સારા દેખાવ સાથે. અમેરિકામાં કુલ વસ્તીના દોઢ ટકા જેટલા જ (આશરે બત્રીસ લાખથી થોડાં વધુ) ભારતીયો છે છતાં -

અમેરિકાના ૩૮ ટકા ડોક્ટર્સ ભારતીય છે.
અમેરિકાના ૧૨ ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૩૬ ટકા નાસા વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૩૪ ટકા માઈક્રોસોફ્ટ કર્મચારીઓ ભારતીય છે.
અમેરિકાના ૨૮ ટકા આઈ.બી.એમ કર્મચારીઓ ભારતીય છે.
અમેરિકાના ૧૭ ટકા ઇન્ટેલ વૈજ્ઞાનિકો ભારતીય છે.
અમેરિકાના ૧૩ ટકા ઝેરોક્સ કર્મચારીઓ ભારતીય છે.

ઉપર દર્શાવેલ માહિતીતો ટાંચણીની ટોચ જેટલી જ છે.આ યાદી લખવા બેસો તો દિવસો ઓછા પડે!

જો આપણને મહાન ભારતની આ ભવ્યતાના દર્શન, આજે આપણે જે ભારતમાં રહીએ છીએ તેમાં ન થતા હોય તો એનો સ્પષ્ટ અર્થ એ જ છે કે આપણે આપણી બધી તાકાત,આપણા સઘળા કૌશલ્યનો પૂરેપૂરો ઉપયોગ કરતાં નથી અને જો એ આપણે કરીએ તો આપણે ફરી એક વાર દુનિયા માટે ઉજ્જવળ પથદર્શક બની રહેનાર રાષ્ટ્ર બની શકીએ.ચાલો સૌ સાથે મળી ભારતના કલ્યાણ માટે મહેનત કરીએ.

ગર્વ થી કહો 'હું ભારતીય છું...'

('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 13, 2011

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

[ ઇન્ટરનેટ પર એક સરસ મજાની હિન્દી કવિતા વાંચવામાં આવી.તેના રચયિતાની તો
જાણ નથી પણ એમાં રજૂ થયેલાં વિચારો મને સ્પર્શ્યા એટલે તેનો ભાવાનુવાદ આજે
ઇન્ટરનેટ કોર્નરમાં તમારી સૌ સાથે શેર કર્યો છે.આશા છે તમને ગમશે.
તમને આ કવિતા અને આ કટાર કેવા લાગે છે એ લખી મોકલશો તો આનંદ થશે!]

કદાચ જિંદગી બદલાઈ રહી છે!

જ્યારે હું નાનો હતો ત્યારે દુનિયા બહુ મોટી લાગતી હતી...

મને યાદ છે મારા ઘરથી સ્કૂલ સુધીનો એ રસ્તો જ્યાં શું શું નહોતું?

પીપરમીટની દુકાનો,જલેબીની લારી,બરફના ગોળા અને ઘણું બધું...

હવે ત્યાં 'મોબાઈલ શોપ' અને 'વિડીયો પાર્લર' છે,

છતાં સાવ સૂનું સૂનું લાગે છે...

કદાચ હવે દુનિયા સમેટાઈ રહી છે...



જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ ખૂબ લાંબી રહેતી હતી..

હું હાથમાં પતંગની દોરી ખેંચી કલાકો સુધી તેને આકાશમાં ઉડાડ્યા કરતો હતો..

એ લાંબી 'સાયકલ રેસ',એ બાળપણની રમતો,રોજ સાંજે થાકીને લોથ થઈ જવું,

હવે સાંજ નથી પડતી,દિવસ આથમે છે અને સીધી રાત પડી જાય છે.

કદાચ સમય પણ સમેટાઈ રહ્યો છે...



જ્યારે હું નાનો હતો કદાચ દોસ્તી ખૂબ પાક્કી થયા કરતી હતી...

દિવસ આખો એ અલગારી રખડપટ્ટી મિત્રોના વૃંદ સાથે,દોસ્તોના ઘેર જ ખાવાનું...

અત્યારે પણ મારા ઘણાં મિત્રો છે પણ કોણ જાણે મિત્રતા ક્યાં ખોવાઈ ગઈ છે?

જ્યારે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર મળીએ ત્યારે 'Hi' થઈ જાય છે અને અમે

પોતપોતાના રસ્તે ફંટાઈ જઈએ છીએ,

હોળી,દિવાળી,જન્મદિવસ,નવા વર્ષના અનેક SMS આવી જાય છે...

કદાચ હવે સંબંધો બદલાઈ રહ્યા છે...



જ્યારે હું નાનો હતો ત્યારે રમતો પણ અજબ ગજબની રમાતી હતી...

થપ્પો,પકડાપકડી,લંગડી,ડબ્બા આઈસ પાઈસ,ગાંધીજી કહે છે કે...,ગોળ ગોળ ટામેટું...

હવે ઇન્ટરનેટ અને ઓફિસમાંથી ફુરસદ જ નથી મળતી.

કદાચ જિંદગી બદલાઈ રહી છે...



જિંદગીનું સૌથી મોટું સત્ય એ જ છે...જે મોટે ભાગે કબ્રસ્તાન બહાર બોર્ડ પર લખ્યું હોય છે...

'મંઝિલ તો આજ હતી મારી, બસ જિંદગી પસાર થઈ ગઈ મારી અહિં આવતા આવતા...'

જિંદગીની પળો ખૂબ નાની નાની હોય છે...

ગઈ કાલ વિતી ગયેલી વાત છે તો આવતી કાલ માત્ર સપનામાં જ હોય છે..

હવે બચી ગયેલી આ ક્ષણોમાં...

આશાઓ ભરી આ જિંદગીમાં,

આપણે સૌ માત્ર દોડી રહ્યા છીએ...

થોડી ગતિ ધીમી કરો,

મારા મિત્ર,

જીવનને માણો...

સુખેથી જીવો અને બીજાઓને જીવવા દો..


('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 6, 2011

ફ્રેન્ડ્શીપ ડે સ્પેશ્યિલ !

સાચા મિત્રની સૌથી સારી અને સાચી વ્યાખ્યા ઇન્ટરનેટ પર એક મિત્રે ફોર્વર્ડ કરેલા ઇમેલમાં વાંચવા મળી.

મિત્ર...તમને પ્રેમ કરે છે,
પણ એ તમારો પ્રેમી કે પ્રેમિકા નથી.
એ તમારી કાળજી કરે છે,
પણ એ તમારો કુટુંબીજન નથી.
એ તમારા દુ:ખો અને સમસ્યાઓ વહેંચે છે,
પણ એ તમારી સાથે લોહીના સંબંધ ધરાવતો નથી.
એ તમારો ખરો.... મિત્ર છે!!!

એક સાચો મિત્ર...
તમારા પિતાની માફક તમને દબડાવે છે...
તમારી માતા જેટલી કાળજી રાખે છે...
તમારી બહેનની જેમ તમને ચિડવે છે ...
તમારા ભાઈની જેમ તમને પજવે છે,ખિજવે છે...
અને છેલ્લે તમને તમારા પ્રેમી કરતા પણ વધુ ચાહે છે...

*******************************

મિત્રતાની ભાષા શબ્દોની બનેલી નથી હોતી,તેમના અર્થથી બનેલી હોય છે.

આપણું જીવન અડધું આપણે પોતે ઘડતાં હોઈએ છીએ અને બીજું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ એ ઘડતાં હોય છે.

દરેક મનુષ્ય સાચા મિત્રની શોધમાં હોય છે.

મિત્ર તો જલ્દી બની જાય છે પણ મિત્રતા ધીમે ધીમે પાકનારું ફળ છે.

તમારો સાચો મિત્ર તમારા વિષે બધું જાણવા છતાં તમારો મિત્ર બની રહેતો હોય છે.

જેનો કોઈક મિત્ર હોય એવો કોઈ મનુષ્ય મામૂલી નથી હોતો.

પ્રેમ કોઈક મહાન મનુષ્ય કરતાંયે દુર્લભ હોય છે.મિત્રતા પ્રેમ કરતાંયે દુર્લભ હોય છે.

મારા દરેક વાચકમિત્રને મારા તરફથી 'હેપ્પી ફ્રેન્ડ્શીપ ડે!'